બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ઉત્પાદન (અર્થશાસ્ત્ર)

ઉત્પાદન (અર્થશાસ્ત્ર) : પ્રકૃતિએ બક્ષેલા પદાર્થોમાં માનવજરૂરિયાત સંતોષી શકે તેવા તુષ્ટિગુણનું સંવર્ધન કરવાની પ્રક્રિયા. ઉત્પાદન દ્વારા કોઈ નવી વસ્તુનું સર્જન થતું કે થઈ શકતું નથી. વૈજ્ઞાનિક ર્દષ્ટિએ વિચારીએ તો માનવ ન તો કોઈ નવી વસ્તુનું સર્જન કરી શકે છે, ન તો કોઈ વસ્તુનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ…

વધુ વાંચો >

ઉદયપુર

ઉદયપુર : ભારતની ભૂતપૂર્વ મેવાડ રિયાસતનું પાટનગર તથા ભારતના વર્તમાન રાજ્ય રાજસ્થાનના એક જિલ્લાનું મથક. 1568માં મુઘલ સમ્રાટ અકબરે મેવાડની મૂળ રાજધાની ચિતોડગઢ પર કબજો કર્યા પછી મહારાણા ઉદયસિંહે પિછોલા તળાવને કિનારે અરવલ્લી પર્વતમાળાની મધ્યમાં આ નગર વસાવ્યું અને તેને પોતાની રિયાસતની નવી રાજધાની બનાવ્યું. દરિયાની સપાટીથી તે 762 મીટરની…

વધુ વાંચો >

ઉદવાડા

ઉદવાડા : પારસીઓનું મુખ્ય તીર્થધામ. પશ્ચિમ રેલવેના મુંબઈ-વડોદરા મુખ્ય રેલમાર્ગ પર મુંબઈથી આશરે 178 કિમી. અને વલસાડથી આશરે 17 કિમી. અંતરે અરબી સાગરને કિનારે આવેલું છે. તે પારડી તાલુકામાં આવેલું ગામ છે. મૂળ ઈરાનના વતની-પારસીઓ આઠમી અને દસમી સદીના ગાળામાં દક્ષિણ ગુજરાત મારફત ભારતમાં આવ્યા. વલસાડની દક્ષિણે આવેલા સંજાણ બંદરે…

વધુ વાંચો >

ઉદ્યોગીકરણ

ઉદ્યોગીકરણ દેશમાં થતા ઉદ્યોગોના વિકાસની પ્રક્રિયા. ઉદ્યોગોના ક્ષેત્રે રોકાયેલા કામદારોની સંખ્યા અને તેમના પ્રમાણમાં વધારો થતો રહે તથા દેશમાં થતી ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં ઔદ્યોગિક ઉત્પાદનનો ફાળો વધતો રહે તેને દેશનું ઉદ્યોગીકરણ કહેવામાં આવે છે. દુનિયાના બધા જ વિકસિત દેશોમાં ખેતીની તુલનામાં ઉદ્યોગોના ક્ષેત્રે વધુ પ્રમાણમાં કામદારો રોકાયેલા હોય…

વધુ વાંચો >

ઉધાસ, મનહર

ઉધાસ, મનહર (જ. 13 મે 1943, સાવરકુંડલા) : હિંદી ચલચિત્રજગતના અગ્રણી પાર્શ્વગાયક અને ઉચ્ચ કોટીના ગઝલ ગાયક. વતન સૌરાષ્ટ્રનું ગામ જેતપુર. બાળપણથી જ સંગીતમાં સક્રિય રસ જાગ્યો, જેને કારણે સંગીતની સ્પર્ધાઓમાં અને કૉલેજના યુવક-મહોત્સવોમાં ઘણાં પારિતોષિકો મેળવ્યાં. ગુજરાતી ગઝલોને સંગીતમાં મઢીને રજૂ કરવામાં તેઓ પંકાયેલા છે. ગુજરાતી ભાષા ઉપરાંત ભારતની…

વધુ વાંચો >

ઉપાધ્યક્ષ (Deputy Speaker)

ઉપાધ્યક્ષ (Deputy Speaker) : સંસદ કે ધારાસભાના ગૃહમાં અધ્યક્ષ(speaker)ની અનુપસ્થિતિમાં તે સભાગૃહના કામકાજનું સંચાલન કરે છે. સામાન્ય ચૂંટણી પછી સંસદ કે ધારાસભાની પ્રથમ બેઠકમાં, સભ્યોના સોગંદવિધિ પછીનું સૌપ્રથમ કાર્ય અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાનું હોય છે અને જ્યાં સુધી આ કાર્ય સંપન્ન ન થાય ત્યાં સુધી સંસદ કે ધારાસભાના જે-તે…

વધુ વાંચો >

ઉપાધ્યાય, પુરુષોત્તમ

ઉપાધ્યાય, પુરુષોત્તમ (જ. 15 ઑગસ્ટ 1934, ઉત્તરસંડા, જિલ્લો ખેડા, ગુજરાત) : ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક તથા સંગીતદિગ્દર્શક. નાનપણથી સંગીત સાંભળવાનો તો શોખ હતો જ તેમાં ગાવાના શોખનો ઉમેરો થયો. શાલેય શિક્ષણ દરમિયાન ઘણાં પારિતોષિકો મેળવ્યાં હતાં. ભણવા કરતાં સંગીતમાં એટલો બધો રસ જાગ્યો કે પરિવારમાં કોઈને કહ્યા વગર સંગીતમાં…

વધુ વાંચો >

ઉમરાવસભા

ઉમરાવસભા : ઇંગ્લૅન્ડની દ્વિગૃહી સંસદવ્યવસ્થાનું ઉપલું ગૃહ. ઇંગ્લૅન્ડમાં લોકશાહી પર આધારિત સંસદીય વ્યવસ્થા અમલમાં આવી તે પૂર્વે નિરંકુશ રાજ્યસત્તા ભોગવતા રાજાઓ પોતાની મરજી મુજબ કેટલાક ઉમરાવોને સલાહસૂચન કે ચર્ચાવિચારણા માટે આમંત્રિત કરતા હતા. કાળક્રમે આ વ્યવસ્થા ઔપચારિક સ્વરૂપ પામી. તેરમા અને ચૌદમા શતકમાં તે સંસદના નક્કર અને વિશિષ્ટ અંગભૂત તત્વ…

વધુ વાંચો >

ઉલ્બ્રિચ વૉલ્ટર

ઉલ્બ્રિચ, વૉલ્ટર (જ. 30 જૂન 1893, લિપઝિગ; અ. 9 ઑગસ્ટ 1973, ઈસ્ટ બર્લિન) : જર્મનીના સામ્યવાદી નેતા, જર્મન લોકશાહી ગણતંત્ર(GDR : પૂર્વ જર્મની)ના રાષ્ટ્રપ્રમુખ તથા કુશળ સંયોજક અને વહીવટકર્તા. 1912માં સોશિયલ ડેમોક્રૅટિક પક્ષમાં જોડાયા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) આવતાં બે વાર લશ્કર છોડીને ભાગી ગયા હતા. જર્મનીના સામ્યવાદી પક્ષના (1918) સ્થાપક…

વધુ વાંચો >

ઉસ્માનખાન

ઉસ્માનખાન (જ. 22 સપ્ટેમ્બર 1940, મુંબઈ) : જાણીતા સિતારવાદક, બીનકાર બંદે અલીખાનના શિષ્ય ‘સિતારરત્ન’ ઉસ્તાદ રહેમતખાનના પૌત્ર. તેમના પિતા ઉસ્તાદ કરીમખાન ધારવાડ ખાતેની કર્ણાટક યુનિવર્સિટીમાં સંગીત-વિદ્યાશાખાના વડા હતા. ઉસ્માનખાને સાત વર્ષની ઉંમરે પિતા પાસેથી સિતારવાદનની શિક્ષા પ્રાપ્ત કરવાની શરૂઆત કરી. મૂળ ઇંદોરના બીનકાર ઘરાનાના આ વંશજ 1957થી પુણે નગરમાં વસવાટ…

વધુ વાંચો >