બાળકૃષ્ણ માધવરાવ મૂળે

અમરનાથ

અમરનાથ : કાશ્મીરમાં આવેલું સુવિખ્યાત સ્વયંભૂ જ્યોતિર્લિંગ તથા શક્તિપીઠ. શ્રીનગરના ઈશાને 138 કિમી.ના અંતરે બરફથી આચ્છાદિત હિમાલયમાં 3,825 મીટરની ઊંચાઈ પર નિસર્ગનિર્મિત ગુફામાં તેનું સ્થાનક છે. ભૌગોલિક સ્થાન 340 13´ ઉ. અ. અને 750 31´ પૂ. રે. 45 મીટર ઊંચી ગુફામાં શ્રાવણ શુક્લ પૂનમના દિવસે આ શિવલિંગ પૂર્ણત્વ પામે છે…

વધુ વાંચો >

અમીન આર. કે.

અમીન, આર. કે. (જ. 24 જૂન 1923, બાવળા, જિ. અમદાવાદ; અ. 30 નવેમ્બર 2004) : ગુજરાતના અગ્રણી અર્થશાસ્ત્રી તથા લોકસભાના પૂર્વ સભ્ય. પૂરું નામ રામદાસ કિશોરદાસ અમીન. માતાનું નામ નાથીબહેન. પિતા કપાસના વેપારી. પ્રાથમિક શિક્ષણ વતન બાવળામાં. માધ્યમિક શિક્ષણ ધોળકા તથા અમદાવાદ ખાતે. 1942માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ આઝાદીની…

વધુ વાંચો >

અમીન રમણભાઈ

અમીન, રમણભાઈ (જ. 13 મે 1913, વડોદરા; અ. 8 એપ્રિલ, 2000) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ. ખાનદાન પરિવારમાં જન્મ. પિતાનું નામ ભાઈલાલભાઈ અને માતાનું નામ ચંચળબા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું. ત્યારબાદ મિકૅનિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસાર્થે તેઓ પશ્ચિમ જર્મની ગયા અને ત્યાંની દાર્મસ્ટૅડ (Darmstadt) યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની સ્નાતકોત્તર પદવી પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

અમીરખાં

અમીરખાં (જ. ?, રામપુર; અ. 1870, રામપુર, ઉત્તરપ્રદેશ) : તાનસેન વંશની પરંપરાના ભારતીય સંગીતકાર. આ વંશની વિશિષ્ટ પરંપરા મુજબ સંગીતકારને કંઠ્ય સંગીત અને વાદ્યસંગીત બંનેની એક સાથે તાલીમ આપવામાં આવતી. ઓગણીસમી સદીના આવા અગ્રણી સંગીતકારોમાં અમીરખાં (રામપુર) નામથી જાણીતા બનેલા સંગીતકારનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેમનો કંઠ મીઠો હોવાથી…

વધુ વાંચો >

અમીરખાં (2)

અમીરખાં (2) (જ. 15 ઑગસ્ટ 1912, ઇન્દોર, મધ્યપ્રદેશ; અ. 13 ફેબ્રુઆરી 1974, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ઇન્દોર ઘરાનાના અગ્રણી ગાયક. પિતા શાહમીરખાં ઉત્તમ સારંગીવાદક અને વીણાવાદક હતા. તેમની ઇચ્છા પુત્ર અમીરખાંને સારંગીવાદક બનાવવાની હતી, પરંતુ અમીરખાંએ સંજોગોવશાત્ કંઠ્ય સંગીત શીખવાનું પસંદ કર્યું. શાસ્ત્રીય સંગીતજગતમાં પિતાની ખ્યાતિને લીધે ઇન્દોરના તેમના નિવાસ…

વધુ વાંચો >

અમીરહુસેનખાં

અમીરહુસેનખાં (1899–1969) : ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તબલાને એકલ વાદ્યવાદનનો દરજ્જો અપાવનાર તથા સેંકડો તબલાગતોનો આવિષ્કાર કરનાર ભારતના અગ્રણી તબલાનવાજ. પિતા અહમદ બખ્શ નામવંત સારંગીવાદક હતા. તબલામાં ફસ્નખાબાદ શૈલીનું નામ રોશન કરનાર ઉસ્તાદ મુનીરખાંસાહેબ અમીરહુસેનખાંના મામા હતા. નાની ઉંમરમાં સારંગીવાદક પિતા સાથે સંગત કરનાર અમીરહુસેનખાંનું તબલાવાદન સાંભળીને મુનીરખાંસાહેબ એટલા બધા ખુશ…

વધુ વાંચો >

અય્યર જી. સુબ્રમણ્ય

અય્યર, જી. સુબ્રમણ્ય (જ. 19 જાન્યુઆરી 1855, તિરૂવડી, જિ. તાંજાવુર; અ. 18 એપ્રલ 1916, મદ્રાસ પ્રેસીડન્સી ઈન્ડિયા) : પ્રખર દેશભક્ત, અગ્રગણ્ય પત્રકાર તથા નીડર સમાજસુધારક. મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મ. પિતા ગણપતિ અય્યર જિલ્લા મુન્સિફ કૉર્ટમાં વકીલાત કરતા હતા. તેર વર્ષની વયે પિતાનું અવસાન થયું છતાં શિક્ષણ ચાલુ રાખ્યું. મૅટ્રિકની પરીક્ષા…

વધુ વાંચો >

અય્યર ટી. વી. શેષગિરિ

અય્યર, ટી. વી. શેષગિરિ (જ. 1860, તીરુચિરાપલ્લી, ચેન્નઇ; અ. ફેબ્રુઆરી 1926, ચેન્નઇ) : ચેન્નઈ(મદ્રાસ)ના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ અને દક્ષિણ ભારતના વિનીતમતવાદી નેતા. પ્રાથમિક શિક્ષણ તિરુચિરાપલ્લી(ત્રિચિનાપલ્લી)માં અને ઉચ્ચ શિક્ષણ ચેન્નઈમાં લીધું હતું. 1886માં તેમણે વકીલાત શરૂ કરી તથા ચેન્નઈમાં લૉ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. તેઓ મદ્રાસ (ચેન્નઈ) યુનિવર્સિટીના ફેલો…

વધુ વાંચો >

અય્યર પી. એસ. શિવસ્વામી

અય્યર, પી. એસ. શિવસ્વામી (જ. 7 ફેબ્રુઆરી 1864, તાજાવુર, ચેન્નઈ; અ. 5 નવેમ્બર 1946, માઈલાપોર, ચેન્નઈ) : ઉદારમતવાદી વિચારક અને ભારતીય વિદ્યાઓના વિદ્વાન પુરસ્કર્તા. શાળાકીય શિક્ષણ તંજાવુર ખાતે લીધા પછી સંસ્કૃત અને ઇતિહાસના વિષય સાથે શિવસ્વામીએ મદ્રાસ પ્રૅસિડેન્સી કૉલેજમાં સ્નાતકની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. તેઓ શ્રીમદભગવદગીતાના નિષ્ઠાવાન અભ્યાસી તથા…

વધુ વાંચો >

અય્યર વી. આર. કૃષ્ણ

અય્યર, વી. આર. કૃષ્ણ (જ. 15 નવેમ્બર 1915, વૈદ્યનાથપુરમ, પલક્કડ; અ. 4 ડિસેમ્બર 2014, કોચી, કેરાલા) : ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયમૂર્તિ. વતન વૈદ્યનાથપુરમ્. શાળાકીય શિક્ષણ કુઆલિચાંડી તથા ઉચ્ચ શિક્ષણ (B.A.B.L.) ચેન્નઈ ખાતે. સપ્ટેમ્બર 1938માં વકીલાતનામું પ્રાપ્ત કર્યું અને તેલિયેરી જિલ્લા ન્યાયાલય તથા ઍર્નાકુલમ્ ખાતે કેરળની વડી અદાલતમાં વકીલાત કરી.…

વધુ વાંચો >