મહેશ ચોકસી

બાખ, કાર્લ ફિલિપ ઇમૅન્યુઅલ

બાખ, કાર્લ ફિલિપ ઇમૅન્યુઅલ (જ. 1714, વેઇમર, જર્મની; અ. 1788) : જર્મનીના નિષ્ણાત વાદક અને સંગીતરચનાકાર (કમ્પોઝર). તેઓ બર્લિન બાખ અથવા હૅમ્બર્ગ બૅચ તરીકે પણ લોકપ્રિય હતા. તેમણે લાઇપઝિગ ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યાં તેમના પિતા યહૂદીઓના પ્રાર્થનામંદિરના અગ્રગાયક હતા. 1740માં તેઓ ભાવિ ફ્રેડરિક બીજા માટેના સંગીતવૃંદમાં સિમ્બૅલિસ્ટ તરીકે નિયુક્ત…

વધુ વાંચો >

બાજી ઉઠલ મુરલી

બાજી ઉઠલ મુરલી (1977) : મૈથિલી કવિ ઉપેન્દ્ર ઠાકુર ‘મોહન’નો કાવ્યસંગ્રહ. તેમાં મૈથિલી સાહિત્યની ઊર્મિકવિતાની સુદીર્ઘ પરંપરાનું સાતત્ય જળવાય છે. ઉપેન્દ્ર ઠાકુરની ઊર્મિકવિતા શબ્દોનું માર્દવ, પ્રાસાનુપ્રાસ, તથા લયનું માધુર્ય ઉપરાંત ગર્ભિત અર્થસંકેત, પ્રૌઢ વિચારધારા તથા ધિંગો આશાવાદ જેવી લાક્ષણિકતાઓેને કારણે નોંધપાત્ર નીવડી છે. તેમની કવિતા બુદ્ધિ તેમજ લાગણી બંનેને સ્પર્શે…

વધુ વાંચો >

બાટા, ટૉમસ

બાટા, ટૉમસ (જ. 1876, ઝિન, ચેકોસ્લોવેકિયા; અ. 1932) : પગરખાંના જાણીતા ઉદ્યોગપતિ. પગરખાં બનાવવાનો તેમનો વ્યવસાય પ્રારંભમાં સાવ નાના પાયા પર નભતો હતો; પરંતુ તેઓ ખંત, ઉદ્યમ અને ચીવટથી વ્યવસાયને વળગી રહ્યા. આના પરિણામે લાંબે ગાળે 1928માં તેઓ યુરોપભરની સૌથી મોટી પગરખાં–ફૅક્ટરી ઊભી કરવામાં સફળ થયા; ત્યાં પગરખાંની 75,000 જોડીનું…

વધુ વાંચો >

બાપોદરા, વિઠ્ઠલદાસ વલ્લભદાસ

બાપોદરા, વિઠ્ઠલદાસ વલ્લભદાસ (જ. 8 ઑગસ્ટ 1924, પોરબંદર) : ગુજરાતના ખ્યાતનામ હવેલી-સંગીતકાર. હવેલી-સંગીતનો વારસો તેમને વંશપરંપરાગત રીતે મળ્યો છે. તેમના દાદા પરસોતમદાસ તથા પિતા વલ્લભદાસ બંને હવેલી-સંગીતના નિપુણ સંગીતકારો હતા. તેમણે સંગીતશિક્ષણ ભારતના પ્રખ્યાત હાર્મોનિયમ-વાદક સદગત ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજ પાસેથી અને હવેલી-સંગીતની તાલીમ તેમના પિતા વલ્લભદાસ પાસેથી ખૂબ જ નાની…

વધુ વાંચો >

બાબિઝમ

બાબિઝમ : શીરાઝ(ઈરાન)ના મીરઝા અલી મહંમદે સ્થાપેલ ધાર્મિક જૂથ. 1844માં તેમણે જાહેરાત કરી કે તેમની બાબ તરીકે દૈવી પસંદગી થઈ છે. આ પદવીનો અર્થ ‘જ્ઞાનનું દ્વાર’ એવો થતો હતો. મોટાભાગના લોકોના મનમાં એવી છાપ ઊભી થઈ કે શીરાઝના વતની મહંમદને પયગંબર મહંમદને થયેલા જ્ઞાન કરતાંય ચડિયાતું જ્ઞાન પ્રાપ્ત થયું છે…

વધુ વાંચો >

બામ્બૉચિયાન્તી

બામ્બૉચિયાન્તી : રોજિંદા જીવનપ્રસંગોને લગતી ચિત્રશૈલી. આ શબ્દનું પગેરું પીટર વાન લેર (આશરે 1595–1642) નામના ડચ ચિત્રકારને અપાયેલા ઉપનામમાં મળે છે. તેઓ 1625ની આસપાસ રોમમાં સ્થાયી થયા હતા અને શારીરિક ખોડખાંપણવાળા હોવાથી  ‘ઇલ બામ્બૉચિયો’ એટલે મૂર્ખ તરીકે તેઓ ઓળખાતા હતા. ‘બામ્બૉચિયાન્તી’ શબ્દ તેમનાં ચિત્રો માટે પ્રયોજાયો હતો. એ ચિત્રોમાં ખેડૂતો…

વધુ વાંચો >

બાયર્ડ, રિચાર્ડ એલ્વિન

બાયર્ડ, રિચાર્ડ એલ્વિન (જ. 1888, વિન્ચેસ્ટર, વર્જિનિયા, યુ.એસ.; અ. 1957) : વિમાનચાલક, સાહસખેડુ અને રેર – ઍડમિરલ. 9 મે 1926ના રોજ ઉત્તર ધ્રુવ પર જે સર્વપ્રથમ વિમાની ઉડ્ડયન થયું તેમાં દિશાસંચાલન તેમણે સંભાળ્યું હતું અને આવી કીમતી – કપરી કામગીરી બજાવવા બદલ તેમને ‘કાગ્રેશનલ મેડલ ઑવ્ ઑનર’ અપાયો હતો. તેમણે…

વધુ વાંચો >

બાયૉન્ડી, મૅથ્યુ

બાયૉન્ડી, મૅથ્યુ (જ. 1965, મૉરેગો, સી.એ.) : નામી તરવૈયા. 1986માં યોજાયેલી વિશ્વ-ચૅમ્પિયનશિપમાં તેઓ 3 સુવર્ણચંદ્રક સહિત કુલ 7 ચંદ્રકોના વિજેતા બન્યા અને નવો વિક્રમ સ્થાપ્યો. 1988માં યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં તેઓ 5 સુવર્ણચંદ્રક સહિત કુલ 7 ચંદ્રકોના વિજેતા બન્યા. 1988માં ઑસ્ટિન ખાતે યોજાયેલી 100 મી.ની ફ્રીસ્ટાઇલ તરણસ્પર્ધામાં તેમણે 48.24 સેકન્ડનો વિશ્વવિક્રમ…

વધુ વાંચો >

બારિક સૌરીન્દ્ર

બારિક, સૌરીન્દ્ર (જ. 1938, ઓરિસા) : ઊડિયા સાહિત્યકાર. તેમની ‘આકાશ પરિ નિબિડ’ નામની કૃતિને 1988ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી છે. ત્યારપછી તેઓ ભુવનેશ્વરની બી. જે. બી. કૉલેજમાં અંગ્રેજીના રીડર તરીકે જોડાયા. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સામાન્ય કથન’ 1975માં પ્રગટ થયો.…

વધુ વાંચો >

બાર્ટન, એડમંડ (સર)

બાર્ટન, એડમંડ (સર) (જ. 1849, સિડની; અ. 1920) : ઑસ્ટ્રેલિયાના રાજકારણી. તેઓ કાયદાના નિષ્ણાત તરીકે બહોળી નામના પામ્યા હતા. 1896થી તેઓ સમવાયતંત્રને લગતી ઝુંબેશના અગ્રણી રહ્યા હતા. કૉમનવેલ્થના બંધારણના કાયદાનો ખરડો ઘડનારી સમિતિના તેઓ પ્રમુખ સભ્ય હતા. 1900માં બ્રિટિશ સંસદ સમક્ષ રજૂઆત કરવા જનારા પ્રતિનિધિમંડળની આગેવાની તેમણે લીધી હતી. તેઓ…

વધુ વાંચો >