મધુસૂદન પારેખ

મહેતા, ધનસુખલાલ કૃષ્ણલાલ

મહેતા, ધનસુખલાલ કૃષ્ણલાલ (જ. 20 ઑક્ટોબર 1890, વઢવાણ; અ. 29 ઑગસ્ટ 1974) : હાસ્યકાર, ટૂંકી વાર્તાના લેખક, નાટ્યકાર અને વિવેચક. એમનું વતન સૂરત બની રહ્યું. સૂરત શહેરની મોજીલી પ્રકૃતિના રંગ એમની અનેક કૃતિઓમાં વરતાય છે. નબળું શરીર અને નાદુરસ્ત તબિયતના કારણે માંડ એ જમાનાની મૅટ્રિક્યુલેશન પરીક્ષા તેઓ પસાર કરી શક્યા.…

વધુ વાંચો >

મહેતા, રણજિતરામ વાવાભાઈ

મહેતા, રણજિતરામ વાવાભાઈ (જ. 25 ઑક્ટોબર 1881, સૂરત; અ. 5 મે 1917, મુંબઈ) : ગુજરાતની અસ્મિતાના ઉદગાતા, સાહિત્યકાર. શિક્ષણ અમદાવાદમાં. ગુજરાત કૉલેજમાંથી બી. એ. થયા. ત્યાં થોડો સમય ફેલો રહ્યા. ઉમરેઠમાં હાઈસ્કૂલના આચાર્ય. શૈક્ષણિક કારકિર્દીના આરંભકાળથી જ ગુજરાતી સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ, લોકસાહિત્ય આદિમાં જીવંત રસ હતો. ઇતિહાસમાં તેઓ નિપુણ હતા.…

વધુ વાંચો >

મહેતા, સત્યેન્દ્ર સાંકળેશ્વર

મહેતા, સત્યેન્દ્ર સાંકળેશ્વર (જ. 1892, અમદાવાદ) : નવલકથાકાર. મૂળ બારેજાના વતની. માતા રેવાબાઈ, પિતા સાંકળેશ્વર. ગુજરાતીનો અભ્યાસ પૂરો કરી તેઓ અંગ્રેજી શાળામાં જોડાયા પણ છઠ્ઠા ધોરણથી આગળ વધી શક્યા નહિ. શિક્ષણ ભલે થોડું, પણ એક સર્જક તરીકે તેમની શક્તિ યુવાકાળમાં જ પ્રગટ થવા માંડી હતી. એમને નવલકથાનું ક્ષેત્ર વિશેષપણે અનુકૂળ…

વધુ વાંચો >

રણજિતરામ સુવર્ણચંદ્રક

રણજિતરામ સુવર્ણચંદ્રક : ગુજરાતમાં સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારને ગુજરાત સાહિત્ય સભા તરફથી અપાતો ચંદ્રક. ગુજરાતની અસ્મિતા પ્રકાશિત થાય તે માટે જીવન સમર્પિત કરનારા રણજિતરામ વાવાભાઈ મહેતા (ઈ. સ. 1881–1917) એમના ટૂંકા જીવનકાળ દરમિયાન ગુજરાતી સાહિત્ય માટે, ગુજરાતના ઇતિહાસની રચના માટે, લોકગીતોના સંપાદન માટે – એમ અનેક ધ્યેય…

વધુ વાંચો >

રાણીના, નાનાભાઈ રુસ્તમજી

રાણીના, નાનાભાઈ રુસ્તમજી (જ. 1832; અ. 1900) : ગુજરાતી સાહિત્યક્ષેત્રે પારસી નાટ્યકાર, પત્રકાર અને કોશકાર. ઉપનામ ‘હયરાની’. તેમની કર્મભૂમિ મુંબઈમાં. તેઓ મુખ્યત્વે નાટ્યકાર, છતાં સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં તેમણે સ્મરણીય સેવાઓ આપી છે. એમની આરંભની કારકિર્દી પત્રકારની હતી. મુંબઈમાં ઈ. સ. 1848માં ‘જ્ઞાનપ્રસારક મંડળી’ સ્થપાઈ હતી. એના મુખપત્રરૂપ ‘જ્ઞાનપ્રસારક’માં તેમણે વર્ષો…

વધુ વાંચો >

શાહ, ચુનીલાલ વર્ધમાન

શાહ, ચુનીલાલ વર્ધમાન (જ. 2 મે 1887, વઢવાણ, સૌરાષ્ટ્ર; અ. 12 મે 1966, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, પત્રકાર વાર્તાકાર અને વિવેચક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1903માં મૅટ્રિક થયા બાદ કર્મભૂમિ તરીકે અમદાવાદ પસંદ કર્યું. તેમણે ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રોનું સંપાદનકાર્ય કરેલું. એના સંપાદકીય અનુભવોના આધારે 1919માં ‘ગુજરાત સમાચાર’ તરફથી…

વધુ વાંચો >

શુક્લ, યશવંત પ્રાણશંકર

શુક્લ, યશવંત પ્રાણશંકર (જ. 8 એપ્રિલ 1915, ઉમરેઠ, જિ. ખેડા; અ. 23 ઑક્ટોબર 1999, અમદાવાદ) : વિવેચક, પત્રકાર, અનુવાદક. એમનું પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં થયું. વધુ અભ્યાસ માટે તેમણે ઉમરેઠ છોડ્યું અને અમદાવાદમાં હૉસ્ટેલમાં રહીને ન્યૂ હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. ઈ. સ. 1932માં ન્યૂ હાઈસ્કૂલમાંથી તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. એ…

વધુ વાંચો >

શેઠ, કેશવલાલ હરગોવિંદદાસ

શેઠ, કેશવલાલ હરગોવિંદદાસ (જ. 20 નવેમ્બર 1888, ઉમરેઠ, જિ. ખેડા; અ. 1 નવેમ્બર 1947, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતી કવિ અને અનુવાદક. જ્ઞાતિએ ખડાયતા વણિક. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં. પછી અમદાવાદમાં સ્થાયી થયા. અંગ્રેજી, મરાઠી, હિંદી તથા અન્ય ભાષાઓનો અભ્યાસ ખાનગી રીતે ચાલુ રાખ્યો. આજીવિકા માટે સ્વતંત્ર માલિકીનું ખડાયતા મુદ્રણકલા મંદિર નામનું…

વધુ વાંચો >

શેઠના, રતનજી ફરામજી

શેઠના, રતનજી ફરામજી (જ. 1872, ભિવંડી, જિ. થાણા; અ. 1965) : ‘જ્ઞાનચક્ર’કાર, નાટ્યલેખક અને કવિ. તેમનો જન્મ પારસી કુટુંબમાં થયો હતો. એમના પિતા ફરામજી પૈસેટકે સંપન્ન હતા. વતન મહારાષ્ટ્રમાં હોવાથી રતનજીને પ્રારંભનું શિક્ષણ મરાઠીમાં મળવા ઉપરાંત ગુજરાતી ભાષા સાથે પણ તેમનો પરિચય થયો અને એ રીતે ગુજરાતી અને મરાઠી  બંનેનો…

વધુ વાંચો >

સ્કૉટ વૉલ્ટર (સર)

સ્કૉટ, વૉલ્ટર (સર) (જ. 15 ઑગસ્ટ 1771, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 21 સપ્ટેમ્બર 1832, એબૉટ્સફૉર્ડ, રૉક્સબર્ગ, સ્કૉટલૅન્ડ) : નવલકથાકાર, કવિ, ઇતિહાસકાર અને ચરિત્રલેખક. પિતા વકીલ હતા અને માતા ડૉક્ટરનાં દીકરી. બચપણથી જ એમને પિતૃપક્ષ તેમજ માતૃપક્ષ તરફથી સ્કૉટલૅન્ડના ઇતિહાસની શૌર્યસભર, રોમાંચક કથાઓ સાંભળવાનો લહાવો મળ્યો હતો અને એના ચિત્ત પર એ…

વધુ વાંચો >