બીજલ બુટાલા

બહેલ, હંસરાજ

બહેલ, હંસરાજ (જ. 19 નવેમ્બર 1916, બ્રિટિશ પંજાબ; અ. 20 મે, 1984) : પોતાની કેડી જાતે જ કંડારનાર સંગીતકાર. જમીનદાર પિતાના પુત્ર હંસરાજ બહેલે સંગીતનું પ્રાથમિક શિક્ષણ પંડિત ચુનીલાલ પાસેથી લીધું હતું. શાસ્ત્રીય સંગીતની સઘન તાલીમ પંડિત આચાર્ય ચિરંજીવીલાલ (જિજ્ઞાસુ) પાસે લીધી હતી. લાહોરમાં તેમણે સંગીતશાળાની શરૂઆત કરી અને એચ.એમ.વી.…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, તિમિર બરન

ભટ્ટાચાર્ય, તિમિર બરન (જ. 10 જુલાઈ, 1901, કૉલકાતા અ. 29 માર્ચ 1989, કૉલકાતા) : ભારતીય ઑરકેસ્ટ્રાનો પાયો નાંખનાર. તિમિર બરન ભટ્ટાચાર્ય સંસ્કૃત ભાષાના પંડિત પરિવારનું સંતાન હતા. દાદા મિહિર ભટ્ટાચાર્ય અને પિતા જ્ઞાનેન્દ્રનાથ ભટ્ટાચાર્ય – બંને પ્રખર સંગીતજ્ઞ હતા. ઘરનું સંગીતમય વાતાવરણ તેમને સંગીતની દુનિયામાં ખેંચી લાવ્યું. ચૌદ વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

ભાટકર, સ્નેહલ

ભાટકર, સ્નેહલ (જ. 17 જુલાઈ 1919, મુંબઈ; અ. 28 મે, 2007, મુંબઈ) : હિંદી અને મરાઠી ફિલ્મોના જાણીતા સંગીતસર્જક. સ્નેહલ ભાટકરનું મૂળ નામ વાસુદેવ ગંગારામ ભાટકર. તેમના માતાં શિક્ષક અને ગાયિકા હતાં. માતાનાં પ્રેમ અને પ્રેરણાથી સ્નેહલ ભાટકરે દસમું ધોરણ પસાર કર્યા પછી દાદર(મુંબઈ)ની સંગીતશાળામાં સંગીત શીખવાનું શરૂ કર્યું હતું.…

વધુ વાંચો >

ભાટિયા, વનરાજ

ભાટિયા, વનરાજ (જ. 31 મે 1927, મુંબઈ અ. 7 મે 2021, મુંબઈ) : સમાંતર ધારાની ચળવળના સૌથી મોટા હિસ્સેદાર એટલે વનરાજ ભાટિયા. વનરાજ ભાટિયાનો જન્મ એક કચ્છી ધંધાદારી પરિવારમાં થયો હતો. મુંબઈ ખાતે તેમની પ્રાથમિક સંગીતશિક્ષા દેવધર સ્કૂલ ઑફ મ્યુઝિકમાં થઈ. ન્યૂ એરા શાળામાં ભણતાં ભણતાં યુવાવયમાં તેમને પાશ્ચાત્ય સંગીતનો…

વધુ વાંચો >

મુટાટકર, સુમતિ

મુટાટકર, સુમતિ  (જ. 10 સપ્ટેમ્બર, 1916, મધ્યપ્રદેશ;  અ. 28 ફેબ્રુઆરી, 2007, કૉલકાતા) :  આગ્રા ઘરાનાનાં વિદુષી. ગજાનન આંબેડકર અને સુંદરી સૂબેદારના સૌથી મોટા સંતાન સુમતિ મુટાટકરને બાળપણથી જ ઘરમાં આધુનિક કહી શકાય એવું વાતાવરણ મળ્યું. પિતા કોર્ટમાં જજ તરીકે કાર્યરત હતા. સુમતિજીને પોતાની કારકિર્દી બનાવવાની બધી જ છૂટ હતી. તેઓ…

વધુ વાંચો >

મોહમ્મદ રફી

મોહમ્મદ રફી (જ. 14 ડિસેમ્બર 1924, કોટલા સુલતાન સિંહ, પંજાબ; અ. 31 જુલાઈ 1980, મુંબઈ) : મખમલી અવાજના બાદશાહ હજુ 2024મા જ જેમની જન્મશતાબ્દી ઉજવાઈ તે મોહમ્મદ રફી ,  અલ્લા રખી અને હાજી અલી મોહમ્મદનું છઠ્ઠું સંતાન હતા.નાનપણમાં ખૂબ દૂબળા પાતળા હોવાને કારણે તેમનાં દાદી તેમને ‘ફીકો’ કહીને બોલાવતા અને…

વધુ વાંચો >

રોશન રાજેશ

રોશન રાજેશ (24 મે 1955, મુંબઈ) : હિન્દી ફિલ્મજગતનાં સફળ સંગીતકાર અને સંગીતનિર્દેશક. રાજેશ રોશનનો જન્મ સંગીતમય કુટુંબમાં જ થયો છે. તેમના પિતા રોશનલાલ નાગરથ એક જાણીતા સંગીતકાર હતા. તેમની માતા ઈરા રોશન પણ વ્યવસાયિક ધોરણે ગાતાં હતાં. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ ફૈયાઝ અહેમદ ખાંસાહેબ પાસેથી લીધી. નાનપણમાં સાહિર લુધિયાનવી,…

વધુ વાંચો >

લાહિરી, બપ્પી

લાહિરી, બપ્પી (જ. 27 નવેમ્બર 1952, પં. બંગાળ અ. 15 ફેબ્રુઆરી 2022, મુંબઈ) : ‘તું મેરી મંઝિલ’થી ‘રંભા હો’ સુધીની સફર ખેડનાર ડિસ્કોકિંગ. એક ઘરેડથી અલગ, કંઈક અલગ જ મિજાજનું સંગીત પીરસનાર સંગીતકાર એટલે બપ્પી લાહિરી. આમ તો એમનું મૂળ નામ આલોકેશ. જલપાઈગુરી, પશ્ચિમ બંગાળમાં જન્મેલ આલોકેશ, તેમનાં માતા-પિતા અપરેષ…

વધુ વાંચો >

વિનોદ

વિનોદ (જ. 28 મે 1922, લાહોર; અ. 25 ડિસેમ્બર 1959, મુંબઈ) : મહાન સંગીતકાર. મૂળ નામ તો એરિક રોબર્ટ્સ, પણ મુંબઈ ફિલ્મઉદ્યોગે તેમને વિનોદ નામ આપેલું. નાનપણથી જ હિંદુ લગ્નોમાં વાગતું સંગીત તેમને આકર્ષતું. ગુરુદ્વારામાં થતું શબદકીર્તન તે ધ્યાન દઈને સાંભળતા. સંગીતમાં ખૂબ રસ હોવાથી તે જાણીતા સંગીતકાર પંડિત અમરનાથના…

વધુ વાંચો >

શર્મા, પ્યારેલાલ

શર્મા, પ્યારેલાલ (જ. 3 સપ્ટેમ્બર, 1940) : વાયોલિનવાદક. સંગીતપ્રેમી કુટુંબમાં જન્મેલા પ્યારેલાલના પિતા પંડિત રામપ્રસાદ શર્મા એક સારા રણશિંગું(વાદ્ય)ફૂંકનાર અને સંગીત નિયોજન કરનાર શિક્ષક હતા. પિતાએ પ્યારેલાલ અને તેમના નાના ભાઈઓના મનમાં બાળપણથી જ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત અને ફિલ્મ સંગીતનાં બીજ રોપી દીધાં હતાં. પ્યારેલાલે આઠ વર્ષની ઉંમરે પિતા પાસે…

વધુ વાંચો >