બીજલ પરમાર
બર્મુડા
બર્મુડા : ઉત્તર આટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલો પરવાળાંના ટાપુઓનો સમૂહ. એક વખતનું બ્રિટિશ શાસન હેઠળનું દરિયાપારનું સંસ્થાન. ભૌગોલિક સ્થાન : 32° 20´ ઉ. અ. અને 64° 45´ પ. રે. આ ટાપુસમૂહ ન્યૂયૉર્ક શહેરથી અગ્નિકોણમાં આશરે 1,080 કિમી. અંતરે, હતિરાસની ભૂશિરથી પૂર્વમાં આશરે 965 કિમી. અંતરે તથા નોવા સ્કોશિયા અને…
વધુ વાંચો >બલ્ગેરિયા
બલ્ગેરિયા અગ્નિ યુરોપના બાલ્કન દ્વીપકલ્પ પર આવેલો, બાલ્કન દેશો પૈકીનો એક દેશ. આ દેશ આશરે 41° 15´થી 44° 10´ ઉ. અ. અને 22° 20´થી 28° 25´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 1,10,912 ચોકિમી. જેટલો છે. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 492 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 274 કિમી.…
વધુ વાંચો >બહામા
બહામા : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો ટાપુસમૂહ, તથા ‘કૉમનવેલ્થ ઑવ્ બહામા’ના સત્તાવાર નામથી ઓળખાતો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : આ ટાપુસમૂહ આશરે 20° 55´થી 27° 0´ ઉ. અ. અને 72° 30´થી 79° 30´ પ. રે. વચ્ચે પથરાયેલો છે. બહામા ટાપુ 26° 40´ ઉ. અ. અને 78° 30´ પ. રે. પર આવેલો…
વધુ વાંચો >બાર્બાડોસ
બાર્બાડોસ : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા ટાપુઓનો દેશ. ભૌગોલિક સ્થાન : 13° 10´ ઉ. અ. અને 59° 32´ પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. દક્ષિણ અમેરિકાના વેનેઝુએલાથી ઈશાનમાં આશરે 402 કિમી.ને અંતરે રહેલો આ ટાપુ વેસ્ટ ઇન્ડિઝના લઘુ એન્ટિલ્સ જૂથના વિન્ડવર્ડ પેટાજૂથના છેક પૂર્વ છેડે આવેલો છે. (કેટલાક ભૂગોળવેત્તાઓ બાર્બાડોસને વિન્ડવર્ડ…
વધુ વાંચો >બાલારામ
બાલારામ : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં બાલારામ નામની નદીના કાંઠા પર આવેલું સૌંદર્યધામ, પર્યટનકેન્દ્ર અને તીર્થક્ષેત્ર. ભૌગોલિક સ્થાન : 24° 16´ ઉ. અ. અને 72° 32´ પૂ. રે. આ સ્થળનો ચિત્રાસણી ગ્રામપંચાયતમાં સમાવેશ થાય છે. ચિત્રાસણી રેલમથકથી તે 3 કિમી. પૂર્વ તરફ આવેલું છે. ચિત્રાસણી ગામ જિલ્લામથક પાલનપુરથી…
વધુ વાંચો >બાંગ્લાદેશ
બાંગ્લાદેશ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યની પૂર્વમાં ગંગા-બ્રહ્મપુત્ર નદીઓના મુખત્રિકોણ-પ્રદેશને મહદ્અંશે આવરતો, બંગાળના ઉપસાગરની ઉત્તરમાં આવેલો દક્ષિણ એશિયાઈ દેશ. 1971 અગાઉ તે પાકિસ્તાનનો પ્રાંત હતો અને ત્યારે તે પૂર્વ પાકિસ્તાન નામથી ઓળખાતો હતો. 1971ના અંતમાં આ દેશે દુનિયાના રાજકીય નકશામાં ‘બાંગ્લાદેશ’ નામથી નવોદિત રાષ્ટ્ર તરીકે અલગ સ્થાન મેળવ્યું. કુદરત તરફથી આ…
વધુ વાંચો >બાંજુલ
બાંજુલ : પશ્ચિમ આફ્રિકામાં આવેલા ગામ્બિયા દેશનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા ઍટલાન્ટિક કિનારા પરનું બંદર. ભૌગોલિક સ્થાન : 13° 28´ ઉ. અ. અને 16° 39´ પ. રે. પર ગામ્બિયા નદીના મુખ પાસેના સેન્ટ મેરીઝ ટાપુ પર સમુદ્રસપાટીથી લગભગ 27 મીટરની ઊંચાઈએ આવેલું છે તથા મુખ્ય ભૂમિ સાથે પુલથી જોડાયેલું…
વધુ વાંચો >બિહાર
બિહાર ભારતના પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 22° 0´થી 27° 30´ ઉ. અ. અને 83° 20´થી 88° 17´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું કુલ ક્ષેત્રફળ 1,73,877 ચોકિમી. જેટલું છે. રાજ્યની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 600 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 480 કિમી. જેટલી છે. હિમાલય…
વધુ વાંચો >બેલારુસ
બેલારુસ (બાઇલોરશિયા) : અગાઉના સોવિયેત સંઘ- (યુ.એસ.એસ.આર.)ના તાબામાંથી અલગ થતાં સ્વતંત્ર બનેલું પૂર્વ યુરોપનું રાષ્ટ્ર. સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક સંઘનાં રશિયા સહિતનાં 15 ઘટક રાજ્યો પૈકીનું ત્રીજા ક્રમે આવતું સ્લાવિક રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 51° 30´થી 56° 10´ ઉ. અ. અને 23° 30´થી 32° 30´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલું…
વધુ વાંચો >બેલિઝ
બેલિઝ : મધ્ય અમેરિકી સંયોગીભૂમિમાં કેરિબિયન સમુદ્રકાંઠે યુકેતાન દ્વીપકલ્પના અગ્નિ કિનારા પર આવેલો નાનો દેશ. ભૌગોલિક સ્થાન : તે લગભગ 15° 55´થી 18° 30´ ઉ. અ. અને 88° 10´થી 89° 10´ પ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 22,965 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે મેક્સિકો, પશ્ચિમે અને દક્ષિણે ગ્વાટેમાલા…
વધુ વાંચો >