ભારતીય સંસ્કૃતિ

ઊરુવેલા

ઊરુવેલા : ગયા અને બુધગયાની વચ્ચે નેરંજરા (ફલ્ગુ) નદીનો વાલુકામય વિસ્તાર. પાલિ સાહિત્ય અનુસાર ગૌતમ બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કરતાં પૂર્વે લાંબા સમય સુધી આ સ્થળે રહીને કઠિન તપશ્ચર્યા કરી હતી. ઊરુવેલા પાસેના સેનાની કસબાની રહીશ કન્યા સુજાતાએ બોધિસત્વને ખીર ખવડાવી હતી. કપિલવસ્તુથી રાજગૃહ જતાં બુદ્ધે ઊરુવેલામાં નિવાસ કરતા જટાધારી સેંકડો…

વધુ વાંચો >

ઊલટી-ગંગા

ઊલટી-ગંગા : યોગ સાધનાની એક પ્રક્રિયા. હઠયોગમાં ઇડા નાડીને ગંગા અને પિંગળા નાડીને યમુના કહી છે. ગંગાને ઉલટાવીને યમુનામાં મેળવવી એને ઊલટી-ગંગા કહેવામાં આવી છે. સંસારમુખી રાગરૂપી ગંગાને ઉલટાવીને બ્રહ્મમુખી કરવી એ ઊલટી-ગંગાનું તાત્પર્ય છે. સાધારણ રીતે જગતમાં યમુના ગંગાને મળે છે, પરંતુ સંતોનું કહેવું છે કે જેઓ ગંગાને ઉલટાવીને…

વધુ વાંચો >

ઋષભદેવ

ઋષભદેવ : જૈન ધર્મના વર્તમાન અવસર્પિણી કાળચક્રના ચોવીસ તીર્થંકરોમાં આદ્ય તીર્થંકર. જૈન પૌરાણિક માન્યતા અનુસાર ઋષભદેવ માનવસંસ્કૃતિના આદિ નિર્માતા હતા. તેમણે જ સૌપ્રથમ પરિવારપ્રથા, સમાજવ્યવસ્થા, શાસનપદ્ધતિ અને રાજનીતિની સ્થાપના કરી હતી. પ્રાચીન કુલવ્યવસ્થામાં માનવસમૂહના મુખ્ય નાયકને કુલકર કહેવામાં આવતા. આવા સાત કે ચૌદ કુલકરો થઈ ગયા. તેમાં અંતિમ કુલકર નાભિના…

વધુ વાંચો >

ઋષભદેવપ્રાસાદ

ઋષભદેવપ્રાસાદ : ભરૂચ જિલ્લાના કાવી ગામમાં પ્રસિદ્ધ જૈન મંદિર. 1592માં ખંભાતના નિવાસી નાગર વણિક બડુઆએ બંધાવેલો ‘સર્વજિત’ નામનો ઋષભદેવપ્રાસાદ સ્થાનિક લોકોમાં તો ‘સાસુનું દેરાસર’ને નામે ઓળખાય છે. રચના પરત્વે આ મંદિર શત્રુંજયના આદિનાથ દેરાસરને મળતું છે. એમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, સભામંડપ અને બાવન દેરી ધરાવતી ભમતી છે. ગર્ભગૃહ પર ઉત્તુંગ…

વધુ વાંચો >

ઋષિપત્તન (સારનાથ)

ઋષિપત્તન (સારનાથ) : સારનાથ અંતર્ગત બૌદ્ધ તીર્થ. ગૌતમ બુદ્ધે અહીંથી ધર્મચક્ર પ્રવર્તાવ્યું હતું. તેનું પ્રાચીન નામ ઇસિપત્તનમિગદાય (ઋષિપત્તનમૃગદાવ) છે. આ સ્થળેથી બૌદ્ધ ધર્મના અવશેષો વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ થયા છે. તેમાં સારનાથનો શિલાલેખ, ધર્મસ્તૂપ અને ગુપ્ત સમયના વિહારોના અવશેષો મહત્વના છે. ઈ. પૂ. બીજી સદીમાં ઇસિપત્તનમાં મોટી સંખ્યામાં બૌદ્ધ સાધુઓ વસતા…

વધુ વાંચો >

એકલિંગજી

એકલિંગજી : મેવાડના રજપૂતોના કુળદેવ ગણાતા મહાદેવ. મેવાડ-રાજસ્થાનમાં ઉદેપુરથી નાથદ્વારા તરફ પહાડી ઉપરથી પસાર થતાં 21 કિમી.ના અંતરે માર્ગમાં ‘એકલિંગજી’ સંજ્ઞાક ભગવાન શંકરનું ચતુર્મુખ લિંગ જેમાં છે તેવું શિવાલય આવે છે. ત્યાં એક નાનું કિલ્લેબંધ ગામ જ એ સંજ્ઞાથી વસી ગયું છે, જેને ‘એકલિંગગઢ’ કહેવામાં આવે છે. બે પહાડીઓના અંતરાલમાં…

વધુ વાંચો >

ઍન્ડ્રુઝ, ચાર્લ્સ ફ્રિયર

ઍન્ડ્રુઝ, ચાર્લ્સ ફ્રિયર (જ. 12 ફેબ્રુઆરી 1871, ન્યૂકેસલ-ઑનેટાઇન, ઇંગ્લૅન્ડ; અ. 5 એપ્રિલ 1940, કોલકાતા) : દીનબંધુ ઍન્ડ્રૂઝ તરીકે જાણીતા, ખ્રિસ્તી ધર્મના સાચા ઉપાસક તથા ગાંધીજીના નિકટના સાથી. તેમના પિતા ધર્મોપદેશક હતા. તેમનું શાળાકીય શિક્ષણ બર્મિંગહામમાં તથા ઉચ્ચ શિક્ષણ કેમ્બ્રિજમાં. તેમણે ત્રણ પ્રશિષ્ટ વિષયો (classical tripos) સાથે પ્રથમ વર્ગમાં પદવી મેળવી…

વધુ વાંચો >

એભલ મંડપ

એભલ મંડપ : ભાવનગર જિલ્લાના, શેત્રુંજી નદીને કાંઠે આવેલા તળાજા ગામની લગભગ પશ્ચિમ દિશાએ આવેલી 97.53 મીટર ઊંચી ટેકરીની પશ્ચિમોત્તર બાજુની શૈલ-ઉત્કીર્ણ 30 ગુફાઓ પૈકીની એક. લગભગ 30.48 મીટરની ઊંચાઈએ આ ગુફા આવેલી છે. લગભગ 23 મીટર ´ 21 મીટર લંબાઈ-પહોળાઈવાળી આ ગુફા 6 મીટર ઊંચી છે. તેમાં રહેવાની નાની…

વધુ વાંચો >

એરણ

એરણ : મધ્યપ્રદેશમાં સાગર જિલ્લામાં બીના નદીને કાંઠે આવેલું ઐતિહાસિક સ્થળ. એનું પ્રાચીન નામ ‘એરિકિણ’ કે ‘ઐરિકિણ’ હતું. અહીંથી તામ્રપાષાણ કાળથી માંડીને 18મી સદી સુધીના પુરાવશેષો પ્રાપ્ત થયા છે. 1960-61માં અહીં સાગર યુનિવર્સિટી દ્વારા પ્રો. કે. ડી. બાજપાઈના માર્ગદર્શન નીચે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામમાંથી પ્રાપ્ત અવશેષોને આધારે આ નગરના…

વધુ વાંચો >

એરંડપલ્લ

એરંડપલ્લ : એરંડપલ્લ કે એરંડપલ્લીની બાબતમાં વિદ્વાનોમાં મતભેદ છે. આંધ્રના ગંજમ જિલ્લાના ચિકકોલની પાસે આવેલું પ્રાચીન રાજ્ય. સમુદ્રગુપ્તના સમયના અલ્લાહાબાદ સ્તંભલેખમાં ઈ. સ.ની ચોથી સદીમાં દક્ષિણ ભારતના રાજાઓ પર તેણે મેળવેલા વિજયની જે વિગતો નોંધવામાં આવી છે તેમાં એરંડપલ્લના રાજા દમનનો ઉલ્લેખ છે. કલિંગના રાજાઓના અભિલેખોમાં એરંડપલ્લી અને દેવરાષ્ટ્ર નામોનો…

વધુ વાંચો >