મહેશ ચોકસી
સ્મિથ જૉન
સ્મિથ, જૉન (જ. 9 ઑગસ્ટ 1965, ડેલ સિટી, ઑક્લહૉમા, યુ.એસ.) : અમેરિકાના કુસ્તીબાજ. તેઓ અમેરિકાના સૌથી સફળ આંતરરાષ્ટ્રીય ફ્રીસ્ટાઇલ કુસ્તીબાજ બની રહ્યા અને 1988 તથા 1992માં તેઓ ઑલિમ્પિક વિજયપદકોના વિજેતા બન્યા તેમજ 1987, 1989–91માં ફેધરવેટ(62 કિગ્રા.)માં વિશ્વ વિજયપદકના વિજેતા બન્યા. જૉન સ્મિથ કુસ્તીનો પ્રારંભ તેમણે 6 વર્ષની વયે કર્યો અને…
વધુ વાંચો >સ્મિથ ફ્રાન્સિસ સિડની
સ્મિથ, ફ્રાન્સિસ સિડની (જ. 1900, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1949) : જાણીતા આંગ્લ પર્વતારોહક. એવરેસ્ટ પરનાં 3 આરોહણ-અભિયાન (1933, 1936, 1938) ટુકડીમાં તે જોડાયા હતા અને તેમણે સૌથી વધુ ઊંચાઈએ ચઢવાનો વિશ્વવિક્રમ હાંસલ કર્યો હતો. ફ્રાન્સિસ સિડની સ્મિથ સ્વિસ-કાંચનજંઘા આરોહણ-અભિયાનના સભ્ય તરીકે 1931માં હિમાલયના કામેટ શિખર પર ચઢવામાં તે સર્વપ્રથમ આરોહક…
વધુ વાંચો >સ્મિથ માઇક
સ્મિથ, માઇક (જ. 30 જૂન 1933, વેસ્ટ કૉટ્સ, લિસ્ટરશાયર, યુકે) : અગ્રણી આંગ્લ ક્રિકેટ-ખેલાડી. તેઓ છૂટથી રન કરી શકનાર ખેલાડી હતા. યુનિવર્સિટી મૅચમાં 1954–56 દરમિયાન દર વર્ષે સદી નોંધાવીને તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘બ્લૂ’ના વિજેતા બન્યા હતા; આ સદીમાં 1954માં કરેલા 201 રન(અણનમ)નો સમાવેશ થાય છે. એક સીઝનમાં 1,000 રન તેમણે…
વધુ વાંચો >સ્મિથ માર્ગરેટ
સ્મિથ, માર્ગરેટ (જ. 16 જુલાઈ 1942, એલબરી, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાનાં અગ્રણી મહિલા ટેનિસ-ખેલાડી. તેમણે ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટની 62 ચૅમ્પિયનશિપમાં વિજેતા બનવાનો વિક્રમ નોંધાવ્યો. તેઓ 24 સિંગલ્સ(11 ઑસ્ટ્રેલિયન, 5 યુ.એસ., 5 ફ્રેન્ચ, 3 વિમ્બલ્ડન)નાં તથા 19 વિમેન્સ ડબલ્સનાં (8 યુ.એસ., 5 વિમ્બલ્ડન, 4 ફ્રેન્ચ, 2 ઑસ્ટ્રેલિયન) વિજેતા બન્યાં.…
વધુ વાંચો >સ્મિથ રૉબિન
સ્મિથ, રૉબિન (જ. 13 સપ્ટેમ્બર 1963, ડર્બન; સાઉથ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ-ખેલાડી. નાનપણથી જ તેઓ એક શક્તિશાળી બૅટધર નીવડે એવી આશા નજરે પડી હતી. હૅમ્પશાયર કાઉન્ટીની ટીમ માટે રમવા માટે તેઓ દક્ષિણ આફ્રિકાથી ઇંગ્લૅન્ડ આવ્યા. તેઓ વિશ્વના એક સર્વોત્તમ બૅટ્સમૅન તરીકે પ્રસ્થાપિત થયા; 1987માં તેમણે ક્રિકેટ-પ્રવેશ કર્યો ત્યારથી તેઓ…
વધુ વાંચો >સ્મૈલપુરી કૃષ્ણ
સ્મૈલપુરી, કૃષ્ણ (જ. 1900, સ્મૈલપુરી, જિ. જમ્મુ, જમ્મુ-કાશ્મીર; અ. ?) : ડોગરી કવિ. 18 વર્ષની વયે તેમને ઉર્દૂ કવિ તરીકે ખ્યાતિ સાંપડી. તેમના ઉપર ગાલિબ, ઝૌક, દાગ, અમીર મિનાઈ તથા જોશ મલિહાબાદી જેવા ઉર્દૂ કવિઓનો પ્રભાવ હતો. 1927માં તેમણે ઉર્દૂમાં ‘જન્નત’ નામે સાહિત્યિક સામયિક શરૂ કર્યું હતું. વળી ‘મશિર’ નામના…
વધુ વાંચો >સ્લૅને મૅરી
સ્લૅને, મૅરી (જ. 4 ઑગસ્ટ 1958, રેમિન્ગટન, ન્યૂ જર્સી, યુ.એસ.) : અમેરિકાનાં લાંબા અંતરનાં મહાન મહિલા દોડવીર. તેઓ 1983માં 1,500 મિ. અને 3,000 મિ.માં એમ બંને સ્પર્ધામાં વિશ્વ ચૅમ્પિયનશિપમાં વિજેતા બન્યાં. 1973માં યુ.એસ.એસ.આર. સામે 1 માઈલ ઇન્ડોરની સ્પર્ધામાં તેમણે ભાગ લીધો ત્યારે 14 વર્ષ અને 224 દિવસના સ્પર્ધક તરીકે તેઓ…
વધુ વાંચો >સ્લૉઅન ઍલ્ફ્રેડ
સ્લૉઅન, ઍલ્ફ્રેડ પ્રિચાર્ડ, જુ. (જ. 1875, ન્યૂ હેવન, કનેક્ટિકટ; અ. 1966) : અમેરિકાના કુશળ ઉદ્યોગપતિ તથા જાણીતા માનવતાવાદી. 1920ના દાયકાથી તેમણે જનરલ મોટર્સને પુન:સંગઠિત કરવા તથા સુસજ્જ કરવા પિયર ડુ પૉટ સાથે કાર્ય કરવા માંડ્યું. 1924માં તે એ મોટરઉદ્યોગના પ્રમુખ બન્યા અને પછી 1937થી 1956 દરમિયાન તેના અધ્યક્ષ તરીકે કાર્યભાર…
વધુ વાંચો >હટન લેન (સર લિયોનાર્ડ હટનનું લાડકું નામ)
હટન, લેન (સર લિયોનાર્ડ હટનનું લાડકું નામ) (જ. 1916, પશ્ચિમ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1990) : ઇંગ્લૅન્ડના અગ્રણી ક્રિકેટ-ખેલાડી, પૂર્વ કપ્તાન અને બીજા વિશ્વયુદ્ધ પછી ક્રિકેટ-ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બૅટ્સમૅન. લેન હટન 1953માં ‘ઍશીઝ’ પાછી મેળવનાર ટીમનું કપ્તાનપદ તેમણે સંભાળ્યું હતું. તે ઇંગ્લૅન્ડના સૌપ્રથમ વ્યવસાયી કપ્તાન લેખાયા. તેમણે પોતાની કાઉન્ટી યૉર્કશાયર વતી…
વધુ વાંચો >હનીફ મોહમંદ
હનીફ, મોહમંદ (જ. 1934, જૂનાગઢ, ભારત) : સૌથી નાની વયે ટેસ્ટ મૅચ રમવાનો વિક્રમ નોંધાવનારા પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી, શ્રેષ્ઠ બૅટ્સમૅન અને પૂર્વ કપ્તાન. ટેસ્ટમાં રમનારા 5 ભાઈઓમાંના તે એક છે. પ્રથમ કક્ષાની મૅચમાં રમવાનો પ્રારંભ તેમણે કરાંચીમાં કર્યો. 16 વર્ષની વયે. 1957–58માં વેસ્ટ ઇંડિઝ સામે તેમણે 970 મિનિટમાં 337 રન…
વધુ વાંચો >