શેમૅન્સ્કી નૉબર્ટ

January, 2006

શેમૅન્સ્કી નૉબર્ટ (. 30 મે 1924, ડેટ્રૉઇટ, મિશિગન, યુ.એસ.) : વેઇટલિફ્ટિંગના અમેરિકાના ખેલાડી. ઑલિમ્પિક રમતોત્સવમાં વેઇટલિફ્ટિંગમાં 4 ચંદ્રકો જીતનાર તેઓ એકમાત્ર વ્યક્તિ છે. 90 કિગ્રા.માં સુવર્ણચંદ્રક, 1952; 1948માં એ જ શ્રેણીમાં રૌપ્ય ચંદ્રક અને 1952માં કાંસ્યચંદ્રક, જ્યારે 1964માં હેવી વેઇટમાં પણ કાંસ્યચંદ્રક. 1947માં વિશ્વ-ચૅમ્પિયનશિપમાં તેઓ બીજા ક્રમે આવ્યા ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ નામના પામ્યા. તેઓ વિશ્વકક્ષાના 3 વિજયપદકના વિજેતા બન્યા અને હેવી વેઇટમાં 3 રજતચંદ્રકોના વિજેતા 1954માં બન્યા. 1949 અને 1965માં તેઓ એ.એ.યુ.ના 3 વિજયપદકના વિજેતા બન્યા; એ ઉપરાંત 1955ની પૅન અમેરિકન ગેમ્સ ખાતે હેવી વેઇટમાં તેઓ સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા.

મહેશ ચોકસી