બૂલ, માર્સલિન (જ. 1861, મૉન્ટ સૅલ્વી, ફ્રાન્સ; અ. 1942) : અશ્મીભૂત પ્રાણીઓની વિદ્યાના નિષ્ણાત (palaeontologist). તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો અધ્યાપક તરીકે. પછી મધ્ય ફ્રાન્સની પર્વતમાળાની ભૂસ્તર-રચના વિશે અભ્યાસ હાથ ધર્યો તેમજ માનવ–અવશેષો  વિશે પણ સંશોધનકાર્ય કરવા માંડ્યું. તેમણે જ યુરોપના પ્રાચીન પાષાણયુગની એટલે કે નિયૅન્ડથૉર્લ કાળના હાડપિંજરનું સર્વપ્રથમ પુન:નિર્માણ કરી બતાવ્યું.

મહેશ ચોકસી