બૂશે દુ-પૅર્ત (જ. 1788, ફ્રાન્સ; અ. 1868) : ફ્રાન્સના પુરાતત્વવિજ્ઞાની. સૉમવૅલી ખાતેથી મુલિન ક્વિગ્નૉન નામના સ્થળેથી તેમણે લુપ્ત થયેલાં પ્રાણીઓનાં અસ્થિની સાથોસાથ ચકમકતી કુહાડીના અવશેષ શોધી કાઢ્યા હતા; તે પ્રમાણના આધારે તેમણે માનવજાતિનો ઉદભવ અતિપ્રાચીનકાળમાં થયો હોવાનું સમર્થન કરતાં તારણો રજૂ કર્યાં હતાં. શરૂઆતમાં તો તેમનાં આ મંતવ્યો સ્વીકારવા કોઈ તૈયાર ન હતું, પરંતુ 20 વર્ષ પછી તેમનાં આ મંતવ્યોને વ્યાપક સમર્થન મળ્યું હતું.

મહેશ ચોકસી