મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ

અલકમા બિન અબ્દહ અલ્ તમીમી

અલકમા બિન અબ્દહ અલ્ તમીમી (છઠ્ઠી સદી) : પ્રાચીન અરબી કવિ. તે અલકમા અલ્ફહલ(નરકેસરી)ના નામથી પ્રખ્યાત છે. કબીલા તમીમના સુપ્રસિદ્ધ કવિ ઇમ્રુઉલ કૈસ(મૃત્યુ ઈ. સ. 540)ના તેઓ મિત્ર હતા. છઠ્ઠી સદીના પ્રથમાર્ધમાં તેમણે કાવ્યરચના કરી કહેવાય છે. લખમી અને ગસ્સાની અરબો વચ્ચે થયેલી લડાઈઓ વિશે તેમની કવિતામાં વર્ણન છે. તેમના…

વધુ વાંચો >

અલ્-ફિહરિશ્ત

અલ્-ફિહરિશ્ત (ઈ. 988) : અરબી ભાષાનો પ્રથમ જ્ઞાનકોશ. તેનો કર્તા અલ નદીમ ઉર્ફે અબુલ ફરાજ બિન મુહમ્મદ બિન ઇસ્હાક. તેણે બગદાદમાં આ સુપ્રસિદ્ધ ગ્રંથ રચેલો. આ ગ્રંથના વિવિધ વિભાગોમાં વિભિન્ન ભાષાઓ, લિપિઓ, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ, કાવ્યશાસ્ત્ર અને કાવ્યો, તત્વજ્ઞાન, દંતકથાઓ-વાર્તાઓ, જાદુ-ચમત્કાર, કાયદાશાસ્ત્ર – એમ અનેક વિષયો ઉપરાંત મુસ્લિમોએ માન્ય કરેલા પવિત્ર…

વધુ વાંચો >

અસમઈ

અસમઈ (જ. 74૦, બસરા, ઇરાક; અ. 828, બસરા, ઇરાક) : અરબી ભાષાવિદ્, સાહિત્યકાર. તેમનું નામ અબ્દુલ મલિક બિન કુરૈબ હતું. પરંતુ ‘અલ્ અસમઈ’ના નામે તેઓ પ્રસિદ્ધ છે. તેઓ બસરાના વતની હતા. અરબીના શબ્દકોશ રચનારાઓમાં તે શ્રેષ્ઠ ગણાતા. તેમને અરબી ભાષા અને તેની બધી બોલીઓ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ હતું. ખલીફા હારૂન…

વધુ વાંચો >

અસાકિર, ઇબ્ન

અસાકિર, ઇબ્ન (જ. 13 સપ્ટેમ્બર 1105, દમાસ્કસ, સીરિયા; અ. 25 જાન્યુારી 1176, દમાસ્કસ, સીરિયા) : વિદ્વાન અરબ ઇતિહાસકાર. આખું નામ અલી બિન હસન, અટક અબુલ કાસિમ. ઇબ્ન અસાકિરના નામથી પ્રસિદ્ધ છે. તેમણે પયગંબરસાહેબનાં સુવચનો (હદીસ) એકઠાં કરેલાં હોવાથી ‘હાફિઝ ઇબ્ન અસાકિર’ કહેવાયા. સીરિયાના એક આધારભૂત (શાફિઈ) કાયદાશાસ્ત્રી તરીકે તેમની ગણના…

વધુ વાંચો >

અસીર, ઇબ્નુલ

અસીર, ઇબ્નુલ (જ. 12 મે 116૦, અલજઝીરા, અ. 1233, ઇરાક) : અરબી ઇતિહાસકાર. પૂરું નામ ઇરુદ્દીન અબુલ હસનઅલી ઇબ્નુલ અસીર. મવસલ અને બગદાદમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સીરિયાના પ્રવાસ પછી બાકીનું જીવન મવસલનાં ગામોમાં જ પસાર કરેલું. આરબ ઇતિહાસકારોમાં તેનું સ્થાન ઘણું ઊંચું છે. તેના ચાર ગ્રંથો સુપ્રસિદ્ધ છે :…

વધુ વાંચો >

અંતરા

અંતરા (જ. 525; અ. 615) : આરબ કવિ. નામ અંતરા. અટક અબૂ અલ્ મુગલ્લસ. તેની મા હબસી ગુલામ અને પિતા કબીલા અબસનો સરદાર શદ્દાદ હતો. અંતરા કાળા રંગનો હોવાથી કબીલાના લોકો અને તેનો પિતા તેને તુચ્છ ગણતા; પરંતુ ‘દાહિસ’ની લડાઈ(ઈ. સ. 568-608)માં તલવાર અને વીરતાનું પ્રદર્શન કરવાથી અને તેનાં શૌર્યપૂર્ણ…

વધુ વાંચો >

આલમગીરનામા

આલમગીરનામા : મુઘલ સમ્રાટ ઔરંગઝેબ(1658-1707)ના શાસનનાં પહેલા દસકાનો વિસ્તૃત ફારસી ઇતિહાસ. કર્તા મુનશી મુહંમદ કાઝિમ (અ. 1681). ઔરંગઝેબ સરકારી સ્તર પર ઇતિહાસ લખાવવાનો વિરોધી હોઈ તેના આદેશથી ‘આલમગીરનામા’નું લેખનકાર્ય દસ વર્ષ પછી આગળ ચાલ્યું નહિ. આ દળદાર પુસ્તક એશિયાટિક સોસાયટી ઑવ્ બેંગાલ, કૉલકાતા દ્વારા ઈ. સ. 1865-73માં પ્રકાશિત થઈ ચૂક્યું…

વધુ વાંચો >

ઇબ્દન હૌકલ

ઇબ્દન હૌકલ (જ. ઈ. સ.ની દસમી સદીનો પૂર્વાર્ધ, નસીબિન, મેસોપોટેમિયા; અ. 977) : પ્રસિદ્ધ અરબી ભૂગોળવેત્તા અને પ્રવાસી. પૂરું નામ અબુલ-કાસિમ મુહંમદ ઇબ્ન હૌકલ. પિતાનું નામ અલી. તેની પ્રખ્યાત ઐતિહાસિક કૃતિ ‘કિતાબુલ્-મઆરિફ’ છે. તેની ભૂગોળવિદ્યા પ્રવાસ અને નિરીક્ષણ પર આધારિત હોવાથી તે એક ઉત્તમ ભૂગોળવેત્તા અને મહાન પ્રવાસી તરીકે ખ્યાતિ…

વધુ વાંચો >

ઇબ્ન ખલ્દૂન

ઇબ્ન ખલ્દૂન (જ. 27 મે 1332, ટ્યૂનિસ; અ. 16 માર્ચ 1406, કેરો) : વિખ્યાત અરબી ઇતિહાસકાર. સ્પેનના આરબ કુટુંબના આ નબીરાનું મૂળ નામ અબ્દુર્રહમાન બિન મુહમ્મદ હતું. પ્રારંભમાં કુરાન કંઠસ્થ કરી લીધું અને તે પછી પિતા તેમજ ટ્યૂનિસના વિદ્વાનો પાસે વ્યાકરણ, ધર્મસ્મૃતિ, હદીસ, તર્ક, તત્વદર્શન, વિધાન, કોશકાર્ય વગેરેમાં શિક્ષણ પ્રાપ્ત…

વધુ વાંચો >

ઇબ્ન તૈમિય્યા

ઇબ્ન તૈમિય્યા (જ. 22 જાન્યુઆરી 1263, હરૉન; અ. 26 સપ્ટેમ્બર 1328, દમાસ્કસ) : ઇસ્લામ ધર્મના સુન્ની હંબલી પંથના વિદ્વાન. મૂળ નામ તકીઉદ્દીન અહમદ. પિતાનું નામ અબ્દુલ હલીમ. મોગલોના આગમન પહેલાં 1269માં ગામ છોડી દમાસ્કસ જવું પડ્યું. ત્યાં સુક્રિયા મદરેસામાં અભ્યાસ કર્યો અને ત્યાં જ 1284થી શિક્ષણકાર્ય શરૂ કર્યું. હજયાત્રા કર્યા…

વધુ વાંચો >