બેઇલી, ટ્રેવર (જ. 1923, વેસ્ટક્લિફ ઑવ્ સી, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ) :  ઇંગ્લૅન્ડના જાણીતા ક્રિકેટ-ખેલાડી, લેખક અને બ્રૉડકાસ્ટર. તેઓ ઑલરાઉન્ડર ક્રિકેટ-ખેલાડી હતા અને 61 ટેસ્ટ મૅચોમાં રમ્યા હતા, જેના પરિણામે તેમને બાર્નેકલ બેઇલી એટલે કે ખડક જેવા અડગ બૅઇલીનું લાડકું નામ મળ્યું. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 2,200 ઉપરાંત રન કર્યા હતા તેમજ 132 ટેસ્ટ વિકેટ લીધી હતી. ઇસેક્સ માટે તેઓ 20 વર્ષ સુધી રમ્યા હતા. રમતમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે રેડિયો-સમીક્ષક તરીકે ખૂબ નામના મેળવી.

મહેશ ચોકસી