ભૂગોળ

અંકારા

અંકારા : તુર્કીનું અને તેનાં મધ્યમાં સહેજ પશ્ચિમ તરફનું આવેલા અંકારા પ્રાન્તનું પાટનગર. ભૌ. સ્થાન : 390 56´ ઉ. અ. અને 320 52´ પૂ. રે. જેનો વિસ્તાર 24,521 ચોકિમી. જ્યારે વસ્તી : 5,66,00,000 (2૦20). પથ્થરયુગથી આ શહેરના  સ્થળે મનુષ્યનો વસવાટ હોવાના પુરાતત્ત્વીય પુરાવા મળ્યા છે. પ્રથમ  વિશ્વયુદ્ધ (1914-18) બાદ અંકારા…

વધુ વાંચો >

અંગુલ

અંગુલ : ઓડિસાના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન : 210. ૦૦’ ઉ. અ. અને 850 ૦૦’ પૂ. રે. આજુબાજુનો 6375 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુંદરગઢ અને કેન્દુઝાર, પૂર્વમાં ધેનકાનલ, દક્ષિણમાં ફુલબાની, પૂરી અને કટક તથા પશ્ચિમમાં બાલાંગીર, સંબલપુર અને…

વધુ વાંચો >

અંગોલા

અંગોલા : આ દેશ ધ રિપબ્લિક ઓફ અંગોલા તરીકે ઓળખાય છે. આફ્રિકાની નૈર્ઋત્યે દરિયાકિનારે આવેલો દેશ. કુલ વિસ્તાર 12,46,699 ચોકિમી. વસ્તી આશરે 3,18,00,૦૦૦ (2019), જે 1996 સુધીમાં આશરે 1,18,6૦,૦૦૦ થવાની શક્યતા હતી. તેની ઈશાને ઝાયર, દક્ષિણ-પૂર્વમાં ઝાંબિયા અને દક્ષિણ તરફ દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા/નામીબિયા છે. આટલાંટિક સમુદ્ર તેની સમગ્ર પશ્ચિમ સરહદને સ્પર્શે…

વધુ વાંચો >

અંજાર

અંજાર : ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લામાં આવેલું અગત્યનાં નગરોમાંનું એક. લગભગ 300 ઉ. અક્ષાંશ પર આવેલું આ નગર કંડલા અને ગાંધીધામની ઉત્તરે લગભગ 25 કિમી. દૂર આવેલું છે. તેની પશ્ચિમે ભૂજ અને પૂર્વમાં ભચાઉ નામના જાણીતાં નગરો આવેલાં છે. વસ્તી : 1,48,354 (2011). અંજાર પ્રાચીન નગર છે. સ્થાનિક ઇતિહાસ અનુસાર…

વધુ વાંચો >

અંડોરા

અંડોરા : ફ્રાન્સ અને સ્પેનની સરહદો વચ્ચે આવેલો, 1288થી સ્વતંત્ર રહેલો વિશ્વનો એક નાનો દેશ. રાજધાની : અંડોરા લા વેલ્લા જેની વસ્તી 22,256 (2011). વિસ્તાર : 464 કિમી. તે ઊંચા પર્વતો અને ઊંડી ખીણોનો બનેલો છે. સૌથી ઊંચું શિખર કોમા પેડ્રોસા (2336 મી.) છે. દેશની માત્ર 4 % જમીન જ…

વધુ વાંચો >

અંડોરા લા વેલ્લા

અંડોરા લા વેલ્લા : ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આવેલા અંડોરા દેશનું પાટનગર. વસ્તી : 22,387 (1993). વાલિરા અને રિયુ વાલિરા દેલ નોર્તે નદીઓના સંગમ નજીક તે વસેલું છે. લગભગ 193૦ સુધી અંડોરા લા વેલ્લા દુનિયાના અન્ય ભાગો સાથે ઝાઝો સંપર્ક ધરાવતું ન હતું. પ્રવાસન-ઉદ્યોગ ખીલતાં બીજા વિશ્વયુદ્ધ (1939-45) બાદ શહેરની…

વધુ વાંચો >

અંત:સ્થ જળપરિવાહ

અંત:સ્થ જળપરિવાહ : કોઈ પણ પ્રદેશની નદીઓ, મહાસાગરો કે સમુદ્રને મળવાને બદલે આંતરિક સરોવરમાં પડે કે રણવિસ્તારમાં સમાઈ જાય તે પ્રકારનો જળપરિવાહ. યુ.એસ.એ.માં ઉટાહના પશ્ચિમ ભાગ અને નેવાડાના નીચા પ્રદેશનો જળપરિવાહ અંત:સ્થ પ્રકારનો છે. અહીં ખારા સરોવરમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે અથવા તે ભૂમિમાં શોષાઈ જાય છે. મધ્ય-પૂર્વ એશિયાની જૉર્ડન…

વધુ વાંચો >

અંધૌ

અંધૌ : કચ્છ જિલ્લાનું એક ઐતિહાસિક ગામ. આ ગામેથી ક્ષત્રપ વંશના કાર્દમક કુળના છ શિલાલેખો મળ્યા છે : શક વર્ષ 11,52 અને 114 જે આવૃત, છે રુદ્રદામા 1લો અને રુદ્રસિંહ 1લાના છે. સો વર્ષના સમયગાળાના આ લેખોથી અંધૌનું રાજકીય મહત્વ સમજાય છે. સંભવ છે કે ક્ષત્રપ કાલમાં અંધૌ જિલ્લાનું (આહારનું)…

વધુ વાંચો >

અંબાજી

અંબાજી : ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું શક્તિતીર્થ. ભૌગોલિક સ્થાન : 24° 22´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે. અમદાવાદથી લગભગ 177 કિમી. ઉત્તરમાં અને આબુરોડ રેલવે જંકશનથી માત્ર 23 કિમી. દૂર આ પ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. દાતા અને અંબાજીને સાંકળતો એક નવો માર્ગ…

વધુ વાંચો >

અંબાલા

અંબાલા : ભારતના હરિયાણા રાજ્યનો જિલ્લો અને તેનું વડું મથક. ભૌગોલિક સ્થાન : 30° 21´ ઉ. અ. અને 76° 50´ પૂ. રે. વિસ્તાર : 3,832 ચોકિમી. વસ્તી : જિલ્લો 11,36,784 (2011). ઉત્તરે હિમાચલ પ્રદેશ, પૂર્વમાં ઉત્તરપ્રદેશ, દક્ષિણે રાજ્યનો કુરુક્ષેત્ર જિલ્લો અને પશ્ચિમે પંજાબ રાજ્યની સરહદો આવેલી છે. અંબાલા શહેર અનાજ,…

વધુ વાંચો >