બાળકૃષ્ણ માધવરાવ મૂળે
અચપલ
અચપલ : અઢારમી સદીના હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક અને કવિ. તેઓ ઉચ્ચ કોટીના ગાયક હતા તથા અસાધારણ કવિત્વશક્તિ ધરાવતા હતા. તેઓ ‘અચપલ’ તખલ્લુસથી કાવ્યો લખતા અને પોતે રચેલાં ગીતોને શાસ્ત્રીય સંગીતની બંદિશોમાં ઢાળતા. ખયાલ ગાયક તરીકે તેમણે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતમાં ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેમની કવિતામાં…
વધુ વાંચો >અઝિમ પ્રેમજી
અઝિમ પ્રેમજી (જ. 24 જુલાઈ 1945, મુંબઈ) : ભારતના ઉદ્યોગ, વ્યાપાર અને વાણિજ્યક્ષેત્રના અગ્રણી સાહસિક અને વિશ્વના ધનાઢ્ય તથા પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક. ઇસ્માઇલી બોહરા જ્ઞાતિમાં જન્મ. પરિવાર મૂળ કચ્છનો અને તેથી ગુજરાતી. વ્યવસાયનું સ્થળ બૅંગાલુરુ (કર્ણાટક). પિતાનું નામ મોહમ્મદહુસેન અને માતાનું નામ યાસ્મીનબીબી. ભારતની મોટામાં મોટી સૉફ્ટવેર કંપની ‘વિપ્રો’ ટૅક્નૉલૉજીના…
વધુ વાંચો >અધ્વર્યુ શિવાનંદ
અધ્વર્યુ, શિવાનંદ (જ. 18 ડિસેમ્બર 1906, બાંદરા, તા. ગોંડલ, સૌરાષ્ટ્ર; અ. 22 ઑક્ટોબર 1998, હૃષીકેશ) : તબીબી વ્યવસાયને આધ્યાત્મિક ઓપ આપનાર અને તે દ્વારા અસંખ્ય નેત્રયજ્ઞોનું સફળ આયોજન કરી સાચા અર્થમાં ‘ચક્ષુદાન’ કરવા માટે વિશ્વભરમાં ખ્યાતિ પામેલા ગુજરાતના સેવાભાવી તબીબ. મૂળ નામ ભાનુશંકર. પિતાનું નામ ગૌરીશંકર અને માતાનું નામ પાર્વતીબહેન.…
વધુ વાંચો >અનૌપચારિક વ્યવસ્થાતંત્ર
અનૌપચારિક વ્યવસ્થાતંત્ર (informal organisation) : ઉત્પાદન પેઢી જેવાં આર્થિક સાહસોમાં રોકાયેલા કર્મચારીઓ તથા કામદારોના ઘટકો વચ્ચે થતા અવિધિસરના વ્યવહારમાંથી ઊભું થતું વ્યવસ્થાતંત્ર. દરેક પેઢી કે સાહસના હેતુઓ કે લક્ષ્યાંકો હાંસલ કરવા માટે જુદા જુદા સ્તરે અધિકૃત સત્તામંડળો ઊભાં કરવામાં આવે છે, જેમનાં અધિકારો, જવાબદારીઓ અને કાર્યક્ષેત્ર નિયમબદ્ધ હોય છે. આવાં…
વધુ વાંચો >અન્નસહાય
અન્નસહાય આંતરરાષ્ટ્રીય આર્થિક સહાયનું એક સ્વરૂપ. અન્નસહાય આપવા પાછળ અનેક હેતુઓ હોવા છતાં આકસ્મિક સંજોગોને લીધે ભૂખમરાનો સામનો કરનાર દેશોની પ્રજાને અન્ન પૂરું પાડવું એ તેનો પ્રાથમિક હેતુ રહેલો છે. નવેમ્બર 1953માં ભરાયેલી અન્ન અને કૃષિ સંસ્થા(F.A.O.)ની સાતમી આંતરરાષ્ટ્રીય પરિષદમાં અન્નસહાયની આંતરરાષ્ટ્રીય સપાટી પર પહેલવહેલી ચર્ચા થઈ, જેમાં ઉત્તર અમેરિકામાં…
વધુ વાંચો >અબ્દુલ રહેમાન ટુંકુ
અબ્દુલ રહેમાન ટુંકુ (જ. 8 ફેબ્રુઆરી 1903, મલાયાના અલોર સેતાર, કેડાહ, મલાયા; અ. 6 ડિસેમ્બર 1990, કુઆલાલમ્પુર, મલેશિયા) : સ્વતંત્ર મલેશિયાના પ્રથમ પ્રધાનમંત્રી અને રાજદ્વારી પુરુષ. તેમનો જન્મ કેડાહ(Kedah)ના રાજવંશમાં થયેલો હોવાથી તેમના નામ સાથે ટુંકુ એટલે કે રાજકુંવર શબ્દ કાયમ માટે સંકળાયેલો રહેલો. શરૂઆતનું શિક્ષણ મલાયા અને થાઇલૅન્ડમાં લીધા…
વધુ વાંચો >અબ્દુલ્લા ફારૂક
અબ્દુલ્લા, ફારૂક (જ. 21 ઑક્ટોબર 1937, શ્રીનગર) : ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યના મુખ્ય મંત્રી. એમ. બી. બી. એસ. સુધીનું શિક્ષણ શ્રીનગરમાં. શિક્ષણ પૂરું કરીને લંડન ખાતે ખાનગી મેડિકલ પ્રૅક્ટિસ શરૂ કરી. તેમના પિતા શેખ મહમ્મદ અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીર રાજ્યના મુખ્ય પ્રધાન હતા તે અરસામાં ફારૂક અબ્દુલ્લા લંડનથી સ્વદેશ…
વધુ વાંચો >અભિષેકી જિતેન્દ્ર
અભિષેકી, જિતેન્દ્ર (જ. 14 સપ્ટેમ્બર 1932, મંગેશી, ગોવા; અ. 16 નવેમ્બર 1998 મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક. પિતા બળવંત અભિષેકી સંસ્કૃતના વિદ્વાન હોવા ઉપરાંત કીર્તનકાર હોવાને નાતે સારા ગાયક હતા. તેમણે સંગીતની તાલીમ શંકરબુવા ગોખલે પાસેથી મેળવી હતી. જિતેન્દ્રના દાદા અને પિતા પણ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા.…
વધુ વાંચો >અમદાવાદ
અમદાવાદ ભારતના મૅન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલું (230 1´ ઉ. અ., 720 37´ પૂ.રે.) સાબરમતી નદીના પૂર્વ કાંઠા પર 1411માં અહમદશાહે સ્થાપેલું નગર. આ પ્રદેશમાં માનવોની વસ્તીની નિશાનીઓ આશરે પાંચ હજાર વર્ષ પહેલાંની છે. વટવા, શ્રેયસ્, થલતેજ અને સોલાના ટેકરાઓ પરથી આ પ્રાગૈતિહાસિક કાળનાં અશ્મ-ઓજારો આ સ્થળની પ્રાચીનતા સાબિત કરે છે.…
વધુ વાંચો >અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ
અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ : અમદાવાદ મ્યુનિસિપાલિટીના ચૂંટાયેલા સભ્યો તથા કર્મચારીઓનું સહિયારું મંડળ. તેની સ્થાપના 1930માં સરદાર વલ્લભભાઈ પટેલના સૂચનથી થઈ હતી. તેનો મુખ્ય આશય અધિકારીઓ અને કામદારો વચ્ચે સુમેળભર્યા સંબંધો ટકી રહે એ હતો. માલિકોની પહેલથી કર્મચારીઓ અને કામદારોના મંડળની સ્થાપના થઈ હોય એવો બનાવ વિશ્વનાં મજૂરમંડળોના ઇતિહાસમાં આ…
વધુ વાંચો >