મહેશ ચોકસી
સેલેસ મૉનિકા
સેલેસ, મૉનિકા (જ. 2 ડિસેમ્બર 1973, નૉવી સૅડ, યુગોસ્લાવિયા) : યુગોસ્લાવિયામાં જન્મેલ અમેરિકન નાગરિકત્વ ધરાવતી ટેનિસ-ખેલાડી. તેઓ 15 વર્ષની વયનાં હતાં ત્યારે 1989માં ફ્રેન્ચ ઑપનમાં તેઓ બિન-ક્રમાંકિત (unseeded) તરીકે સેમી-ફાઇનલમાં પહોંચી શક્યાં અને પછીના વર્ષે 16 વર્ષ અને 16 દિવસની વયે તેઓએ વિજયપદક જીતનાર સૌથી નાની વયનાં ખેલાડી નીવડ્યાં. 1991માં…
વધુ વાંચો >સેલ્ઝિનિક ડૅવિડ ઑલિવર
સેલ્ઝિનિક, ડૅવિડ ઑલિવર (જ. 10 મે 1902, પિટ્સબર્ગ, ઓહાઓ, યુ.એસ.; અ. 22 જૂન 1965, હૉલિવુડ) : અમેરિકાના ચલચિત્ર જગતના મહારથી. બીજા વિશ્વયુદ્ધ પછીના યુગમાં ઉચ્ચ કલાત્મક ગુણવત્તાવાળી વાણિજ્યિક રીતે સફળ ફિલ્મોના નિર્માતા તરીકે તેઓ ખૂબ ખ્યાતિ પામ્યા. તેમના પિતા ન્યૂયૉર્કમાં મૂક ફિલ્મોના નિર્માતા હતા. તેમની પાસેથી ડૅવિડે તેમની શરૂઆતની તાલીમ…
વધુ વાંચો >સે સભુ સંધિયમ્ સહાસેન (1987)
સે સભુ સંધિયમ્ સહાસેન (1987) : સિંધી લેખક મોતીપ્રકાશ (જ. 1931) રચિત પ્રવાસકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો છે. દેશના વિભાજનમાં 37 વર્ષ પછી 1984માં લેખક, તેમનાં પત્ની અને તેમના મિત્ર મોહન ગેહાની માતૃભૂમિ સિંધની મુલાકાતે જાય છે. તેમાંથી આ પ્રવાસકથા સર્જાઈ છે. આ કૃતિમાં તત્કાલીન…
વધુ વાંચો >સેંગર માર્ગારેટ (લૂઇઝી)
સેંગર, માર્ગારેટ (લૂઇઝી) (જ. 1883, કૉર્નિગ, ન્યૂયૉર્ક સિટી; અ. 1966) : અમેરિકાનાં નામી સમાજસુધારક અને સંતતિ-નિયમન આંદોલનનાં સ્થાપક. તેમણે ક્લૅવરૅક કૉલેજ ખાતે શિક્ષણ લીધું અને પછી તાલીમ-પ્રાપ્ત નર્સ બન્યાં હતાં. ન્યૂયૉર્ક શહેરના ગરીબીવાળા વિસ્તારોમાં બાળમરણનું તથા પ્રસૂતિ પછી માતાઓનાં મરણનું ઊંચું પ્રમાણ જોઈને તેઓ ચોંકી ઊઠ્યાં અને તેથી તેમણે 1914માં…
વધુ વાંચો >સોચા જૂન સૂરતૂન (1990)
સોચા જૂન સૂરતૂન (1990) : સિંધી કવિ હરિકાંત-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કૃત કાવ્યસંગ્રહની રચનાઓમાં બહુધા ભ્રમનિરસનનો ભાવ વણાયેલો છે; એ ઉપરાંત તેમાં આજના અસ્તવ્યસ્ત શહેરી જીવનમાંથી ઉદભવતી નવી સંકુલ સમસ્યાઓનું ચિત્રણ છે. મોટા ભાગનાં કાવ્યોમાં વેધક રાજકીય કટાક્ષનો આક્રોશ છે. તેમની…
વધુ વાંચો >સોબતી કૃષ્ણા (શ્રીમતી)
સોબતી, કૃષ્ણા (શ્રીમતી) (જ. 18 ફેબ્રુઆરી 1925, ગુજરાત [હવે પાકિસ્તાનમાં]; અ. 25 જાન્યુઆરી 2019) : હિંદીનાં પ્રસિદ્ધ લેખિકા. તેમની ‘જિંદગીનામા : જિંદા રુખ’ નામની નવલકથાને 1980ના વર્ષ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે દિલ્હી, સિમલા અને લાહોર ખાતે શિક્ષણ લીધું હતું. દિલ્હી વહીવટી તંત્રના શિક્ષણ વિભાગમાં ‘પ્રૌઢશિક્ષણ’ના તંત્રી તરીકે…
વધુ વાંચો >સૉબર્ગ પેટ્રિક
સૉબર્ગ પેટ્રિક (જ. 5 જાન્યુઆરી 1965, ગૉટબૉર્ગ, સ્વીડન) : સ્વીડનના એથ્લેટિક્સના ખેલાડી. 1987માં 2.42 મી. ઊંચો કૂદકો લગાવીને તેમણે વિશ્વવિક્રમ સ્થાપ્યો. તેમણે એક દશકા ઉપરાંત લગાતાર મહત્વની સફળતા મેળવતા રહેવાનો એક વિક્રમ પણ અંકે કર્યો છે. 1982માં પ્રથમ વિક્રમ સર્જ્યા પછી આ તેમનો બારમો સ્વીડિશ વિક્રમ હતો. નાની વયના ખેલાડી…
વધુ વાંચો >સોમસુંદરમ્ મી. પા.
સોમસુંદરમ્, મી. પા. (જ. 17 જૂન 1921, મીનાક્ષીપુરમ્, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ; અ. 15 જાન્યુઆરી 1999) : તમિળ ભાષાના નવલકથાકાર. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ઑલ ઇન્ડિયા રેડિયોના મુખ્ય કાર્યક્રમ-નિર્માતા તરીકે નિવૃત્ત; માનાર્હ નિયામક, મ્યુઝિક કૉલેજ, તમિળ ઈસાઈ સંગમ, ચેન્નાઈ; સંપાદક, ‘કલ્કી’, તમિળ સાપ્તાહિક, 1954—1956; સભ્ય, સલાહકાર બોર્ડ, સધર્ન લૅંગ્વેજિઝ…
વધુ વાંચો >સોસૂર ફર્ડિનાન્ડ દ
સોસૂર, ફર્ડિનાન્ડ દ (જ. 1857, જિનીવા; અ. 1913) : સ્વિટ્ઝર્લૅન્ડના નામી ભાષાવિજ્ઞાની. 1881–1891 દરમિયાન તેમણે પૅરિસ ખાતે ‘ઐતિહાસિક ભાષાવિજ્ઞાન’ વિશે અધ્યાપન કર્યું; 1901થી 1913ના ગાળામાં ઇન્ડો-યુરોપિયન ભાષાવિજ્ઞાન અને સંસ્કૃતના પ્રોફેસર બન્યા. 1907થી 1913 દરમિયાન જિનીવા ખાતે સમગ્ર ભાષાવિજ્ઞાનના પ્રોફેસર રહ્યા. ‘કોર્સ ઇન જનરલ લિંગ્વિસ્ટિક્સ’ (1916) નામના પુસ્તકથી તે બહુ જાણીતા…
વધુ વાંચો >સ્કૅનકર રે’ગનૅર
સ્કૅનકર રે’ગનૅર (જ. 8 જૂન 1934, સ્ટોરા સ્કેડવી, સ્વીડન) : સ્વીડનના શૂટિંગના ખેલાડી. વ્યવસાયે તેઓ બંદૂકના ઉત્પાદક હતા. ઑલિમ્પિક મેડલિસ્ટ તરીકેનો તેમનો 20 વર્ષનો ગાળો છે. ફ્રી પિસ્તોલમાં તેઓ 1972માં સુવર્ણચન્દ્રક તથા 1984 અને 1988માં રજતચન્દ્રક તેમજ 1992માં કાંસ્યચન્દ્રકના વિજેતા બન્યા. મહત્વના ઑલિમ્પિક વિક્રમમાં ઉમેરણ તરીકે તેઓ આ સ્પર્ધામાં 1976માં…
વધુ વાંચો >