ભૂસ્તરશાસ્ત્ર
અતિપ્રાચીન ખડકપ્રદેશ
અતિપ્રાચીન ખડકપ્રદેશ (shield or craton) : પૃથ્વીના પોપડાનો એક અત્યંત મહત્ત્વનો રચનાત્મક એકમ. આ માટે ‘અવિચલિત ખડકપ્રદેશ’ શબ્દપ્રયોગ પણ થાય છે. ભૂસંનતિમય (geosynclinal) પટ્ટાના સીમાન્ત ભાગો પર રહેલા જટિલ ગેડરચનાવાળા પર્વતોની અપેક્ષાએ પૃથ્વીના પોપડાનો, ક્યાંક ક્યાંક પાતળા જળકૃત ખડકસ્તરો સહિત, મુખ્યત્વે અગ્નિકૃત અને/અથવા વિકૃત ખડકશ્રેણીઓથી બનેલો, એવા પ્રકારનો ખંડીય ભૂભાગ,…
વધુ વાંચો >અતિવ્યાપ્તિ
અતિવ્યાપ્તિ (over-lap) : સંગતસ્તરશ્રેણી(conformable series)ના ઉપરના સ્તરો તે જ શ્રેણીના નીચેના સ્તરો કરતાં વધુ વિસ્તારમાં પથરાયેલા હોય તે પ્રકારની સંરચના. અતિવ્યાપ્તિ એવી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે, જેમાં અધોગમનની ક્રિયાની સાથે સાથે જ નિક્ષેપક્રિયા પણ થતી જતી હોય અને ક્રમશ: વધુ ને વધુ વિસ્તાર આવરી લેવાતો હોય. આ જ કારણે અતિવ્યાપ્તિ…
વધુ વાંચો >અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ
અધોગામી અને ઊર્ધ્વગામી સ્તંભ (stalactites and stalagmites) : ગુફામાં ભૂગર્ભજળ-નિક્ષેપને કારણે રચાતા, છત ઉપરથી નીચે અને તળિયાથી છત તરફ જતા સ્તંભો. અનુકૂળ ભૂસ્તરીય તેમજ અનુકૂળ આબોહવાના પ્રદેશોમાં ભૂગર્ભજળ નિક્ષેપક્રિયાના એક સક્રિય પરિબળ તરીકે કાર્ય કરતું રહે છે. આ પ્રકારે તૈયાર થતા નિક્ષેપો ખનિજપટ્ટા, ખનિજરેખા કે ખનિજપડ સ્વરૂપે ખડકોની તડોમાં કે…
વધુ વાંચો >અધોગામી ભૂગર્ભજળ
અધોગામી ભૂગર્ભજળ (vadose water) : ભૂગર્ભજળસપાટીથી અલગ પડતો અધોભૌમજળનો અંત:સ્રાવી વિસ્તાર (વાતન વિસ્તાર, zone of aeration). બીજો વિભાગ સંતૃપ્ત વિભાગ છે, જે ભૂગર્ભજળની સપાટીથી નીચે રહેલો છે. અધોગામી ભૂગર્ભજળવિસ્તારને જમીન-જળ, ગુરુત્વીય જળ તેમજ કેશિકાજળ જેવા ત્રણ પેટાવિભાગોમાં વહેંચવામાં આવે છે : જમીન-જળ (soil water) : ખડકોમાંનાં છિદ્રો અંશત: જળથી તો…
વધુ વાંચો >અધોભૌમ જળ
અધોભૌમ જળ (sub-surface water) : ભૂપૃષ્ઠ નીચેની કોઈ પણ ઊંડાઈના સ્તરે મળી આવતા, નરમ કે સખત ખડકોનાં પડોમાં, તડોમાં, ફાટોમાં, સાંધાઓમાં કે આંતરકણછિદ્રોમાં સંચિત થયેલું ભૂગર્ભજળ. વર્ષા, હિમવર્ષા, કરા વગેરે જેવા સપાટીજળસ્રોતોમાંથી થતો ભૂમિજન્ય સ્રાવ અધોભૌમ જળ સ્વરૂપે એકત્રિત થતો રહે છે. ભૂગર્ભજળસંચયનાં ઉત્પાદક પરિબળોમાં મુખ્યત્વે વર્ષા-હિમવર્ષા પ્રમાણ, ભૂપૃષ્ઠના ઢોળાવો,…
વધુ વાંચો >અધોવાંક અને ઊર્ધ્વવાંક
અધોવાંક અને ઊર્ધ્વવાંક (syncline and anticline) : મુખ્ય ગેડપ્રકારો. કુદરતી સ્થિતિમાં ગેડરચનાનાં વિવિધ સ્વરૂપો જોવા મળતાં હોય છે. કેટલીક ગેડરચનાઓ તદ્દન સરળ પ્રકારની તો કેટલીક ઓછીવત્તી ગૂંચવણભરી સ્થિતિ દર્શાવતી હોય છે. મોટા ભાગની ગેડરચનાઓ મુખ્યત્વે અધોવાંક અને ઊર્ધ્વવાંક જેવાં બે સ્વરૂપોમાં જોવા મળે છે. અધોવાંક : આ એવા પ્રકારની ગેડ…
વધુ વાંચો >અધોવાંકમાળા
અધોવાંકમાળા (synclinorium) : મોટા વિસ્તારને આવરી લેતી વિશાળ અધોવાંકમય રૂપરેખાવાળી જટિલ ગેડરચના (folds). અધોવાંકમાળાના બંને ભુજના સ્તરોમાં એક પછી એક અસંખ્ય ગેડ રચાયેલી હોય છે. એક જ વય અને વર્ગના સ્તરો આ વિસ્તાર પર પથરાયેલા હોય અને તેમાં અસંખ્ય નાની નાની કે નાનીમોટી ગેડ હોય તો તે આખીય સંરચનાને અધોવાંકમાળા…
વધુ વાંચો >અધ્યારોપિત જળપરિવાહ
અધ્યારોપિત જળપરિવાહ (superimposed drainage) : નવા ખડકો પરથી જૂના ખડકો પર વહેતો જળપરિવાહ. કેટલાક વિસ્તારોમાં જૂની વયના ખડકો નવી વયના ખડકોના આવરણથી ઢંકાઈ ગયેલા હોય છે. સ્થળદૃશ્યની આ પ્રકારની પરિસ્થિતિ હેઠળ થતી જળપરિવાહરચના (નદીપ્રવાહ) સપાટી પર રહેલા નવા ખડકો અનુસાર વહે છે. તે જળપરિવાહને નીચે રહેલા જૂના ખડકો સાથે કોઈ…
વધુ વાંચો >અનુવર્તી ઝરણાં અને જળપરિવાહ
અનુવર્તી ઝરણાં અને જળપરિવાહ (consequent streams and drainage) : ભૂમિના ઢાળને અનુસરીને વહેતાં ઝરણાં. કેટલાંક ઝરણાં (કે નદીઓ) જે વિસ્તારમાં થઈને વહે છે તે ત્યાંની ભૂમિસપાટીના ઊંચાણ-નીચાણને અનુસરે છે અને પોતાની જળપરિવાહ રચના તૈયાર કરે છે. આવાં ઝરણાંને અનુવર્તી ઝરણાં અને જળપરિવાહને અનુવર્તી જળપરિવાહ કહે છે. આ પ્રકારનાં ઝરણાં મૂળ…
વધુ વાંચો >અનુષંગી ખનિજો અને ખનિજવર્ગો
અનુષંગી ખનિજો અને ખનિજવર્ગો (accessory minerals and mineral families) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતા ત્રણ પૈકીનો એક ખનિજ વર્ગ અને તેમાં સમાવિષ્ટ ખનિજો. બાકીના બે પ્રકાર તે આવશ્યક અને પરિણામી. આવશ્યક અને અનુષંગી ખનિજો મૅગ્માજન્ય સ્ફટિકીકરણની પેદાશો હોઈ તેમને મૂળભૂત અથવા પ્રાથમિક ખનિજો તરીકે પણ ઓળખે છે. પરિણામી ખનિજો ક્વચિત્…
વધુ વાંચો >