ભાષાશાસ્ત્ર અને લિપિ

વ્યાસ, યોગેન્દ્ર

વ્યાસ, યોગેન્દ્ર (જ. 6 ઑક્ટોબર 1940, અમદાવાદ) : ગુજરાતના જાણીતા ભાષાવિદ અને સંનિષ્ઠ અધ્યાપક. પિતા ધીરુભાઈ વ્યાસ. માતા પ્રમોદબહેન. તેમનાં પાંચ સંતાનોમાંનું ત્રીજું સંતાન. પિતા આર્યોદય જિનિંગ મિલમાં નોકરી કરતા હતા. માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ અમદાવાદમાં. 1961માં બી.એ. પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે. મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય ભાષાવિજ્ઞાન સાથે એમ.એ.…

વધુ વાંચો >

વ્યુત્પત્તિવિચાર (1975)

વ્યુત્પત્તિવિચાર (1975) : ગુજરાતી ભાષાવિજ્ઞાનક્ષેત્રે ડૉ. હરિવલ્લભ ભાયાણીના શ્રેષ્ઠ પ્રદાનરૂપ ગ્રંથ. ગુજરાતીમાં કાલક્રમે આવેલાં પરિવર્તનોનું અધ્યયન ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી આરંભાયું. એ સાથે ગુજરાતી શબ્દોની વ્યુત્પત્તિઓ અને ઇતિહાસને લગતી શાસ્ત્રીય વિચારણાઓ પણ શરૂ થઈ. ગુજરાતીમાં શબ્દોનાં મૂળ અને કુળ તેમજ ઇતિહાસની ગંભીર ભાવે તપાસ કરવાની પ્રવૃત્તિ વ્રજલાલ કા. શાસ્ત્રીના ‘ઉત્સર્ગમાળાથી’ આરંભાઈ.…

વધુ વાંચો >

શર્મા, ઓગેટી પરીક્ષિત

શર્મા, ઓગેટી પરીક્ષિત (જ. 1930) : સંસ્કૃત ભાષાશાસ્ત્રી, કવિ અને પંડિત. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાશાસ્ત્ર અને અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઘણી ભારતીય ભાષાઓના જ્ઞાતા છે. દેશની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં 20 વર્ષ સુધી તેમણે અધ્યાપનકાર્ય કર્યું અને મહારાષ્ટ્ર સરકારના ડિવિઝનલ…

વધુ વાંચો >

શર્મા, રામકરણ

શર્મા, રામકરણ (જ. 20 માર્ચ 1927, શિવપુર, જિ. સારન, બિહાર) : સંસ્કૃતના વિદ્વાન અને કવિ. પટના યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને હિંદીમાં એમ.એ.; આ ઉપરાંત ‘સાહિત્યાચાર્ય’, વ્યાકરણશાસ્ત્રી તથા વેદાંતશાસ્ત્રી. કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. અધ્યાપન, સંશોધન અને લેખન તેમની મુખ્ય પ્રવૃત્તિ. તેમને તેમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘સંધ્યા’ માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત…

વધુ વાંચો >

શ્રાવ્ય ભાષા

શ્રાવ્ય ભાષા : સાંભળીને માણી શકાય તેવી નાટ્યભાષા. સંસ્કૃત નાટ્યપરંપરાની ‘વાક્’ની વિભાવનામાં ‘ચત્વારિ પદાનિ વાક્’ એટલે એની ચાર કક્ષાઓ ગણાવાઈ છે : પરા એટલે મૂલાધારમાં સ્થિતિ; પશ્યંતી તે હૃદયમાં (પશ્યંતી હૃદયગા), મધ્યમા એ બુદ્ધિસંલગ્ન (બુદ્ધિયુગ્મધ્યમા યાતા) અને વૈખરી (વકત્રે તુ વૈખરી) એટલે માનવીના મુખમાંથી નીકળે તે. ‘રામચરિતમાનસ’ મુજબ, પરા તે…

વધુ વાંચો >

શ્રીધર સાંધિવિગ્રહિક

શ્રીધર સાંધિવિગ્રહિક : આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પરની ‘કાવ્યપ્રકાશવિવેક’ નામની ટીકાના લેખક. તેમનું નામ શ્રીધર હતું, જ્યારે સાંધિવિગ્રહિક એ તેમનું ઉપનામ છે. પ્રાચીન ભારતમાં રાજાના અન્ય રાજાઓ સાથે સંધિ કે વિગ્રહનું કામ કરનારા પ્રધાનને ‘સાંધિવિગ્રહિક’ કહેતા હતા. તેઓ ટીકામાં ‘ઠક્કુર’ શબ્દ પોતાના નામની સાથે જોડે છે, તેથી જન્મે તેઓ ઠાકુર હશે…

વધુ વાંચો >

ષડ્ભાષાચંદ્રિકા

ષડ્ભાષાચંદ્રિકા (16મી સદી) : છ પ્રાકૃત ભાષાઓ વિશેનો વ્યાકરણગ્રંથ. લક્ષ્મીધર ‘ષડ્ભાષાચંદ્રિકા’ના લેખક છે. તેમનો સમય 16મી સદીનો હોવાનું અનુમાન છે. એ રીતે લક્ષ્મીધર ટીકાકાર મલ્લિનાથના સમકાલિક હતા. એનું કારણ એ છે કે રાજા ચિન્નબોમ્મે પ્રાકૃત વૈયાકરણો હેમચંદ્ર અને અપ્પય્ય દીક્ષિત સાથે લક્ષ્મીધરનો પણ ઉલ્લેખ કર્યો છે. લક્ષ્મીધરે પ્રસ્તુત ગ્રંથના ઉપોદ્ઘાતમાં…

વધુ વાંચો >

સમાસ

સમાસ : વ્યાકરણશાસ્ત્રનો એક ખ્યાલ. એકથી વધુ જુદાં જુદાં પદો ભેગાં થઈ એક પદરૂપ બની જાય અને પ્રત્યેક પદના વિભક્તિ પ્રત્યયોનો લોપ થવા છતાં તેમની વિભક્તિનો અર્થ જણાય તેનું નામ સમાસ. અલબત્ત, અંતિમ પદને સમાસના અર્થ મુજબ વિભક્તિ પ્રત્યય લાગે છે. લોપ પામેલી વિભક્તિનો પ્રત્યય મૂકી સમાસનો અર્થ સ્પષ્ટ કરવામાં…

વધુ વાંચો >

સેપીર એડવર્ડ

સેપીર એડવર્ડ (જ. 26 જાન્યુઆરી 1884, બ્યુએનબર્ગ, પોમેરાનિયા, જર્મની; અ. 4 ફેબ્રુઆરી 1939, ન્યૂ હેવન, કનેક્ટિકટ, અમેરિકા) : અમેરિકાના એક અગ્રણી ભાષાવિશારદ અને માનવશાસ્ત્રી. સેપીર રૂઢિચુસ્ત યહૂદી ધર્મગુરુના સંતાન હતા. પાંચ વર્ષની વયે માતાપિતા સાથે અમેરિકા જવાનું બન્યું. કોલંબિયા યુનિવર્સિટી ખાતે સ્નાતક કક્ષાના વિદ્યાર્થી તરીકે તેઓ નામાંકિત માનવશાસ્ત્રી ફ્રાન્ઝ બુઆના…

વધુ વાંચો >

સેમિટિક ભાષાકુળ અને તેની ભાષાઓ

સેમિટિક ભાષાકુળ અને તેની ભાષાઓ : ભાષાઓના આનુવંશિક વર્ગીકરણમાં પ્રાચીનતાની દૃષ્ટિએ ભારોપીય ભાષાકુળ જેટલું જ મહત્વનું ભાષાકુળ. મહદંશે આફ્રિકા અને એશિયાના આરબ દેશોમાં આ કુળની ભાષાઓ પ્રચલિત છે. તેથી તેને આફ્રો-એશિયન ભાષાકુળ પણ કહેવાય છે. આફ્રિકાની બીજી ભાષાઓ જે હેમિટિક ભાષાઓ તરીકે ઓળખાય છે તેમનું આ ભાષાઓ સાથે વિશેષ મળતાપણું…

વધુ વાંચો >