મહેશ ચોકસી

શેખોન સંતસિંગ

શેખોન સંતસિંગ (જ. 1908, લાયલપુર [હાલ પાકિસ્તાનમાં]; અ. 8 ઑક્ટોબર 1997) : પંજાબી લેખક. ‘મિટ્ટર પિયારા’ નામના તેમના નાટક(1907)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1972ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. અંગ્રેજીમાં તથા અર્થશાસ્ત્રમાં એમ.એ., 1931માં અંગ્રેજીના અધ્યાપક તરીકે આરંભ, પછી અમૃતસરની ખાલસા કૉલેજમાં અર્થશાસ્ત્ર તથા પંજાબીનું અધ્યાપન. 1938માં અંગ્રેજી સાપ્તાહિક ‘નૉર્ધન રિવ્યૂ’નું સંપાદન.…

વધુ વાંચો >

શૅડો ફ્રૉમ લડાખ

શૅડો ફ્રૉમ લડાખ (1967) : બંગાળી નવલકથાકાર ભવાની ભટ્ટાચાર્ય (જ. 1906) લિખિત અંગ્રેજી નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1967ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ભટ્ટાચાર્ય પર ટાગોર તથા ગાંધીજીની વિચારધારાનો પ્રભાવ છે. આ નવલકથા 1962ના ભારત પરના ચીની આક્રમણની પશ્ચાદ્ ભૂમિકામાં આલેખાઈ છે અને દેખીતી રીતે જ આ કૃતિ વિચારસરણીની…

વધુ વાંચો >

શૅન્ક આર્ડ

શૅન્ક આર્ડ (જ. 16 સપ્ટેમ્બર 1944, હોલૅન્ડ) : હોલૅન્ડના સ્પીડસ્કૅટિંગના ખેલાડી. 1968માં 1500 મી. માટે રૌપ્ય ચન્દ્રક માટે પ્રયત્ન કર્યા બાદ, તેઓ જાપાનના સૅપોરો ખાતે યોજાયેલ ઑલિમ્પિક રમતોત્સવમાં 3 સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા અને 1500 મી.માં 2 : 02.96નો અને 10,000 મી.માં 15 : 01.35નો વિક્રમ સ્થાપ્યો તેમજ 500 મી.માં 7…

વધુ વાંચો >

શેપર્ડ, એલન બાર્ટલેટ

શેપર્ડ, એલન બાર્ટલેટ (જ. 1923, ઈસ્ટ ડેરી, ન્યૂ હૅમ્પશાયર, અમેરિકા) : અમેરિકાના અવકાશયાત્રી. તે અવકાશયાત્રા કરનાર પ્રથમ અમેરિકન લેખાયા. તેમણે યુ.એસ. નેવલ એકૅડેમી (1945) ખાતે તાલીમ લીધી; 1947થી તેમણે પરીક્ષણ માટે તથા તાલીમી મિશન માટે જેટ વિમાનમાં ઉડ્ડયન કર્યાં.  ‘નાસા’ના મૂળ 7 અવકાશયાત્રીઓમાંના તે એક હતા. 5 મે, 1961ના રોજ…

વધુ વાંચો >

શેપર્ડ, કેટ

શેપર્ડ, કેટ (જ. 1848, લિવરપૂલ, ઇંગ્લૅન્ડ; અ. 1934) : મહિલા-મતાધિકારના આંગ્લ આંદોલનકાર. 1869માં તે સ્થળાંતર કરીને ન્યૂઝીલૅન્ડ ગયાં. મહિલાઓની સામાજિક જવાબદારીઓ વિશે તેમનામાં તીવ્ર સભાનતા હતી. તેમની એવી પણ ઢ માન્યતા હતી કે મહિલાઓને રાજકીય બાબતોમાં પૂરેપૂરો ભાગ લેવા દેવો જોઈએ. 1887માં તેઓ ‘વિમેન્સ ક્રિશ્ચિયન ટેમ્પરન્સ યુનિયન’માં અધિકારી તરીકે જોડાયાં,…

વધુ વાંચો >

શૅપિરો, ઍરિન પૅટ્રિયા માર્ગારેટ

શૅપિરો, ઍરિન પૅટ્રિયા માર્ગારેટ (જ. 1939) : મહિલા-હક માટેના આંગ્લ આંદોલનકાર. પતિના હાથે મારઝૂડ પામતી મહિલાઓ તથા તેમનાં બાળકો માટે તેમણે 1971માં લંડનમાં સર્વપ્રથમ આશ્રયગૃહની સ્થાપના કરી. આવા ક્રૂર કે કઠોર પુરુષોના હાથમાંથી સ્ત્રીઓને તથા બાળકોને ઉગારી લઈ તેમને કાનૂની રક્ષણ આપવા તથા નાણાકીય મદદ કરવા તેમણે ઝુંબેશ ઉપાડી. ‘સ્ક્રીમ…

વધુ વાંચો >

શૅપિરો, કાર્લ

શૅપિરો, કાર્લ (જ. 10 નવેમ્બર 1913, બાલ્ટિમોર, મૅરિલૅન્ડ, અમેરિકા) : નામી લેખક. તેમણે વર્જિનિયા યુનિવર્સિટી તથા બાલ્ટિમોર ખાતેની પ્રૅટ લાઇબ્રેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેમણે અનેક સંસ્થાઓમાં શિક્ષણકાર્ય કર્યું. તેમાં 1968થી ડૅવિસ ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં બજાવેલી કામગીરી કીમતી લેખાય છે. કલેક્ટેડ પોએમ્સ, 1948-78 (1978) નામના તેમના કાવ્યસંગ્રહમાં વિવિધ કાવ્યરૂપો પરત્વે તેમનું…

વધુ વાંચો >

શેમૅન્સ્કી નૉબર્ટ

શેમૅન્સ્કી નૉબર્ટ (જ. 30 મે 1924, ડેટ્રૉઇટ, મિશિગન, યુ.એસ.) : વેઇટલિફ્ટિંગના અમેરિકાના ખેલાડી. ઑલિમ્પિક રમતોત્સવમાં વેઇટલિફ્ટિંગમાં 4 ચંદ્રકો જીતનાર તેઓ એકમાત્ર વ્યક્તિ છે. 90 કિગ્રા.માં સુવર્ણચંદ્રક, 1952; 1948માં એ જ શ્રેણીમાં રૌપ્ય ચંદ્રક અને 1952માં કાંસ્યચંદ્રક, જ્યારે 1964માં હેવી વેઇટમાં પણ કાંસ્યચંદ્રક. 1947માં વિશ્વ-ચૅમ્પિયનશિપમાં તેઓ બીજા ક્રમે આવ્યા ત્યારે આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

શેરપા, ગિરમી

શેરપા, ગિરમી (જ. 1 ડિસેમ્બર 1948, ભારેગ બસ્તી, પશ્ચિમ સિક્કિમ) : નેપાળી કવિ. બી.એ.ની ડિગ્રી મેળવી સરકારી સેવામાં જોડાયા. સિક્કિમ સરકારના અધિક સચિવ. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : સહતંત્રી, ‘મુક્ત સ્વર’ (1965). સંપાદક મંડળના સભ્ય, સાહિત્યિક માસિક ‘ઝિલ્કા’ (1966-69). સહસંપાદક, સાહિત્યિક માસિક ‘પ્રતિબિંબ’ (1978-80). સામાન્ય મંત્રી અને સંપાદક, ભાનુ…

વધુ વાંચો >

શૅરીફ, ઑમર

શૅરીફ, ઑમર (જ. 1932, ઍલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત) : ઇજિપ્તના રંગભૂમિના અને ફિલ્મોના અભિનેતા. મૂળ નામ માઇકેલ શલહૂબ. 1953માં તેમણે ઇજિપ્તના ફિલ્મજગતમાં અભિનયનો પ્રારંભ કર્યો અને એ દેશના ટોચના ફિલ્મ-અભિનેતા બની રહ્યા. 1962માં ‘લૉરેન્સ ઑવ્ અરેબિયા’ ચિત્રમાંના તેમના અભિનયથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી. તેમનાં ઉત્તરાર્ધનાં ચિત્રોમાં ‘ડૉક્ટર ઝિવાગો’ (1965), ‘ફની ગર્લ’…

વધુ વાંચો >