મંદાકિની અરવિંદ શેવડે
ડાગર, નસીર મોઇનુદ્દીન
ડાગર, નસીર મોઇનુદ્દીન (જ. 24 જૂન 1922, અલ્વર; અ. 24 મે 1966, દિલ્હી) : ઉત્તર હિંદુસ્તાની સંગીતની ધ્રુપદ શૈલીના વિખ્યાત ગાયક. વર્તમાનકાળમાં ધ્રુપદ ગાયકીનો પુનરુદ્ધાર કરવામાં અને તે પ્રતિ જનતાનું ધ્યાન દોરવામાં ડાગરબંધુનો પ્રયત્ન પ્રશંસનીય રહ્યો છે. ઉસ્તાદ નસીર મોઇનુદ્દીન અને નસીર અમીનુદ્દીન ‘ડાગરબંધુ’ના નામથી સંગીતજગતમાં વિખ્યાત છે. એમની વંશપરંપરા…
વધુ વાંચો >તાનસેન
તાનસેન (જ. 1532, બેહટ, ગ્વાલિયર; અ. 1585, દિલ્હી) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે ચિરકાલીન ખ્યાતિ ધરાવતા ગાયક કલાકાર તથા સર્જક. પિતાનું નામ મકરંદ કે મુકુન્દરામ પાંડે. તેમનાં સંતાનોમાં તાનસેન એકમાત્ર જીવિત સંતાન. તેઓ સંગીતમાં રસ લેતા અને હરિકીર્તન કરતા. તેઓ ગ્વાલિયરના મહારાજા રામનિરંજનના દરબારી હતા. તાનસેનનું મૂળ નામ રામતનુ…
વધુ વાંચો >પટવર્ધન, વિનાયકરાવ
પટવર્ધન, વિનાયકરાવ (જ. 22 જુલાઈ 1898, મીરજ; અ. 23 ઑગસ્ટ 1975, પુણે) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. પં. વિષ્ણુ દિગંબર પળુસકરના અગ્રણી શિષ્યોમાં આદરથી તેમનું નામ લેવાય છે. સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમણે સાત વર્ષની ઉંમરથી કાકા કેશવરાવ પટવર્ધન પાસે લીધું. થોડા સમય પછી 1907માં તેઓ પં. વિષ્ણુ દિગંબરના…
વધુ વાંચો >પલુસ્કર, દત્તાત્રેય વિષ્ણુ
પલુસ્કર, દત્તાત્રેય વિષ્ણુ (જ. 18 મે 1921, કુરૂન્દવાડ; અ. 26 ઑક્ટોબર 1955, મુંબઈ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અદ્વિતીય ગાયક. ગાયનાચાર્ય પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરનાં બાર સંતાનોમાંના એકમાત્ર પુત્ર અને છેલ્લું સંતાન હતા. 10 વર્ષની ઉંમર સુધી તેઓ નાસિકમાં રહ્યા. દત્તાત્રેયને સામે બેસાડીને પિતા સંગીતની નાનીમોટી ચીજો તેમને શિખવાડતા હતા. 1931માં…
વધુ વાંચો >પલુસ્કર, વિષ્ણુ દિગંબર
પલુસ્કર, વિષ્ણુ દિગંબર (જ. 18 ઑગસ્ટ 1872, બેળગાંવ; અ. 21 ઑગસ્ટ 1931) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. તેમણે પોતાનું સમગ્ર જીવન સંગીતના પ્રચારમાં અર્પણ કર્યું હતું. પિતાનું નામ દિગંબર ગોપાલ અને માતાનું નામ ગંગાદેવી. પિતા સારા કીર્તનકાર હતા. નાનપણમાં દીપાવલીમાં ફટાકડાથી વિષ્ણુની આંખો પર અસર થઈ અને ઝાંખું…
વધુ વાંચો >પૂર્વી
પૂર્વી : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-પદ્ધતિનો એક થાટ. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ જે દસ થાટની રચના કરી છે તેમાં તેનો સમાવેશ થાય છે. પૂર્વી થાટમાં ત્રણ સ્વર વિકૃત (રે – ધ અને મધ્યમ) આવે છે. રિષભ અને ધૈવત કોમલ (રે – ધ કોમળ) અને શુદ્ધ અને તીવ્ર – બંને મધ્યમનો…
વધુ વાંચો >ફિદાહુસેનખાં
ફિદાહુસેનખાં (જ. 1883, રામપુર; અ. 1948, બદાયૂં) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક. સંગીતની પ્રારંભિક તાલીમ પિતા હૈદરખાં પાસેથી અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ ઇનાયતહુસેનખાં તથા મુહમ્મદહુસેનખાં જેવા અગ્રણી સંગીતકારો પાસેથી પ્રાપ્ત કર્યું. તેમનો મૂળ અવાજ કંઠ્યસંગીત માટે અનુકૂળ ન હોવાથી શરૂઆતમાં કોઈ પણ સંગીતકાર તેમને કંઠ્યસંગીત શીખવવા રાજી ન…
વધુ વાંચો >ફૈય્યાજખાં
ફૈય્યાજખાં (જ. 1886, સિકંદરા; અ. 5 નવેમ્બર 1950, વડોદરા) : આગ્રા ઘરાનાના મશહૂર અને અગ્રણી રચનાકાર. પિતાનું નામ સફદરહુસેન. તેમના જન્મ પહેલાં જ પિતાનું મૃત્યુ થવાથી ફૈય્યાજખાંનું પાલનપોષણ તેમના નાના ગુલામ અબ્બાસે કર્યું હતું. નાનાજીએ જ તેમને સંગીતશિક્ષણ આપ્યું. નાનપણથી જ ફૈય્યાજખાં પાસે ઘણી બંદિશોનો સંગ્રહ થયો હતો. કિશોરાવસ્થાથી જ…
વધુ વાંચો >બખલે, ભાસ્કર બુવા
બખલે, ભાસ્કર બુવા (જ. 17 ઑક્ટોબર 1869, કઠોર, જિ. વડોદરા; અ. 8 એપ્રિલ 1922, પુણે) : ઉત્તર હિંદુસ્તાની સંગીતની એક આગવી શૈલીના ગાયક. નાનપણમાં સંસ્કૃત શીખવાના ઇરાદાથી તેઓ વડોદરા ગયા અને ત્યાંની રાજારામ શાસ્ત્રીની સંસ્કૃત પાઠશાળામાં દાખલ પણ થયા. પરંતુ સંગીત પ્રત્યે અધિક રુચિ હોવાથી તેઓ કીર્તનકાર વિષ્ણુ બુવા પિંગળે…
વધુ વાંચો >બડે ગુલામઅલીખાં
બડે ગુલામઅલીખાં (જ. 1902, લાહોર; અ. 23 એપ્રિલ 1968, હૈદરાબાદ) : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ પતિયાલા ઘરાનાના મશહૂર ગાયક. પિતાનું નામ અલીબક્ષ. તેમની પરંપરા પતિયાલા ઘરાનાના સંગીતજ્ઞોની હતી. શરૂઆતમાં પાંચ વર્ષની વયથી બડે ગુલામ અલીખાંએ પોતાના કાકા કાલેખાં પાસેથી સંગીતની તાલીમ લીધી. પછી પોતાના પિતા પાસે શીખવા લાગ્યા.…
વધુ વાંચો >