ભારતીય સંસ્કૃતિ
કુંતી
કુંતી : રાજા પાંડુની પત્ની. પાંડવોની માતા. યાદવ રાજા શૂરની પુત્રી. વસુદેવની બહેન. શ્રીકૃષ્ણની ફોઈ. નામ પૃથા. રાજા કુંતીભોજે દત્તક લીધા પછી કુંતી કહેવાઈ. કુંતીભોજે તેને અતિથિસત્કારમાં નિયુક્ત કરી. અતિથિ દુર્વાસાની સમુચિત સેવા કરી. ઋષિ પ્રસન્ન થયા. વશીકરણ-મંત્ર આપ્યો અને કહ્યું : ‘આ મંત્ર વડે તું જે દેવનું આવાહન કરીશ…
વધુ વાંચો >કુંથુનાથ
કુંથુનાથ : જૈનોના 24 તીર્થંકરો પૈકીના સત્તરમા તીર્થંકર. હસ્તિનાપુરના રાજા શૂરસેન કે સૂર્ય તેમના પિતા અને શ્રીકાન્તા કે શ્રીદેવી તેમનાં માતા. કૃત્તિકા નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. જન્મતાં વાર જ તે ભૂમિ પર સીધા ઊભા રહ્યા તેથી અથવા જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે તેમનાં માતાએ રત્નોનો ઢગલો જોયો તેથી તેમનું…
વધુ વાંચો >કુંભકર્ણ
કુંભકર્ણ : ‘રામાયણ’નું વિકરાળ પાત્ર. પુલસ્ત્યપુત્ર વિશ્રવસ ઋષિ અને રાક્ષસકન્યા કૈકસીનો દ્વિતીય પુત્ર અને રાવણનો લઘુબંધુ. તે 600 ધનુષ્ય ઊંચો, 100 ધનુષ્ય પહોળો હતો. (1 ધનુષ્ય = 4 હાથ કે 96 આંગળ). જન્મતાં જ એક હજાર મનુષ્યોને ખાઈ ગયેલો અને વજ્ર મારનાર ઇન્દ્રને ઐરાવતના દાંતથી મારી નસાડેલો. આથી બ્રહ્માએ ઊંઘ્યા…
વધુ વાંચો >કુંભકોણમ્
કુંભકોણમ્ : તામિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં આવેલું શહેર તથા તાલુકામથક. ભૌ. સ્થાન તે 10o 58′ ઉ. અ. અને 79o 23′ પૂ. રે. પર કાવેરી નદીને કાંઠે આવેલું છે. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર બ્રહ્માના અમૃતકુંભમાં છિદ્ર પડવાથી વહી ગયેલા અમૃતથી ભીની થયેલી ભૂમિ તે કુંભકોણમ્. તે જૂના સમયમાં કોમ્બકોનુપ તરીકે ઓળખાતું હતું.…
વધુ વાંચો >કૂર્મ
કૂર્મ : શ્રી વિષ્ણુનો એક અવતાર. દેવો અને દૈત્યોએ અમૃત અને અન્ય રત્નોની પ્રાપ્તિ માટે મંદરાચળને રવૈયો બનાવી સમુદ્રમંથન કરવા માંડ્યું. મંદરની નીચે આધાર નહોતો તેથી તે ક્ષીરસાગરમાં ડૂબવા લાગ્યો, ત્યારે શ્રી વિષ્ણુએ કૂર્મનું (કાચબાનું) રૂપ લીધું અને પોતાની એક લાખ યોજનની વિશાળ પીઠ ઉપર મંદરાચળને ધારણ કર્યો. વૈશાખ શુક્લ…
વધુ વાંચો >કૃષ્ણ
કૃષ્ણ : વસુદેવ અને માતા દેવકીના પુત્ર. મહામાનવ અને પૂર્ણાવતાર. કૃષ્ણચરિત્ર મહાભારત, પુરાણો, પ્રાચીન તમિળ સાહિત્ય અને તમિળ ‘દિવ્ય પ્રબન્ધમ્’માં વર્ણવાયેલું છે. વસુદેવ અને દેવકીનાં લગ્ન થયા પછી, કંસ કાકાની દીકરી બહેન દેવકીને શ્વશુરગૃહે પહોંચાડવા જતો હતો. માર્ગમાં દેવકીના આઠમા સંતાન દ્વારા પોતાનું મૃત્યુ થશે એ જાણતાં કંસે વસુદેવ-દેવકીને કારાગૃહમાં…
વધુ વાંચો >કૃષ્ણપ્રેમ
કૃષ્ણપ્રેમ (જ. 10 મે 1898, ચેલ્ટનહૅમ, ઇંગ્લૅન્ડ; અ. 14 નવેમ્બર 1965, આલમોડા) : અંગ્રેજ કૃષ્ણભક્ત. સરળ સાધુસ્વભાવ, મૂળ નામ રોનાલ્ડ હૅન્રી નિક્સન. પહેલા વિશ્વયુદ્ધ સમયે 1917માં હવાઈદળમાં પાઇલટ તરીકે જોડાયા; જર્મની ઉપર બૉમ્બમારો કરવા ઊપડ્યા ત્યારે કાફલામાંનાં બધાં વિમાન તૂટ્યાં, પરંતુ એક બલવંત શ્યામ હાથે એમને બચાવ્યા. યુદ્ધ પછી કૅમ્બ્રિજમાં…
વધુ વાંચો >કૃષ્ણમૂર્તિ જે.
કૃષ્ણમૂર્તિ જે. (જ. 11 મે 1895, મદનાપલ્લી, ત્રિચુર, આંધ્રપ્રદેશ; અ. 17 ફેબ્રુઆરી 1986, ઓ’હેર, કૅલિફૉર્નિયા) : વીસમી સદીના મહાન તત્વચિંતક, ભારતમાં જન્મ લઈને તે કૅલિફૉર્નિયામાં સ્થિર થયા પણ તેમના ચિંતનનો લાભ વિશ્વભરના લોકો લેતા રહ્યા. કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં તેમનું ચિંતન કુંઠિત કરવાને બદલે તેમણે સદૈવ ચર્ચા અને…
વધુ વાંચો >કેકય
કેકય : એ નામની વૈદિક કાળની એક પ્રજા. તે ભારતવર્ષના વાયવ્ય પ્રદેશમાં સિંધુ અને વિતસ્તા(બિયાસ)ના દોઆબમાં વસતી હતી. વૈદિક સાહિત્યમાં ‘અશ્વપતિ કૈકેય’ કેકય દેશના રાજા તરીકે વર્ણવાયેલો છે. કેકય દેશ પુરાણો પ્રમાણે આગ્નેય કૌશલની ઉત્તરે હતો. એના રાજવી ‘કેકય’ કહેવાતા. શતપથ બ્રાહ્મણ અને છાંદોગ્ય ઉપનિષદમાં કેકય માટે કૈકેય શબ્દ પણ…
વધુ વાંચો >