ભોળાભાઈ પટેલ
ટાગોર, રવીન્દ્રનાથ
ટાગોર, રવીન્દ્રનાથ (જ. 7 મે 1861, કૉલકાતા; અ. 7 ઑગસ્ટ 1941, કૉલકાતા) આધુનિક ભારતના સર્વશ્રેષ્ઠ બંગાળી કવિ. 1913માં ‘ગીતાંજલિ’ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરી, વિશ્વકવિ તરીકે પ્રતિષ્ઠિત. વિખ્યાત ચિત્રકાર અને ‘રવીન્દ્રસંગીત’ના પ્રવર્તક. પ્રકૃતિની સંનિધિમાં શાંતિનિકેતનમાં શિક્ષણ આપવાનો પ્રયોગ કરનાર વિશિષ્ટ કેળવણીકાર. ભારતને રાષ્ટ્રગીત આપનાર મહાન દેશભક્ત. મૂળ અટક ઠાકુર.…
વધુ વાંચો >પ્રગતિવાદ
પ્રગતિવાદ : સમાજ અને સાહિત્યની પ્રગતિશીલતા સાથે સંકળાયેલો એક વિચારમૂલક અભિગમ. ‘પ્રગતિ’ શબ્દનો અર્થ છે – આગળ ચાલવું, વિકાસ કરવો. પરંતુ એક વાદ તરીકે પ્રગતિવાદ માર્ક્સવાદી વિચારધારાનું સાહિત્ય કે કલામાં પ્રતિફલન છે. ‘પ્રોગ્રેસિવિઝમ’ એવી સંજ્ઞા પશ્ચિમી સાહિત્ય-સંદર્ભમાં રચાયેલી મળતી નથી, પણ ‘પ્રોગ્રેસિવ લિટરેચર’ એવી સાહિત્ય અંગેના એક વિશિષ્ટ વલણને નિર્દેશતી…
વધુ વાંચો >પ્રયોગવાદ
પ્રયોગવાદ : સ્થગિતતા સામેની પ્રતિક્રિયા રૂપે આવિષ્કાર પામેલો સાહિત્યિક અભિગમ. ‘પ્રયોગ’ સંજ્ઞા અહીં વિજ્ઞાનક્ષેત્રમાં જે અર્થમાં વપરાય છે એ અર્થમાં નથી વપરાયેલી, પણ જે કાંઈ સ્થગિત છે, જે કાંઈ સ્થિર છે, એનાથી છૂટા પડવા માટે અને ગતિશીલતાને સૂચવવા માટે વપરાયેલી છે. કોઈ પણ સાહિત્યનો ઇતિહાસ દર્શાવે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં…
વધુ વાંચો >ફુકન, નીલમણિ
ફુકન, નીલમણિ (જ. 1933) : આધુનિક અસમિયા કવિતાના અગ્રણી કવિ. ઉચ્ચશિક્ષણ કૉટન કૉલેજ, ગુવાહાટી. ગુવાહાટીની એક કૉલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યું છે. નીલમણિ ફુકન ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય આદિ વિવિધ લલિત કળાઓના મર્મજ્ઞ સમીક્ષક પણ છે; પરંતુ મુખ્યત્વે તો કવિ જ છે. તેમના પ્રકટ થયેલા કાવ્યસંગ્રહો છે : ‘સૂર્ય હેનો…
વધુ વાંચો >બરગીત
બરગીત : એક પ્રકારનાં અસમિયા ભક્તિગીતો. મહાપુરુષ શંકરદેવે (1449–1569) આસામની વૈષ્ણવ પરંપરામાં જે ભક્તિગીતોનું પ્રવર્તન કર્યું તે બરગીત – અર્થાત્ મહત્ ગીત (બર = વર = શ્રેષ્ઠ) તરીકે પ્રસિદ્ધ છે. એક રીતે ગુજરાતના ભજન જેવું તેનું સ્વરૂપ, પણ બરગીતની પુષ્ટિમાર્ગીય હવેલીસંગીતની જેમ સંગીતરચનાની પોતાની એક વિશિષ્ટ પ્રણાલી પણ છે. દરેક…
વધુ વાંચો >બરદલૈ, નિર્મલપ્રભા
બરદલૈ, નિર્મલપ્રભા (જ. 1933) : પ્રસિદ્ધ અસમિયા કવયિત્રી, સમીક્ષક, ગીતકાર, નાટ્યકાર, બાલસાહિત્યનાં લેખિકા તથા લોકસાહિત્યવિદ. સુસંસ્કૃત અને સુશિક્ષિત પરિવારમાં જન્મેલાં નિર્મલપ્રભાના જીવનની વિચિત્રતા એ છે કે એમને બાળલગ્નની રૂઢિનો ભોગ બનવું પડેલું. 13 વર્ષની વયે પ્રાપ્ત અવાંછિત માતૃત્વે જીવનના આરંભને દુ:સ્વપ્નમાં ફેરવી નાખ્યું હતું. પણ પછી પિતાની જ પ્રેરણાથી તેમણે…
વધુ વાંચો >બરુવા, અજિત
બરુવા, અજિત (જ. 1928) : અસમિયા કવિ. કૉટન કૉલેજ ગુવાહાટીમાંથી અંગ્રેજી ઑનર્સ સાથે બી.એ. થઈ કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. પરીક્ષા 1947માં પસાર કરી. એ પછી થોડો સમય કૉટન કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે કામ કરી આસામ સરકારની સિવિલ સર્વિસમાં 1952થી જોડાયા. પૅરિસમાં બે વર્ષ વહીવટ વિશેનું પ્રશિક્ષણ લીધા પછી સરકારમાં જુદા જુદા ઉચ્ચ…
વધુ વાંચો >બલરામદાસ
બલરામદાસ (જ. 1470ના અરસામાં) : ઊડિયા ભાષાના પ્રસિદ્ધ ભક્તકવિ. સમગ્ર ભારતવર્ષમાં જ્યારે પંદરમી-સોળમી સદીમાં ભક્તિનો પ્રચંડ જુવાળ આવ્યો હતો ત્યારે ઓરિસામાં પણ ઉત્તમ ભક્ત કવિઓ પેદા થયા, જેમણે પરંપરાગત જાતિભેદનો વિરોધ કર્યો. બ્રાહ્મણોના અને એ સાથે સંસ્કૃતના આધિપત્યને અવગણી પોતાને નમ્રતાથી ‘શૂદ્ર’ કહી ‘દાસ’ (સેવક) અટકથી પોતાની સ્થાનિક ભાષામાં લખ્યું.…
વધુ વાંચો >ભારતેર શક્તિસાધના ઓ શાક્ત સાહિત્ય
ભારતેર શક્તિસાધના ઓ શાક્ત સાહિત્ય : બંગાળી વિદ્વાન ડૉ. શશિભૂષણ દાસગુપ્ત રચિત ભારતમાં શક્તિવાદનો ઉદભવ, વિકાસ તેમજ તેને અનુષંગે રચાયેલ શાક્ત સાહિત્ય વિશેનો અધ્યયનગ્રંથ. માતૃપૂજાનું પ્રચલન જગતમાં અનેક સ્થળે અનેક રૂપમાં જુદા જુદા સમયે જોવા મળે છે, પણ ભારતમાં એ પૂજામાંથી ઉદભવ પામેલ શક્તિવાદ અને શાક્ત સંપ્રદાય અન્યત્ર નથી. ખરેખર…
વધુ વાંચો >મનસામંગલ
મનસામંગલ : મધ્યકાલીન બંગાળી સાહિત્યમાં પ્રચલિત મંગલકાવ્યનો એક આખ્યાનપ્રકાર. ત્યાં વૈષ્ણવ કાવ્યની સુદીર્ઘ પરંપરા સાથે મંગલકાવ્યોની પણ સમૃદ્ધ પરંપરા સમાંતરે રહી છે. આ મંગલકાવ્યોમાં મનસામંગલ, ચંડીમંગલ, ધર્મમંગલ એમ વિવિધ રીતે આખ્યાનો લખાયાં છે. ગુજરાતી આખ્યાનોની જેમ આ મંગલકાવ્યો આમ પ્રજામાં ઘણાં લોકપ્રિય હતાં અને ઠેર ઠેર ગવાતાં હતાં. મનસામંગલ કાવ્યો…
વધુ વાંચો >