મહેશ ચોકસી
બૂટ, જૅસી બૅરન ટ્રેન્ટ (સર)
બૂટ, જૅસી બૅરન ટ્રેન્ટ (સર) (જ. 1850; નૉટિંગહૅમ, ઇંગ્લૅન્ડ, અ. 1931) : અતિજાણીતા દવા-ઉત્પાદક. 13 વર્ષની વયે તેમને તેમના પિતાની ઔષધદ્રવ્યોની દુકાન વારસામાં મળી. ઉત્સાહ, ખંત અને ધીરજથી તેમણે પોતાના વ્યવસાયને વિકસાવવાનો સતત પુરુષાર્થ કર્યો. 1877માં તેમણે નૉટિંગહૅમમાં કેમિસ્ટ તરીકેની પોતાની સૌપ્રથમ દુકાન શરૂ કરી. 1892માં તેમણે મોટા પાયે દવા-ઉત્પાદન…
વધુ વાંચો >બૂથ, હ્યુબર્ટ સેસિલ
બૂથ, હ્યુબર્ટ સેસિલ (જ. 1871; અ. 1955) : બ્રિટનના નામી ઇજનેર. 1900માં તેમણે હવા શોષીને કાર્પેટ વગેરેમાંથી ધૂળ-કચરો સાફ કરવાની કામગીરીના સિદ્ધાંતનું નિદર્શન કરી બતાવ્યું. 1901માં તેમણે આવા વીજ-ચાલિત યંત્રની પેટન્ટ મેળવી લીધી અને તેને ‘વૅક્યુમ ક્લીનર’નું નામ આપ્યું. આ યંત્રને અશ્વચાલિત વૅગન પર રાખવામાં આવ્યું હતું. અને મકાનો, ઇમારતો…
વધુ વાંચો >બૂલ, માર્સલિન
બૂલ, માર્સલિન (જ. 1861, મૉન્ટ સૅલ્વી, ફ્રાન્સ; અ. 1942) : અશ્મીભૂત પ્રાણીઓની વિદ્યાના નિષ્ણાત (palaeontologist). તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો અધ્યાપક તરીકે. પછી મધ્ય ફ્રાન્સની પર્વતમાળાની ભૂસ્તર-રચના વિશે અભ્યાસ હાથ ધર્યો તેમજ માનવ–અવશેષો વિશે પણ સંશોધનકાર્ય કરવા માંડ્યું. તેમણે જ યુરોપના પ્રાચીન પાષાણયુગની એટલે કે નિયૅન્ડથૉર્લ કાળના હાડપિંજરનું સર્વપ્રથમ પુન:નિર્માણ કરી…
વધુ વાંચો >બૂલે, એટીન-લૂઈ
બૂલે, એટીન-લૂઈ (જ. 1728, પૅરિસ; અ. 1799) : પ્રસિદ્ધ ફ્રેન્ચ સ્થપતિ. 1762માં તે પૅરિસની એકૅડેમીમાં ચૂંટાયા. ત્યારપછી તે પ્રશિયન રાજવીના સ્થપતિનું માનભર્યું સ્થાન પામ્યા. ફ્રાન્સમાં નવ-પ્રશિષ્ટવાદની સ્થાપનામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. તદ્દન સાદી અને ભૌમિતિક પ્રકારની કલ્પનાપ્રચુર ડિઝાઇન માટે તે વિશેષ જાણીતા છે. દા.ત., ન્યૂટનની યાદમાં સર્જાયેલું વિશાળકાય ગોળાકાર…
વધુ વાંચો >બૂશે દુ-પૅર્ત
બૂશે દુ-પૅર્ત (જ. 1788, ફ્રાન્સ; અ. 1868) : ફ્રાન્સના પુરાતત્વવિજ્ઞાની. સૉમવૅલી ખાતેથી મુલિન ક્વિગ્નૉન નામના સ્થળેથી તેમણે લુપ્ત થયેલાં પ્રાણીઓનાં અસ્થિની સાથોસાથ ચકમકતી કુહાડીના અવશેષ શોધી કાઢ્યા હતા; તે પ્રમાણના આધારે તેમણે માનવજાતિનો ઉદભવ અતિપ્રાચીનકાળમાં થયો હોવાનું સમર્થન કરતાં તારણો રજૂ કર્યાં હતાં. શરૂઆતમાં તો તેમનાં આ મંતવ્યો સ્વીકારવા કોઈ…
વધુ વાંચો >બૂસી કૉલ્ટ, ડિયૉન
બૂસી કૉલ્ટ, ડિયૉન (જ. 1820; ડબ્લિન; અ. 1890) : નામી નાટ્યલેખક, અભિનેતા અને રંગભૂમિ-વ્યવસ્થાપક. રંગભૂમિક્ષેત્રે તે સર્વતોમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમણે પોતે લખેલાં અથવા રૂપાંતરિત કરેલાં નાટકોની સંખ્યા 130 જેટલી થાય છે અને તેમના સમયગાળા દરમિયાન તે સૌથી લોકપ્રિય નાટ્યકાર બની રહ્યા. તેમની મોટાભાગની નાટ્યરચનાઓ અત્યારે વીસરાઈ ચૂકી છે, પણ…
વધુ વાંચો >બેઇલી, ટ્રેવર
બેઇલી, ટ્રેવર (જ. 1923, વેસ્ટક્લિફ ઑવ્ સી, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના જાણીતા ક્રિકેટ-ખેલાડી, લેખક અને બ્રૉડકાસ્ટર. તેઓ ઑલરાઉન્ડર ક્રિકેટ-ખેલાડી હતા અને 61 ટેસ્ટ મૅચોમાં રમ્યા હતા, જેના પરિણામે તેમને બાર્નેકલ બેઇલી એટલે કે ખડક જેવા અડગ બૅઇલીનું લાડકું નામ મળ્યું. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 2,200 ઉપરાંત રન કર્યા હતા તેમજ 132…
વધુ વાંચો >બેક, ચાર્લ્સ ટિલસ્ટૉન
બેક, ચાર્લ્સ ટિલસ્ટૉન (જ. 1800, લંડન; અ. 1874) : ઇંગ્લૅન્ડના સાહસખેડુ સંશોધક અને બાઇબલના વિવેચક. પ્રાચીન ઇતિહાસ, તત્વજ્ઞાન તથા માનવવંશશાસ્ત્રના નિષ્ણાત અભ્યાસી. તેમણે ‘રિસર્ચિઝ ઇન પ્રિમીવલ હિસ્ટ્રી’ (1834) નામનું આધારભૂત લેખાતું પુસ્તક લખ્યું. 1840–43 દરમિયાન તેમણે ઍબિસિનિયાનો સંશોધનલક્ષી સાહસપ્રવાસ ખેડ્યો અને બ્લૂ નાઇલના વહેણમાર્ગનો અભ્યાસ કર્યો તથા 70,000 જેટલા ચોમી.…
વધુ વાંચો >બૅક, જ્યૉર્જ (સર)
બૅક, જ્યૉર્જ (સર) (જ. 1796, સ્ટૉકપૉર્ટ, ગ્રેટર માન્ચેસ્ટર, નૉર્થવેસ્ટ ઇંગ્લેન્ડ; અ. 1878) : ઉત્તર ધ્રુવપ્રદેશના સાહસખેડુ. 1818થી ’22 તથા 1825થી ’27 દરમિયાન તેમણે સર જૉન ફ્રૅન્ક્લિન સાથે ઉત્તર ધ્રુવની સાહસ-સંશોધનલક્ષી સફર ખેડી હતી. 1833થી ’35 દરમિયાન તે સાહસખેડુ સર જૉન રૉસની શોધમાં નીકળ્યા અને એ સાહસયાત્રામાં ‘આર્ટિલરી લેક’ની શોધ કરવા…
વધુ વાંચો >બેકન, ફ્રાન્સિસ ટૉમસ
બેકન, ફ્રાન્સિસ ટૉમસ (જ. 1904; અ. 1992) : બ્રિટનના નામાંકિત ઇજનેર તેમજ વ્યવહારોપયોગી ફ્યુઅલ સેલના ડિઝાઇન-આલેખક. તેમણે કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કર્યો હતો. 1925–40 દરમિયાન તેમણે સર ચાર્લ્સ પાર્સન માટે ઇજનેર તરીકે કામ કર્યું. સબમરીન માટે હાઇડ્રોજન-ઑક્સિજનના ફ્યુઅલ-સેલના ઉપયોગની તેમણે ભલામણ કરી. 1941–46 દરમિયાન તેઓ ‘ઍન્ટી-સબમરીન એસ્ટાબ્લિશમેન્ટ’ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે…
વધુ વાંચો >