બીજલ પરમાર
નેપાળ
નેપાળ દક્ષિણ મધ્ય એશિયાનો દેશ. આ દેશ ભારતની ઉત્તરે આવેલી હિમાલય ગિરિમાળાના દક્ષિણ ઢોળાવો પર આશરે 26° 19´થી 30° 18´ ઉ. અ. તથા 80° 03´થી 88° 11´ પૂ. રે વચ્ચે વિસ્તરેલો છે. લંબચોરસ આકારનો આ દેશ પૂર્વ-પશ્ચિમ આશરે 800 કિમી. લાંબો અને ઉત્તર-દક્ષિણ 150થી 240 કિમી. પહોળો છે. તેનું ક્ષેત્રફળ…
વધુ વાંચો >પટણા
પટણા : બિહાર રાજ્યના 38 જિલ્લાઓમાંનો એક જિલ્લો, જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 25 25´ ઉ. અ. અને 85 10´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. જેનો વિસ્તાર 3,202 ચો.કિમી. છે. આ જિલ્લાનો સમાવેશ પટણા વિભાગમાં થાય છે. આ જિલ્લાની પશ્ચિમે શોણ નદી, ઉત્તરે ગંગા નદી, દક્ષિણે…
વધુ વાંચો >પરાગ્વે(દેશ)
પરાગ્વે (દેશ) : દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ અમેરિકા ભૂમિખંડના દક્ષિણ-મધ્યભાગમાં આવેલો દેશ. તે આશરે 19° 20´ થી 27° 40´ દ. અ. અને 54° 15´ થી 62° 40´ પ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું ક્ષેત્રફળ 4,06,752 ચોકિમી. છે. વાયવ્ય-અગ્નિ-તરફી અંતર આશરે 992 કિમી.નું અને પૂર્વ-પશ્ચિમ અંતર આશરે 660 કિમી.નું છે.…
વધુ વાંચો >પશ્ચિમ ઑસ્ટ્રેલિયા
પશ્ચિમ ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. ઑસ્ટ્રેલિયાનાં બધાં રાજ્યોમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ તે સૌથી મોટું રાજ્ય છે. તેનો કુલ વિસ્તાર આશરે 25,25,500 ચોકિમી. જેટલો છે, જે સમગ્ર ખંડનો લગભગ 2 ભાગ આવરી લે છે. આશરે 13oથી 35o દ. અક્ષાંશ અને 112o થી 127o પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલા આ…
વધુ વાંચો >પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ પૂર્વ ભારતમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 210 30′ ઉ. અ.થી 270 15′ ઉ. અ. અને 850 45′ પૂ. રે.થી 890 50′ પૂ. રે. વચ્ચે આવેલું છે. આ રાજ્યનું ક્ષેત્રફળ લગભગ 88,752 ચોકિમી. જેટલું છે અને ઉત્તરે હિમાલયની તળેટીથી દક્ષિણે બંગાળના ઉપસાગર સુધી વિસ્તરેલું છે. ઉત્તરે સિક્કિમ…
વધુ વાંચો >પંજાબ (ભારત)
પંજાબ (ભારત) : ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : આ રાજ્ય આશરે 29o 32′ થી 32o 30′ ઉ. અ. અને 73o 53′ થી 77o 0′ પૂ. રે. વચ્ચેના લગભગ 50,362 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં જમ્મુ અને કાશ્મીર, પૂર્વમાં હિમાચલ પ્રદેશ તથા હરિયાણા, દક્ષિણમાં હરિયાણા તથા રાજસ્થાન…
વધુ વાંચો >પારનેરા
પારનેરા : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં આવેલી ટેકરી અને તે જ નામ ધરાવતું ગામ. ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વ ધરાવતી પારનેરાની ટેકરી વલસાડ શહેરથી આશરે 6 કિમી. દૂર દક્ષિણમાં 20o 33′ ઉ. અ. અને 72o 57′ પૂ. રે. પર આવેલી છે. જંગલ-આચ્છાદિત આ ટેકરીની દક્ષિણે તેની નજીકમાં જ પાર નદી…
વધુ વાંચો >પીરેનીસ પર્વતમાળા
પીરેનીસ પર્વતમાળા : નૈર્ઋત્ય યુરોપમાં ફ્રાન્સ અને સ્પેન વચ્ચે (લગભગ 2o પ. રે.થી 3o પૂ. રે.) પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તરેલી પર્વતમાળા. પશ્ચિમે આટલાન્ટિક મહાસાગરના બિસ્કે ઉપસાગરને પૂર્વમાં ભૂમધ્ય સમુદ્ર સાથે જોડતા ભૂમિપ્રદેશ પર તે એક અવરોધક દીવાલ રૂપે ઊંચકાઈ આવેલી છે અને નૈર્ઋત્ય યુરોપ માટે વિશાળ ભૂમિ-આકાર રચે છે. તેને પરિણામે…
વધુ વાંચો >પૂર્વ ગોદાવરી
પૂર્વ ગોદાવરી (જિલ્લો) : આંધ્રપ્રદેશ રાજ્યના સમુદ્રકાંઠે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 16 30´ ઉ. અ.થી 18 20’ ઉ. અ. અને 81 31’ પૂ. રે.થી 82 30’ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે વિશાખાપટ્ટનમ્ જિલ્લો, વાયવ્યે ઓડિશા રાજ્યનો મલકાનગિરિ જિલ્લો, તથા છત્તીસગઢ રાજ્યના ખમ્મામ જિલ્લા અને સુકમા…
વધુ વાંચો >પૅલેસ્ટાઇન (ભૂગોળ)
પૅલેસ્ટાઇન (ભૂગોળ) : પશ્ચિમ એશિયા અથવા તો મધ્ય-પૂર્વમાં આજનું ‘ગાઝા પટ્ટી’ (Gaza Strip) તરીકે ઓળખાતું ક્ષેત્ર. તે જૉર્ડન નદી-ખીણની પશ્ચિમે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કાંઠા પર ઉત્તર-દક્ષિણ લાંબી પટ્ટીના રૂપમાં આવેલું છે. તેની એક બાજુએ ઇઝરાયલની સીમા છે, તો બીજી બાજુએ ઇજિપ્તની. આમ છતાં પૅલેસ્ટાઇનવાસીઓની માગણી મુજબનો આ નવોદિત રાષ્ટ્રનો વિસ્તાર…
વધુ વાંચો >