ભગવતીપ્રસાદ પંડયા

અક્ષક્રીડા

અક્ષક્રીડા : અક્ષ કે પાસાંઓથી ખેલાતી દ્યૂતક્રીડા. તે છેક વૈદિક યુગથી ચાલી આવે છે. વૈદિક યજ્ઞોના પ્રસંગે પણ ખેલાતી. આમાં જુગારીને માટે મુખ્ય રૂપે ‘કિતવ’ એવું નામ મળી આવે છે. આ ક્રીડા પ્રથમ તો તૈયાર કરેલ ઢાળવાળી જમીન ઉપર અને પછીથી અક્ષ-ફલક ઉપર ખેલવામાં આવતી. સામાન્ય રીતે આ દ્યૂતમાં ઉપયોગમાં…

વધુ વાંચો >

અનુયાજ

અનુયાજ : પ્રધાન યાગની સમાપ્તિ વખતે થતું ગૌણ કે પૂરક યજ્ઞાનુષ્ઠાન. (अनु + यज् + धञ् = अनुयाग). પ્રાચીન વૈદિક દર્શપૌર્ણમાસેષ્ટિ યાગમાં પ્રધાન યાગ કે દેવતાના યાગની પહેલાં વિશિષ્ટ પાંચ દેવતાઓને ઉદ્દેશીને પાંચ વિશિષ્ટ આહુતિઓ અપાય છે તે પ્રયાજયાગ; અને પ્રધાન યાગ થયા પછી બર્હિ:, નરાશંસ અને સ્વિષ્ટકૃત્ અગ્નિ એમ…

વધુ વાંચો >

અપવારિત

અપવારિત : સંસ્કૃત નાટકોમાં આવતું પાત્રોના સંવાદને લગતું નાટ્યસૂચન. રંગમંચ ઉપર કોઈ પાત્ર મોઢું બીજી બાજુ ફેરવીને ત્યાં હાજર રહેલ અન્ય પાત્રને ગુપ્ત વાત સંભળાવે તે અભિનય કે અભિવ્યક્તિને ‘અપવારિત’ કહેવામાં આવે છે. રંગમંચ ઉપર થતા પાત્રોના સંવાદો (1) સર્વશ્રાવ્ય, (2) નિયતશ્રાવ્ય અને (3) સ્વગત – એમ ત્રણ પ્રકારના હોય…

વધુ વાંચો >

અપાલા

અપાલા : સંસ્કૃત સાહિત્યનું પૌરાણિક પાત્ર. અત્રિ ઋષિનાં બ્રહ્મવાદિની પુત્રી. શરીરે કોઢ જેવો ચર્મરોગ હોવાથી પતિ દ્વારા ત્યજાયેલાં હોવાથી પિતાને ઘેર રહેતાં અપાલા દેવરાજ ઇન્દ્રની પ્રસન્નતા માટે આતુર હતાં. એક સમયે નદીએ જળ ભરવા જતાં તેમણે સોમ-વલ્લી જોઈ; તેને પોતાના મુખમાં મૂકીને ચર્વણ કરતાં થયેલા અવાજને સાંભળી ઇન્દ્ર ત્યાં આવી…

વધુ વાંચો >

અપ્પય્ય દીક્ષિત

અપ્પય્ય દીક્ષિત (અપ્પય કે અપ્પ દીક્ષિત) (જ. 1520, અડયપલ્લમ્, કાંચી દક્ષિણ ભારત; અ. 1593, ચિદમ્બરમ) : સુપ્રસિદ્ધ સંસ્કૃત ભાષ્યકાર. ભારદ્વાજ ગોત્ર. જન્મ દક્ષિણ ભારતમાં કાંચીની પાસે અડયપ્પલમ્ ગામમાં. સમય 1554થી 1626નો પણ મતાન્તરે મનાય છે. તેમના પિતાનું નામ રંગરાજાધ્વરી. તેમની આશરે 57 કૃતિઓ છે એમ સિદ્ધ થયું છે. આ કૃતિઓનો વિષય…

વધુ વાંચો >

અમરચંદ્રસૂરિ (1224)

અમરચંદ્રસૂરિ (1224) : વાયડગચ્છના વિદ્વાન જૈનાચાર્ય અને અલંકારશાસ્ત્રી. તેઓ અલંકાર ઉપરાંત છંદ, વ્યાકરણ અને કાવ્યકલામાં પારંગત હતા. તેમણે ધોળકા(ગુજરાત)ના રાણા વીરધવલ અને તેમના સુપ્રસિદ્ધ જૈન મંત્રી વસ્તુપાલના શાસનકાળ દરમિયાન અરિસિંહ નામના વિદ્વાને લખેલ કવિશિક્ષા વિષેનો ‘કાવ્યકલ્પલતા’ ગ્રંથ પૂર્ણ કરેલો. તેઓ શીઘ્રકવિ હતા. કાવ્યકલ્પલતા પર તેમણે વૃત્તિ લખી છે. એમાં ચાર…

વધુ વાંચો >

અમરુ-શતક

અમરુ-શતક (ઈ. આઠમી સદી) : કવિ અમરુકૃત માધુર્ય તથા પ્રસાદગુણથી યુક્ત શૃંગારરસપ્રધાન સો શ્લોકવાળું સંસ્કૃત ખંડકાવ્ય. નાયક-નાયિકાનાં શૃંગારચિત્રો તથા કામશાસ્ત્રીય સંયોગ અને વિયોગના કલાત્મક ભાવોનું નિરૂપણ કરતું આ કાવ્ય મુખ્યરૂપે શાર્દૂલવિક્રીડિત, ઉપરાંત સ્રગ્ધરા, હરિણી, વસંતતિલકા જેવા છંદોમાં રચેલાં સો કે તેથી અધિક મુક્તકો ધરાવે છે. આ કાવ્યના અનેક શ્લોકો સંસ્કૃતના…

વધુ વાંચો >

અરિસિંહ

અરિસિંહ (ઈ. 1242) : જૈન કવિ. લાવણ્યસિંહ કે લવણસિંહના પુત્ર, ધોળકા(ગુજરાત)ના રાણા વીરધવલના જૈન મંત્રી વસ્તુપાલના આશ્રિત તથા જિનદત્તસૂરિના શિષ્ય અરિસિંહે વસ્તુપાલની પ્રશંસા માટે ‘સુકૃતસંકીર્તન’ નામે મહાકાવ્ય સંસ્કૃતમાં લખ્યું છે. અરિસિંહે લખેલ અન્ય અલંકારશાસ્ત્રીય સંસ્કૃત ગ્રંથ ‘કાવ્ય-કલ્પલતા’ છે. આમાં કાવ્યની રચના વિશેના નિયમો તથા કવિઓ માટે માર્ગદર્શન આપેલું છે. અરિસિંહ…

વધુ વાંચો >

અર્થ

અર્થ : શબ્દમાં રહેલી અભિધાશક્તિથી પ્રગટ થતો અર્થ. કાવ્યમાં શબ્દ વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય – એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે. વાચક, લક્ષક અને વ્યંજક શબ્દમાં પોતાના અર્થને પ્રકટ કરવાની શક્તિ રહેલી હોય છે. આ શક્તિઓ પણ ત્રણ છે : અભિધા, લક્ષણા અને વ્યંજના. આમાં વાચક શબ્દમાં રહેલી અભિધાશક્તિથી જે અર્થ…

વધુ વાંચો >

અલક (અલટ – અલ્લટ)

અલક (અલટ, અલ્લટ) (અગિયારમી સદી) : ‘કાવ્યપ્રકાશ’ના સહલેખક મનાતા વિદ્વાન. ‘કાવ્યપ્રકાશ’ સંસ્કૃત અલંકારશાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. એના રચયિતા મમ્મટ તો છે જ, પણ તે સાથે સહલેખક તરીકે ‘અલક’ છે તેવું વિધાન ‘કાવ્યપ્રકાશ’ની ‘સંકેત’ ટીકાના લેખક માણિક્યચંદ્ર તથા કાશ્મીરી વિદ્વાન રાજાનક આનંદ જેવા કરે છે. આ રીતે કાવ્યપ્રકાશના બે લેખકો છે.…

વધુ વાંચો >