સોસૂર ફર્ડિનાન્ડ દ

January, 2009

સોસૂર, ફર્ડિનાન્ડ દ (જ. 1857, જિનીવા; અ. 1913) : સ્વિટ્ઝર્લૅન્ડના નામી ભાષાવિજ્ઞાની. 1881–1891 દરમિયાન તેમણે પૅરિસ ખાતે ‘ઐતિહાસિક ભાષાવિજ્ઞાન’ વિશે અધ્યાપન કર્યું; 1901થી 1913ના ગાળામાં ઇન્ડો-યુરોપિયન ભાષાવિજ્ઞાન અને સંસ્કૃતના પ્રોફેસર બન્યા. 1907થી 1913 દરમિયાન જિનીવા ખાતે સમગ્ર ભાષાવિજ્ઞાનના પ્રોફેસર રહ્યા. ‘કોર્સ ઇન જનરલ લિંગ્વિસ્ટિક્સ’ (1916) નામના પુસ્તકથી તે બહુ જાણીતા બન્યા. આ પુસ્તક તેમનાં કૉલેજ-પ્રવચનોની નોંધના આધારે તેમના વિદ્યાર્થીઓએ તેમના અવસાન પછી સંપાદિત કરીને પ્રગટ કર્યું હતું. તે આધુનિક ભાષાવિજ્ઞાનના પિતામહ લેખાય છે.

મહેશ ચોકસી