બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ઇક્વેડૉર

ઇક્વેડૉર (Republic of Ecuador) : દક્ષિણ અમેરિકાના નાના દેશોમાં ચોથા ક્રમે આવતો દેશ. ભૌ. સ્થા. : 20 00´ દ. અ. અને 770 30´ પ. રે. વિસ્તાર આશરે 2,83,561 ચોકિમી. ઉત્તરમાં કોલંબિયા તથા પૂર્વ અને દક્ષિણમાં પેરુ દેશો આવેલા છે. વિષુવવૃત્તીય આબોહવા, ક્વિટોનું જાન્યુઆરીનું તાપમાન 150 સે. અને જુલાઈનું 140. વાર્ષિક…

વધુ વાંચો >

ઇજારાશાહી અને વ્યાપારપદ્ધતિના નિયંત્રણનો કાયદો

ઇજારાશાહી અને વ્યાપારપદ્ધતિના નિયંત્રણનો કાયદો (MRTP Act) : ઇજારો અને આર્થિક સત્તાના કેન્દ્રીકરણની અયોગ્ય અસરો અટકાવવા માટે ભારતીય લોકસભા દ્વારા ઘડવામાં આવેલો કાયદો. ઇજારા તપાસપંચ દ્વારા કરવામાં આવેલી ભલામણોને કાયદાનું સ્વરૂપ આપવાના ઇરાદાથી ડિસેમ્બર 1969માં તે અંગેનો ખરડો મંજૂર કરવામાં આવ્યો, જે જૂન 1970થી કાયદો બન્યો. ઉક્ત કાયદાને ઇજારા અને…

વધુ વાંચો >

ઇજારાશાહી તપાસપંચ

ઇજારાશાહી તપાસપંચ : ભારતમાં ઇજારાશાહીનાં વલણોની સમીક્ષા કરવા માટે રચવામાં આવેલું પંચ. આર્થિક આયોજનની શરૂઆત 1951માં થઈ. આયોજનના એક દાયકાની સમીક્ષાને અંતે એવી પ્રતીતિ થઈ કે આર્થિક આયોજનનો લાભ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મળવાને બદલે દેશમાં આવક અને સંપત્તિની અસમાનતા વધી છે અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ વધતું જાય…

વધુ વાંચો >

ઇજારો

ઇજારો : કોઈ વસ્તુ કે સેવાના બજાર-પુરવઠા પર એક જ ઉત્પાદક કે વિક્રેતાનો એકાધિકાર. ગ્રીક ભાષામાં ‘monopoly’ શબ્દનો અર્થ ‘single seller’ અર્થાત ‘એકમાત્ર વિક્રેતા’ થાય છે. પૂર્ણ ઇજારો એ પૂર્ણ હરીફાઈની તદ્દન વિરુદ્ધની સ્થિતિ છે. આમ વસ્તુ કે સેવાની વેચાણ-પ્રક્રિયા દરમિયાન હરીફાઈનો સદંતર અભાવ ત્યારે જ શક્ય બને, જ્યારે તેનું…

વધુ વાંચો >

ઇટાહ (જિલ્લો)

ઇટાહ (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આગ્રા ઉપવિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને તાલુકામથક. તે 27o 18´થી 28o 02´ ઉ. અ. અને 78o 11´થી 79o 17´ પૂ. રે. વચ્ચેનો 4,446 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની સરહદનો આકાર ખૂબ જ અનિયમિત છે. તે ગંગા અને…

વધુ વાંચો >

ઇનોનુ ઇસ્મત

ઇનોનુ ઇસ્મત (જ. 24 સપ્ટેમ્બર 1884, ઇઝમીર; અ. 25 ડિસેમ્બર 1973, ટર્કી) : તુર્કસ્તાનના પ્રથમ વડાપ્રધાન અને બીજા રાષ્ટ્રપ્રમુખ. તેઓ આધુનિક તુર્કસ્તાનના ઘડવૈયા મુસ્તફા કમાલ આતાતુર્કના નજીકના સાથી હતા. મૂળ નામ ઇસ્મત પાશા. 1906માં લશ્કરી કૉલેજમાંથી સ્નાતક તથા કૅપ્ટનનો દરજ્જો મેળવ્યો. 1915માં કર્નલના દરજ્જાથી અલંકૃત. યેમનમાં લશ્કરના વડા સેનાપતિ. પ્રથમ…

વધુ વાંચો >

ઇનોસન્ટ ત્રીજો

ઇનોસન્ટ ત્રીજો (જ. 1160-61, ગેવિગ્નાનો; અ. 16 જુલાઈ 1216 પેરુગિયા) : રાજકારણમાં નાટકીય તથા ધ્યાનાકર્ષક હસ્તક્ષેપ માટે વિખ્યાત બનેલા રોમન કૅથલિક પોપ. મૂળ ઇટાલિયન નામ લોટૅરિયો દી સેગ્મી (Lotario Di Segmi). તેમના પિતા ઉમરાવ હતા અને માતા અનેક ઉમરાવો સાથે સગપણ ધરાવતાં હતાં. ધર્મશાસ્ત્રનો અભ્યાસ પૅરિસમાં અને રોમન કાયદાનો અભ્યાસ…

વધુ વાંચો >

ઇન્કિલાબ ઝિંદાબાદ

ઇન્કિલાબ ઝિંદાબાદ : ભારતના સ્વાધીનતા-સંગ્રામ દરમિયાન લોકપ્રિય બનેલું સૂત્ર. ‘Long live revolution’ એ અંગ્રેજી સૂત્રનું તે ઉર્દૂ રૂપાંતર છે. ‘ઇન્કિલાબ’ એટલે ક્રાંતિ અને ‘ઝિંદાબાદ’ એટલે અમર રહો. ડિસેમ્બર, 1929માં લાહોર (હવે પાકિસ્તાનમાં) ખાતે રાવી નદીના કિનારા પર જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં યોજવામાં આવેલા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં પહેલી જ વાર…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક ઍસોસિયેશન

ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક ઍસોસિયેશન (IEA) : વિશ્વના અર્થશાસ્ત્ર મંડળોનું આંતરરાષ્ટ્રીય સંગઠન. ‘યુનેસ્કો’-(UNESCO)ની સમાજવિદ્યાશાખાની પ્રેરણાથી 1950માં તેની સ્થાપના કરવામાં આવી હતી. 8 નવેમ્બર, 1950ની ફ્રેન્ચ સરકારની ઘોષણા મુજબ તેની નોંધણી કરવામાં આવી છે. તેનું મુખ્ય મથક પૅરિસ ખાતે છે. સંસ્થાના હેતુઓ : (1) જુદા જુદા દેશોના અર્થશાસ્ત્રીઓ વચ્ચે સૈદ્ધાન્તિક અને આર્થિક નીતિવિષયક…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ઑવ્ કન્ઝ્યૂમર્સ યુનિયન

ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ઑવ્ કન્ઝ્યૂમર્સ યુનિયન (IOCU) : ગ્રાહકવર્ગનાં હિતોનું રક્ષણ કરવાના હેતુથી ઊભી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા. અમેરિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ તથા નેધરલૅન્ડ્ઝનાં ગ્રાહક-સુરક્ષા-સંગઠનોએ 1960માં આ સંસ્થાની સ્થાપના કરી હતી. આજે તે 50 દેશોમાં ફેલાયેલાં ગ્રાહક-સંગઠનોની પ્રવૃત્તિઓને સાંકળી લેતી કેન્દ્રીય સંસ્થા છે. તેનું મુખ્ય મથક નેધરલૅન્ડ્ઝના હેગ ખાતે છે. એશિયા…

વધુ વાંચો >