ગોખલા : બારણાં કે બારીની બંને બાજુએ નાના કદનાં અને દીવાલમાં દીવો, વસ્તુઓ વગેરે રાખવા માટે ખોદેલી કે ચણતરમાં ખાલી રાખેલી ચોરસ કે અર્ધગોળાકાર જગ્યા. ક્યારેક એને બારણાથી બંધ કરવામાં આવે, જેથી એ નાનું કબાટ બની રહે. પરંપરાગત શૈલીમાં એની આજુબાજુ કોતરણી કે સુશોભનથી ઘરની શોભા વધારાય છે.

મન્વિતા બારાડી