બાર્ટન, એડમંડ (સર) (જ. 1849, સિડની; અ. 1920) : ઑસ્ટ્રેલિયાના રાજકારણી. તેઓ કાયદાના નિષ્ણાત તરીકે બહોળી નામના પામ્યા હતા. 1896થી તેઓ સમવાયતંત્રને લગતી ઝુંબેશના અગ્રણી રહ્યા હતા.

કૉમનવેલ્થના બંધારણના કાયદાનો ખરડો ઘડનારી સમિતિના તેઓ પ્રમુખ સભ્ય હતા. 1900માં બ્રિટિશ સંસદ સમક્ષ રજૂઆત કરવા જનારા પ્રતિનિધિમંડળની આગેવાની તેમણે લીધી હતી. તેઓ ઑસ્ટ્રેલિયાના કૉમનવેલ્થના પ્રથમ વડાપ્રધાન બન્યા (1901–1903).

મહેશ ચોકસી