બાળકૃષ્ણ માધવરાવ મૂળે

સાબળે શાહીર

સાબળે, શાહીર (જ. 1925, મુંબઈ) : મરાઠી લોકસંગીતના અગ્રણી ગાયક, મરાઠી લોકનાટ્યના પ્રવર્તક અને તેના વિખ્યાત કલાકાર. તેમનું આખું નામ કૃષ્ણરાવ ગણપત સાબળે, પરંતુ મરાઠી ભાષકોમાં તેઓ ‘શાહીર સાબળે’ આ ટૂંકાક્ષરી નામથી જ ઓળખાતા હોય છે. ઈશ્વરદત્ત દમદાર અને કસદાર અવાજ ધરાવતા આ ગાયક કલાકારે સાને ગુરુજીની પ્રેરણાથી 1945માં મુંબઈના…

વધુ વાંચો >

સાબાટિની ગૅબ્રિયેલા

સાબાટિની, ગૅબ્રિયેલા (જ. 16 મે 1970, બ્યૂનોસ આઇરસ, આર્જેન્ટિના) : લૉન ટેનિસમાં મહિલાઓના વર્ગમાં ગ્રાન્ડ સ્લૅમ એકલ ખિતાબ હાંસલ કરનાર આર્જેન્ટિનાની વર્ષ 2006 સુધીની એકમાત્ર મહિલા ખેલાડી તથા 1966 પછીના ચાર દાયકામાં દક્ષિણ અમેરિકામાંથી પણ આ સિદ્ધિ હાંસલ કરનાર એકમાત્ર મહિલા ટેનિસ- ખેલાડી. માત્ર છ વર્ષની ઉંમરે તેણે ટેનિસ રમવાની…

વધુ વાંચો >

સામતાપ્રસાદ

સામતાપ્રસાદ (જ. 1920, કાશી; અ. 2001, કાશી) : ભારતના દિગ્ગજ તબલાવાદક. પિતાનું નામ બાચા મિશ્ર જેઓ પોતે કુશળ તબલાવાદક હતા. તેમના પરિવારમાં તબલાવાદનની કલા વંશપરંપરાગત રીતે ચાલતી આવી છે. સામતાપ્રસાદ તેમણે તબલાવાદનની તાલીમની શરૂઆત પિતાના માર્ગદર્શન હેઠળ કરી હતી, પરંતુ તેમની નાની ઉંમરમાં પિતાનું અવસાન થતાં તેમણે તબલાવાદનની ઉચ્ચ શિક્ષા…

વધુ વાંચો >

સામંત દત્તા

સામંત, દત્તા (જ. 1950, મુંબઈ; અ. 16 જાન્યુઆરી 1997, મુંબઈ) : મુંબઈની કાપડ-મિલોના શ્રમિકોના અપક્ષ નેતા. તેઓ વ્યવસાયે ડૉક્ટર હતા. નગરના ઘાટકોપર વિસ્તારમાં વ્યાવસાયિક કાર્યક્ષેત્ર હોવાથી તેમણે મજૂર-ચળવળનું સંચાલન કર્યું. સમગ્ર શિક્ષણ મુંબઈમાં લીધું અને વૈદ્યકીય ક્ષેત્રની પદવી મેળવ્યા બાદ ખાનગી પ્રૅક્ટિસ શરૂ કરી. શોષિત વર્ગના હમદર્દ હોવાથી તેમણે મજૂર-ચળવળમાં…

વધુ વાંચો >

સામાજિક કલ્યાણ

સામાજિક કલ્યાણ : સમાજમાં રહેતા જુદા જુદા ઘટકોનું કુલ કલ્યાણ. આ વિભાવના સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર (Macroeconomics) સાથે સંબંધ ધરાવે છે. જુદા જુદા ઉપભોક્તાઓ જે જે વસ્તુઓ અને સેવાઓની વપરાશ કરે છે તે તે વસ્તુ કે સેવામાંથી તેમને મળતા તુષ્ટિગુણ દ્વારા વ્યક્તિગત કલ્યાણની માત્રા માપવી શક્ય છે; અલબત્ત, તુષ્ટિગુણ એ એક આત્મલક્ષી…

વધુ વાંચો >

સામાજિક ખર્ચ

સામાજિક ખર્ચ : વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન માટે સમાજને આપવો પડતો ભોગ. ઉત્પાદનખર્ચના ભિન્ન ભિન્ન પ્રકારની વર્ગીકરણની પદ્ધતિઓમાં વર્ગીકરણની એક તરેહમાં બે પ્રકારના ખર્ચનો નિર્દેશ કરવામાં આવે છે : ખાનગી/અંગત ઉત્પાદનખર્ચ અને સામાજિક ઉત્પાદનખર્ચ. તેમાંથી પ્રથમ પ્રકારના ઉત્પાદનખર્ચમાં વ્યક્તિગત ધોરણે ઉત્પાદકો દ્વારા કરવામાં આવતા ખર્ચનો સમાવેશ થાય છે, જેને આધારે…

વધુ વાંચો >

સામૂહિક સંરક્ષણ (સુરક્ષા) (collective defence)

સામૂહિક સંરક્ષણ (સુરક્ષા) (collective defence) : કોઈ પણ એક દેશ પર બીજા દેશનું આક્રમણ થાય તો આવા આક્રમણનો ભોગ બનેલો દેશ માત્ર પોતાની લશ્કરી અથવા રાજદ્વારી તાકાત પર પોતાનું રક્ષણ કરે તેના બદલે તેનાં મિત્રરાષ્ટ્રો ભેગાં મળીને અથવા રાષ્ટ્રસંઘ જેવી આંતરરાષ્ટ્રીય શાંતિ માટે સ્થાપવામાં આવેલી સંસ્થા તેની વહારે જાય અને…

વધુ વાંચો >

સામ્બમૂર્તિ પી.

સામ્બમૂર્તિ, પી. (જ. 14 ફેબ્રુઆરી 1901, ચેન્નાઈ; અ. ?) : કર્ણાટકી સંગીતના વિખ્યાત શાસ્ત્રકાર, તમિળ સાહિત્યકાર, સંશોધક, ગાયક અને વાદક. તેમના પિતા પી. ઐયર સ્ટેશનમાસ્તર હતા. સામ્બમૂર્તિ માત્ર ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થવાથી માતાએ તેમનો ઉછેર કર્યો હતો. તેમણે પ્રદર્શન-વીણા નામના વાદ્યનો આવિષ્કાર કર્યો હતો. તમિળ, તેલુગુ,…

વધુ વાંચો >

સાયમન હર્બર્ટ ઍલેક્ઝાંડર

સાયમન, હર્બર્ટ ઍલેક્ઝાંડર (જ. 15 જૂન 1916, મિલવૉડી, વિસ્કોન્સિન, અમેરિકા) : વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા અમેરિકાના સમાજવિજ્ઞાની તથા 1978ના વર્ષના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. શિકાગો યુનિવર્સિટીમાંથી 1936માં સ્નાતકની પદવી, તે જ યુનિવર્સિટીમાંથી 1938માં અનુસ્નાતકની પદવી તથા 1943માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા પછીનાં થોડાંક વર્ષો સુધી તેમણે રાજ્યશાસ્ત્ર વિષયનું અધ્યાપન…

વધુ વાંચો >

સારામાગો જોસ

સારામાગો, જોસ (જ. 1922) : પોર્ટુગલના સાહિત્યકાર તથા વર્ષ 1998ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. આવું સન્માન મેળવનાર તેઓ સર્વપ્રથમ પોર્ટુગીઝ સાહિત્યકાર હોવા ઉપરાંત સામ્યવાદી પક્ષના અધિકૃત સભ્યો(card holder)માંથી વર્ષ 2006 સુધી કોઈ સભ્યને આંતરરાષ્ટ્રીય ખ્યાતિનું આ પારિતોષિક મળ્યું હોય તે આ પહેલો જ દાખલો છે. સાહિત્યકાર બનવાની તેમની બાળપણની…

વધુ વાંચો >