બાગ-બગીચા
માધવીલતા
માધવીલતા : દ્વિદળી વર્ગમાં આવેલા માલ્પીધિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hiptage benghalensis Kurz syn H. madablota Gaertn.; Benisteria benghalensis (સં. માધવી, અતિમુક્તા; બં., હિં., માધવીલતા, ગુ. માધવીલતા, માધવી, રગતપીતી, માધવલતા, મધુમાલતી; અં. ક્લસ્ટર્ડ હિપ્ટેજ; ડિલાઇટ ઑવ વુડ્ઝ) છે. તે એક મોટો, સુંદર, સદાહરિત, આરોહી ક્ષુપ છે અને સમગ્ર…
વધુ વાંચો >માયમુલસ
માયમુલસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલેરિયેસી કુળની એક મોટી પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય જાતિઓની બનેલી છે. તેની બહુ ઓછી જાતિઓ ક્ષુપ પ્રકારની હોય છે. તેનું વિતરણ મોટેભાગે સમશીતોષ્ણ અમેરિકામાં થયેલું હોવા છતાં થોડીક જાતિઓ જૂની દુનિયા(Old World)માં પણ જોવા મળે છે. ભારતમાં કેટલીક વિદેશી (exotic) જાતિઓ તેના…
વધુ વાંચો >માલતી
માલતી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echitis caryophyllata syn. Aganosma caryophyllata G. Don છે. તે વેલ સ્વરૂપે થાય છે, પરંતુ તેનું જરા વધારે કૃંતન (pruning) કરવાથી તેને છોડ તરીકે પણ ઉછેરી શકાય છે. પર્ણો મોટાં, લંબગોળ અને થોડી અણીવાળાં હોય છે. પુષ્પો સફેદ…
વધુ વાંચો >મિલેટિયા
મિલેટિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક પ્રજાતિ. તેની એક શોભન જાતિનું વૈજ્ઞાનિક નામ Milletia ovalifolia છે. તેના વૃક્ષની ઊંચાઈ લગભગ 8થી 10 મીટર હોય છે. તેનાં પર્ણો લગભગ જાંબુડાનાં પર્ણો જેવાં પણ થોડાં પાતળાં અને નાનાં થાય છે. વૃક્ષ સદાહરિત રહે છે, પણ શિયાળામાં ઘણાં પર્ણો ખરી…
વધુ વાંચો >મીનિયા
મીનિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એકેન્થેસી કુળની એક પ્રજાતિ. તેની એક શોભન જાતિનું વૈજ્ઞાનિક નામ Meyenia erecta syn. Thunbergia erecta છે. તેનો છોડ એકાદ મીટર ઊંચો થાય છે અને સારી રીતે ભરાવદાર હોય છે. પર્ણો સાધારણ નાનાં લંબગોળ, થોડી અણીવાળાં અને લીલાંછમ હોય છે. તેને શિયાળામાં પુષ્પો આવે છે.…
વધુ વાંચો >મુસાએન્ડા (મ્યુસેન્ડા)
મુસાએન્ડા (મ્યુસેન્ડા) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક પ્રજાતિ. તેનું વિતરણ મુખ્યત્વે જૂની દુનિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 15 જેટલી જાતિઓ થાય છે. થોડીક જ વિદેશી (exotic) જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. પ્રજાતિની શોભન (ornamental) જાતિઓ સુંદર પુષ્પો માટે જાણીતી છે. પુષ્પનો…
વધુ વાંચો >મેરીગોલ્ડ
મેરીગોલ્ડ : જુઓ હજારી ગલગોટા.
વધુ વાંચો >મેહૉગની
મેહૉગની : દ્વિદળી વર્ગમાં આવેલા મૅલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Swietenia mahagoni Jacq. (બં. મહગોની; તે. મહગોની ચેટ્ટુ, મહગોની ચેક્કા; ત. મહ્ગોની સીમીનુક્કુ; મલ. ચેરીઆ મહગોની, મહગોની; અં. જમૈકા મેહૉગની ટ્રી) છે. તેની બીજી જાતિ S. macrophylla King. (બં. બારા-મહગોની; મલ. મહગોની; અં. હાડુરાસ, કોલંબિયન, મેક્સિન, બ્રાઝિલિયન, પેરુવિયન…
વધુ વાંચો >મેંદી
મેંદી : દ્વિદળી વર્ગમાં આવેલા લિથ્રેસી (મદયન્તિકા) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lawsonia inermis Linn. syn. L. alba Lam. (સં. મદયન્તિકા, મેદિકા, રંજકા, યવનેષ્ટા; હિં., બં. મેંદી, હિના; મ. ઈસબંધ; તે. ગોરંટમ્; ફા. હિના; ક. મદરંગી; અં. હેના) છે. બાહ્ય લક્ષણો : તે અરોમિલ (glabrous), 3થી 4 મી. ઊંચો,…
વધુ વાંચો >મોગરો (મદનબાણ)
મોગરો (મદનબાણ) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીદા) વર્ગના ઓલિયેસી (પારિજાતક) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum sambac (Linn) Ait. (સં. મુદગર, મલ્લિકા, ભૂપદી, વાર્ષિકી, કુન્દમ્, માધ્યં, સપ્તલા, અસ્ફીતા, શીતભીરુ; હિં. મોતીઆ, બનમલ્લિકા, ચંબા, મોઘરા; બં. મોતીઆ, મોગરા; મ. મોગરા, બટ-મોગરી; ગુ. મોગરો, બટ-મોગરો; તે. બૉડ્ડુમલ્લે, ગુંડુમલ્લે; તા. ગુંડુમલ્લી ઈરૂવાડી; ક. ઇંદ્રવતીંગે,…
વધુ વાંચો >