મન્વિતા બારાડી
કૉર્નિસ
કૉર્નિસ : છતની દીવાલ કે નેવાંના છજા પર રક્ષણાર્થે અથવા ફક્ત શોભા માટે ચણવામાં આવતી આગળ પડતી કાંગરી. આ શબ્દ સ્થાપત્યના કોઈ પણ ભાગ પર બાંધવામાં આવેલા આગળ પડતા ઘટક માટે પણ વપરાય છે. મન્વિતા બારાડી
વધુ વાંચો >કૉર્બેલ
કૉર્બેલ : વજનદાર વસ્તુને આધાર આપવા માટે ભીંતમાં બેસાડેલી પથ્થર અથવા લાકડાની આગળ પડતી ઘોડી. એનું છુટ્ટા અથવા સળંગ પથ્થરોથી ચણતર થાય છે. (જુઓ : આકૃતિ) મધ્યકાલીન કૉર્નિસોમાં ઘણી વખત પાંદડાં, પશુઓ, મનુષ્યોના મુખવાળા સુશોભિત કૉર્બેલ જોવા મળે છે. ઇંગ્લિશ ગૉથિક અને પુનરુત્થાન યુગના સ્થાપત્યમાં પણ આવું સુશોભન મળી આવે…
વધુ વાંચો >ક્રાઉન પોસ્ટ
ક્રાઉન પોસ્ટ : બે બાજુએ ઢળતા છાપરા માટેના ત્રિકોણ આકારે આધાર ઊભા કરીને બનાવેલા લાકડાના ‘ટ્રસ’માં નીચેના ‘ટાઇબીમ’થી ત્રિકોણના કર્ણના મધ્યમાં ‘સ્ટ્રટ’ અથવા ‘બ્રેસ’ દ્વારા પહોંચતો સ્તંભ. તે કિંગ પોસ્ટની જેમ મોભટોચને અડતો નથી. મન્વિતા બારાડી
વધુ વાંચો >ક્રાઉન હૉલ આઈ. આઈ. ટી.
ક્રાઉન હૉલ, આઈ. આઈ. ટી. : શિકાગો[ઇલિનૉઇસ]માં સ્થપતિ લુદવિક મિઝ વાન ડર રોહે બાંધેલી સ્થાપત્યશાળા. આધુનિક સ્થાપત્યના વિકાસની ર્દષ્ટિએ ક્રાઉન હૉલ નમૂનેદાર ઉદાહરણ ગણાય છે. સ્થાપત્ય માટેની શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસને અનુરૂપ મુક્ત વાતાવરણ માટે આ મકાનનું વિશાળ માળખું ઊભું કરાયેલ, જેમાં જગ્યા અવિભાજિત છે. તેનું આંતરિક આયોજન જરૂર પ્રમાણે બદલી…
વધુ વાંચો >ગાઉધી, આન્તોન્યો
ગાઉધી, આન્તોન્યો (જ. 26 જૂન, 1852, રેઉસ, સ્પેન; અ. 7 જૂન, 1926, બાર્સેલોના, સ્પેન) : સ્થપતિ, શિલ્પી અને માટીકામના કલાકાર. મૂળ નામ આન્તોન્યો ગાઉધી ઇ કોર્નેત. બાર્સેલોનાની સ્થાપત્યસંસ્થામાં અભ્યાસ. મુખ્યત્વે તરંગી કલ્પનાશીલતા પ્રયોજીને સ્થાપત્યકલામાં અનેક પ્રયોગો કરીને અવકાશી મોકળાશ (spacial) અને અંગસંયોજન માટે એ જાણીતા છે. સ્થાપત્યવિધાનમાં એમનું મહત્વનું પ્રદાન…
વધુ વાંચો >ગૅબલ
ગૅબલ : મોભથી નેવાં સુધી ત્રિકોણ આકારે બે બાજુ ઢળતા છાપરાનો વચ્ચેનો ભાગ; તેને કાતરિયું, કરૈયું કે કરાયું પણ કહે છે. આદિકાળથી મકાનના બાંધકામનો એ એવો અગત્યનો ભાગ છે જે સર્વ પ્રકારની સ્થાપત્યશૈલીમાં વપરાયો છે. પણ રહેણાકનાં મકાનોમાં એનો વિશેષ ઉપયોગ થયો છે. અતિવૃષ્ટિવાળા વિસ્તારોમાં આ ભાગ સ્વાભાવિક રીતે જ…
વધુ વાંચો >ગોખલા
ગોખલા : બારણાં કે બારીની બંને બાજુએ નાના કદનાં અને દીવાલમાં દીવો, વસ્તુઓ વગેરે રાખવા માટે ખોદેલી કે ચણતરમાં ખાલી રાખેલી ચોરસ કે અર્ધગોળાકાર જગ્યા. ક્યારેક એને બારણાથી બંધ કરવામાં આવે, જેથી એ નાનું કબાટ બની રહે. પરંપરાગત શૈલીમાં એની આજુબાજુ કોતરણી કે સુશોભનથી ઘરની શોભા વધારાય છે. મન્વિતા બારાડી
વધુ વાંચો >ગૉથિક સ્થાપત્ય
ગૉથિક સ્થાપત્ય : પશ્ચિમ યુરોપમાં મધ્યકાલના ઉત્તર ભાગમાં રોમનસ્ક અને બાઇઝેન્ટાઇન કલાસ્વરૂપોમાંથી ઉદભવેલ સ્થાપત્યશૈલી. તે સોળમી સદીમાં પુનર્જાગૃતિકાળ સાથે સમાપ્ત થઈ. અનેક ઉત્તમ દેવળોનું બાંધકામ આ શૈલીમાં થયું છે. તેમાં ઉપરના ભાગ સીધી ધારવાળી કમાન સાથે ખૂબ ઊંચા બાંધેલા હોય, એ એની વિશિષ્ટતા હતી. મોટા વજનદાર પથ્થરો અને સ્તંભો વગેરેથી…
વધુ વાંચો >ગોપુરમ્
ગોપુરમ્ : નગરદ્વાર કે મંદિરનું પ્રવેશદ્વાર. ‘પુર’ના પ્રવેશદ્વાર તરીકે રામાયણમાં ‘ગોપુરમ્’ શબ્દ પ્રયોજાયો છે. જે દ્વારેથી ગાયો ચરવા નીકળતી હોય તેને આર્યો પોતાની વસાહતમાં ગોપુરમ્ તરીકે ઓળખાવતા હોવા જોઈએ. સમય જતાં ગ્રામ અને નગરોનાં નિશ્ચિત પ્રવેશદ્વારોનું એવું નામાભિધાન થવા માંડ્યું હશે, પણ પછી દક્ષિણ ભારતનાં મંદિરોનાં પ્રવેશદ્વારો એ રીતે ઓળખાવા…
વધુ વાંચો >ગોપુરમ્ – મદુરાઈ
ગોપુરમ્ – મદુરાઈ : તમિલનાડુના વૈગઈ નદીના જમણા કાંઠા પર વસેલા સાંસ્કૃતિક નગર મદુરાઈના મીનાક્ષી સુંદરેશ્વરનાં જોડિયાં મંદિરનાં દ્વાર. સુંદરેશ્વર એટલે શિવ અને મીનાક્ષી એ તેમની અર્ધાંગિની. આ બંનેનાં મંદિરો અહીં સાથે બંધાયેલાં છે. જૂના મદુરાઈ શહેરની મધ્યમાં આ મંદિરો આવેલાં છે. પાંડ્ય રાજાએ તેમના શાસનકાળ દરમિયાન બંધાવેલી મૂળ વસ્તુ…
વધુ વાંચો >