બાળકૃષ્ણ માધવરાવ મૂળે
અય્યર સી. પી. રામસ્વામી સર
અય્યર, સી. પી. રામસ્વામી, સર (જ. 13 નવેમ્બર 1879, ચેન્નઈ; અ. 26 સપ્ટેમ્બર 1966, લંડન) : પ્રથમ કક્ષાના પ્રશાસક તથા રાજનીતિજ્ઞ. પિતા સી. આર. પટ્ટાભિરામ અય્યર સરકારી નોકરીમાં હતા. શાળાકીય તથા ઉચ્ચ શિક્ષણ ચેન્નઈ ખાતે લીધેલું. ચેન્નઈની લૉ કૉલેજમાંથી કાયદાની પદવી મેળવ્યા પછી વી. કૃષ્ણસ્વામી અય્યરના માર્ગદર્શન હેઠળ ચેન્નઈની વડી…
વધુ વાંચો >અર્થપરાયણ માનવી
અર્થપરાયણ માનવી : ટાંચાં સાધનોના ઇષ્ટ અને મહત્તમ ઉપયોગ વડે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરી તેની વપરાશ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષી મહત્તમ તુષ્ટિગુણ પ્રાપ્ત કરવાના ધ્યેયને વરેલો માનવી. પૃથ્વી પર જન્મેલા દરેક માનવીને ઓછાવત્તા પ્રમાણમાં જરૂરિયાતો તો હોય છે જ અને સભ્યતા તથા સંસ્કૃતિના વિકાસ સાથે તેની જરૂરિયાતોમાં વધારો પણ…
વધુ વાંચો >અલકનંદા (નદી)
અલકનંદા (નદી) : ભારતની પવિત્ર નદીઓમાંની એક નદી. તે ઉત્તરપ્રદેશના ગઢવાલ-હિમાલય પ્રદેશમાંની ગંગા નદીની ઉપનદી છે. કામેટ શિખર પરથી વહેતી વિષ્ણુગંગા (જે ધૌલી નામથી પણ એ વિસ્તારમાં ઓળખાય છે.) અને સરસ્વતી – આ બે નદીઓનો સંગમ જોશીમઠ પાસે થાય છે અને ત્યારબાદ તે અલકનંદા નામથી ઓળખાય છે. અલકનંદા જ્યારે કર્ણપ્રયાગ…
વધુ વાંચો >અલગ મતદાર મંડળ
અલગ મતદાર મંડળ : ધર્મ કે કોમના ધોરણે અલગ મતદારમંડળ રચીને તેના જ ઉમેદવારને મત આપવાની વ્યવસ્થા. લોકશાહીના સિદ્ધાંત અને પ્રણાલિકા પ્રમાણે સાધારણ રીતે મતદારમંડળની વ્યવસ્થા ભૌગોલિક કે પ્રાદેશિક ધોરણે કરવામાં આવે છે, જેમાં મતદાર તેના મતદારમંડળમાંથી ઉમેદવારી કરતા કોઈ પણ ઉમેદવારને મત આપવાનો અધિકાર ધરાવે છે. અલગ મતદારમંડળમાં પ્રદેશના…
વધુ વાંચો >અલઘ વાય. કે.
અલઘ, વાય. કે. (જ. 14 ફેબ્રુઆરી 1939, ચકવાલ-પંજાબ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, કેળવણીકાર તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી. પૂરું નામ યોગેન્દ્રકુમાર ભગતરામ અલઘ. માતાનું નામ પ્રકાશ. ભારતમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં રાજસ્થાન યુનિવર્સિટીના એમ.એ. થયા પછી અમેરિકાની પેન્સિલ્વાનિયા યુનિવર્સિટીમાંથી તે જ વિષયમાં શરૂઆતમાં એમ.એ. અને ત્યારબાદ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1964-65માં તે યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >અલ્જિરિયા
અલ્જિરિયા ઉત્તર આફ્રિકાનો ભૂમધ્યસમુદ્રને કિનારે મઘ્રેબ (વાયવ્ય આફ્રિકા)માં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : આ દેશ 9° ઉ.અ.થી 37° ઉ.અ. અને 9° પૂ.રે.થી 12° પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનો વિસ્તાર 23,84,741 ચોકિમી છે. તે વિસ્તારની દૃષ્ટિએ દુનિયામાં દસમા ક્રમે અને આફ્રિકાનો સૌથી મોટો દેશ છે. તેની ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, ઈશાને ટ્યુનિસિયા…
વધુ વાંચો >અલ્પવિકાસ
અલ્પવિકાસ : અર્થતંત્રની સ્થગિતતા કે પરિવર્તનના અભાવમાંથી સર્જાતી આર્થિક પરિસ્થિતિ. દેશના અર્થતંત્રમાં પ્રાપ્ય સાધનોનો ઇષ્ટ તથા મહત્તમ ઉપયોગ કરવાથી આર્થિક વિકાસની જે સપાટી પ્રાપ્ત થઈ શકે તેનાથી નિમ્ન સ્તર અર્થતંત્રના અલ્પવિકાસનો નિર્દેશ કરે છે. અલ્પવિકાસ એ એક સાપેક્ષ ખ્યાલ છે. આર્થિક પરિબળોના સંદર્ભમાં વિકાસની ભિન્ન ભિન્ન અપેક્ષિત સપાટી ધ્યાનમાં લઈને…
વધુ વાંચો >અલ્બેટ્રૉસ ટાપુઓ
અલ્બેટ્રૉસ ટાપુઓ : અલ્બેટ્રૉસ નામથી ઓળખાતા બે ટાપુઓ, જે ભિન્ન ભિન્ન સ્થળે આવેલા છે. તેમાંનો એક આર્જેન્ટીનાના કિનારા નજીક તો બીજો ઑસ્ટ્રેલિયાના કિંગ ટાપુ અને તાસ્માનિયા ટાપુની વચ્ચે છે. આર્જેન્ટીનાના કિનારા નજીકનો અલ્બેટ્રૉસ ટાપુ બ્રિટનની સત્તા હેઠળ છે અને તે દક્ષિણ જ્યૉર્જિયાનો ભાગ છે. તેનું ભૌગોલિક સ્થાન આટલાન્ટિક સમુદ્રની દક્ષિણે…
વધુ વાંચો >અલ્લાદિયાખાં
અલ્લાદિયાખાં (જ. 10 ઑગસ્ટ 1855, ઉણિયારા, જયપુર રિયાસત; અ. 16 માર્ચ 1946, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક તથા અત્રોલી-જયપુર ઘરાનાના સ્થાપક સંગીતકાર. સંગીત-પરિવારમાં જન્મ. મૂળ નામ ગુલામ અહમદ. પિતા ખ્વાજે અહમદ તથા મોટા ભાઈ હૈદરખાં બંને સારા ગાયક હતા. શરૂઆતનું સંગીતનું શિક્ષણ પિતા પાસેથી લીધું, પરંતુ નાનપણમાં…
વધુ વાંચો >અલ્લારખાં ઉસ્તાદ
અલ્લારખાં, ઉસ્તાદ (જ. 29 એપ્રિલ 1920, રતનગઢ, ગુરદાસપુર જિલ્લો, પંજાબ; અ. 3 ફેબ્રુઆરી 2000, મુંબઈ) : તબલાવાદનના પંજાબી ઘરાનાના વિખ્યાત કલાકાર. પિતા હાશિમઅલીની ઇચ્છા પુત્ર પણ ખેતી કરે એમ હતી, પરંતુ બાળપણથી જ પુત્રનો ઝુકાવ સંગીત તરફ હતો. 15–16 વર્ષની ઉંમરે તેઓ પઠાણકોટની એક નાટક કંપનીમાં જોડાયા. તેમણે તબલાવાદનની તાલીમ…
વધુ વાંચો >