અંડોરા : ફ્રાન્સ અને સ્પેનની સરહદો વચ્ચે આવેલો, 1288થી સ્વતંત્ર રહેલો વિશ્વનો એક નાનો દેશ. રાજધાની : અંડોરા લા વેલ્લા જેની વસ્તી 22,256 (2011). વિસ્તાર : 464 કિમી. તે ઊંચા પર્વતો અને ઊંડી ખીણોનો બનેલો છે. સૌથી ઊંચું શિખર કોમા પેડ્રોસા (2336 મી.) છે. દેશની માત્ર 4 % જમીન જ ખેડાણલાયક છે. અનાજ પણ સ્પેન અને ફ્રાન્સથી આયાત કરાય છે. સૌથી વધુ લોકો (25.2 %) વ્યાપારની પ્રવૃત્તિમાં રોકાયેલા છે. વસ્તી : 77,142 (2011). અક્ષરજ્ઞાન લગભગ 1૦૦ %, ફ્રાન્સ અને સ્પેન તેનું સંરક્ષણ સંભાળે છે. આંતરરાષ્ટ્રીય બાબતોમાં અંડોરા સંપૂર્ણપણે તટસ્થ છે. ફ્રાન્સના વડા અને ઉર્ગેલના સ્પૅનિશ બિશપ સંયુક્ત રીતે અંડોરાના વડા છે.

Andorra - panoramio

અંડોરા લા વેલ્લાનું એક દૃશ્ય

સૌ. "Andorra - panoramio" | CC BY 3.0

હેમન્તકુમાર શાહ