ભારતીય સંસ્કૃતિ
શંકરાચાર્ય કૃષ્ણભારતીતીર્થજી
શંકરાચાર્ય કૃષ્ણભારતીતીર્થજી (જ. માર્ચ 1884, તિનીવેલી, ચેન્નાઈ; અ. 2 ફેબ્રુઆરી 1960, મુંબઈ) : હિન્દુ ધર્મના પાંચ સર્વોચ્ચ ગુરુઓમાંના એક. મૂળ નામ : વેંકટ રામન, પિતા પી. નરસિંહ શાસ્ત્રી, તિનીવેલી(ચેન્નાઈ ઇલાકો)ના તહસીલદાર, નાયબ કલેક્ટર તરીકે નિવૃત્ત થયા. કાકા વિજયનગરમની કૉલેજના આચાર્ય અને દાદા રંગનાથ શાસ્ત્રી ચેન્નાઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા. વિદ્યાભ્યાસ દરમિયાન…
વધુ વાંચો >શંકુક
શંકુક : નવમી સદીના એક આલંકારિક આચાર્ય. તેમણે ભરતના નાટ્યશાસ્ત્ર પર ટીકા લખી હતી, જે હાલ પ્રાપ્ત નથી. ઈ. સ. 1000માં થઈ ગયેલા આચાર્ય અભિનવગુપ્તે પોતાની ‘નાટ્યશાસ્ત્ર’ પર રચેલી ટીકા ‘અભિનવભારતી’માં પોતાની પૂર્વે થઈ ગયેલા ટીકાકાર તરીકે શંકુકના રંગપીઠ, રસસૂત્ર, નાટક, રાજાનું પાત્ર, નાટિકાભેદ, પ્રતિમુખ અને વિમર્શ સંધિ વગેરે બાબતો…
વધુ વાંચો >શાક્ત સંપ્રદાય
શાક્ત સંપ્રદાય : શક્તિની ઉપાસનાનો પ્રાચીન ભારતીય સંપ્રદાય. વિશ્વના સર્વ દેશોમાં એક કે બીજી રીતે શક્તિની ઉપાસના આદિકાળથી થતી આવી છે. ભારતમાં પણ પ્રાચીન સમયથી આજ સુધી પરમ તત્વની શક્તિ રૂપે આરાધના સતત ચાલ્યા કરે છે. તેનો આરંભ ક્યારે થયો તે કહેવું કઠિન છે; પરંતુ કેનોપનિષદમાં ઉમા હૈમવતીની આખ્યાયિકામાં અને…
વધુ વાંચો >શાક્ય
શાક્ય : કપિલવસ્તુનું એક કુળ કે કબીલો (clan). ગૌતમ બુદ્ધ શાક્ય કુળના હતા. શાક્યો રાજકીય દૃષ્ટિએ બહુ શક્તિશાળી ન હતા. ઈ. પૂ.ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં શાક્યોએ કોશલની સર્વોપરિતા સ્વીકારી હતી. શાક્યો સૂર્યવંશી તથા ઇક્ષ્વાકુ કુળના હોવાનો દાવો કરતા હતા અને પોતાને કોશલના લોકો માનતા હતા. તેથી રાજા પ્રસેનજિત પોતાને ગૌતમ…
વધુ વાંચો >શાતકર્ણિ 1લો
શાતકર્ણિ 1લો (ઈ. સ. પ્રથમ સદી) : શાતવાહન વંશનો રાજા અને કૃષ્ણનો પુત્ર. સાતવાહનોની ઓળખ વિશે ઇતિહાસકારોમાં જુદા જુદા મત પ્રચલિત છે. પુરાણોમાં સાતવાહનોનો ઉલ્લેખ આંધ્રભૃત્ય કે આંધ્ર તરીકે કરવામાં આવ્યો છે. પ્રાચીન સાહિત્યમાં તે શાલિવાહનના નામે જાણીતા છે. સાતવાહનો કૃષ્ણા અને ગોદાવરી નદીઓના તળેટીના પ્રદેશમાં વસતા હતા. પુરાણોમાં આ…
વધુ વાંચો >શાતકર્ણિ 2જો
શાતકર્ણિ 2જો : આંધ્રના સાતવાહન વંશનો છઠ્ઠો રાજા. હાથીગુફા અને ભીલસાના અભિલેખોમાં તેનો ઉલ્લેખ મળે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે તેના શાસનનો સમય સૌથી લાંબો – 56 વર્ષનો હતો. પશ્ચિમ ભારતમાંથી તેના પુષ્કળ સિક્કા મળ્યા છે. કેટલાક વિદ્વાનોના મતાનુસાર તેણે પૂર્વ માળવા જીત્યું હતું. મત્સ્યપુરાણની વંશાવળી મુજબ તેના પછી લંબોદર, આપિલક,…
વધુ વાંચો >શાન્ત્યાચાર્ય
શાન્ત્યાચાર્ય (સમય 11મી સદી) : જૈન ધર્મના આચાર્ય અને ટીકાલેખક. વિદ્વાન. ચાન્દ્રકુલ થારાપદ્રગચ્છના આચાર્ય વિજયસિંહના શિષ્ય. ગૃહસ્થાશ્રમમાં તેઓ રાધનપુર નજીક ઉન્નાતાયુ(ઉણગામ)ના નિવાસી શ્રેષ્ઠી ધનદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ ધનશ્રી હતું. ગૃહસ્થ જીવનમાં તેમનું નામ ભીમ હતું. તેમણે નાની ઉંમરમાં જ આચાર્ય વિજયસિંહસૂરિ પાસે દીક્ષા લઈ લીધી હતી. દીક્ષા ગ્રહણ…
વધુ વાંચો >શાર્યાતો
શાર્યાતો : મનુના દશ પુત્રોમાંના એક શર્યાતિના વંશજો. પૌરાણિક અનુશ્રુતિ મુજબ વૈવસ્વત અર્થાત્ વિવસ્વત(સૂર્ય)ના પુત્ર મનુના દશ પુત્રોમાંના એક પુત્ર શર્યાતિને હાલ ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશનું રાજ્ય મળ્યું હતું. વૈદિક સાહિત્યમાં આ રાજા શર્યાતિનો ઉલ્લેખ શાર્યાત તરીકે આવે છે. રાજવંશોના નિરૂપણમાં પુરાણો અને મહાભારતની પુરવણીરૂપ હરિવંશ શાર્યાત વંશની માહિતી આપે…
વધુ વાંચો >શાલભંજિકા
શાલભંજિકા : સ્તંભના ટેકા તરીકે વપરાતી નારીદેહ-પ્રતિમા. ‘શાલભંજિકા’ શબ્દ રમત અને પ્રતીક એમ બે રીતે પ્રયોજાયો છે. પાણિનિએ આ શબ્દ પ્રયોજ્યો છે. તેના મૂળ અર્થમાં જોઈએ તો તે સ્ત્રી સાથે સંકળાયેલ એક ક્રીડા (રમત) છે. કન્યા શાલ કે અશોક વૃક્ષની ડાળીઓ પરનાં પુષ્પો એકત્ર કરવા જતી તે શાલભંજિકા. ભારતનાં પ્રાચીન…
વધુ વાંચો >શાલિવાહન
શાલિવાહન : એક ભારતીય રાજા, જેનું વર્ણન લોકકથાઓમાં મળે છે; પરંતુ તેના સમયનો કોઈ ઐતિહાસિક અભિલેખ કે મુદ્રા હજી સુધી મળ્યાં નથી, તેથી તેની ઐતિહાસિકતા સંદિગ્ધ છે. કેટલાક લોકો તેને ગઝનીના શક જાતિના રાજા ગજનો પુત્ર માને છે, જેનું રાજ્ય દક્ષિણ ભારતમાં હતું અને તેનું પાટનગર ગોદાવરી નદીના કિનારે પ્રતિષ્ઠાનપુર…
વધુ વાંચો >