બળદેવભાઈ પટેલ
સીસમ (સીસુ)
સીસમ (સીસુ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પેપિલિયોનૉઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dalbergia sissoo Roxb. (સં. શિંશપા, કૃષ્ણસારા; મ., હિ. સીસમ, સીસુ; બં. શિસુ; ક. કરીયઇબ્બડી, બીટીમારા; તા. સીસુ, ઈટ્ટી; મલા. વિટ્ટી; તે. જીટ્ટેગુચેદ્રુ; અં. સીસુ) છે. તે પર્ણપાતી (deciduous) વૃક્ષ છે અને ઘણી વાર વાંકું પ્રકાંડ…
વધુ વાંચો >સુએઝ
સુએઝ : જલવાહિત (waterborne) કચરો. સુએઝમાં ઘરેલુ વપરાશથી ઉદભવતો પ્રવાહીમય કચરો (જેમાં સાબુઓ, ડિટરજંટ, કાગળ, ચીંથરાં વગેરે હોય છે.), પ્રાણીઓ અને મનુષ્યનાં મળ-મૂત્ર અને ખોરાક સંસાધિત કરતાં કારખાનાંમાંથી આવતો કચરો, જે પાણીના સૌથી મોટા પ્રદૂષકસમૂહ પૈકીનો એક છે. જલપ્રદૂષણ ગામડાં, શહેરો અને નગરપાલિકાઓના કચરાનું તળાવ, સરોવરો, ઝરણાં કે નદીઓમાં થતું…
વધુ વાંચો >સુકોષકેન્દ્રી
સુકોષકેન્દ્રી : સુવિકસિત કોષકેન્દ્ર ધરાવતા કોષોવાળા સજીવો. અંગ્રેજીમાં તેમને Eukaryota (ગ્રીક શબ્દ Eu અને Karyon – nucleus) કહે છે. આ સજીવોના કોષોનું કદ સામાન્યત: 10થી 100 માઇક્રોન હોય છે. કશા (flagellum) જટિલ અને ઘણી સૂક્ષ્મનલિકાઓ(microtubules)ની બનેલી હોય છે. જો કોષદીવાલ હોય તો રાસાયણિક રીતે સરળ હોય છે. કેટલાક કોષદીવાલ રહિત…
વધુ વાંચો >સુપ્રજનનશાસ્ત્ર
સુપ્રજનનશાસ્ત્ર : આનુવંશિક લક્ષણોને આધારે પિતૃઓની પસંદગી દ્વારા મનુષ્યજાતની સુધારણા માટેની પદ્ધતિ. સુપ્રજનનશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ ‘Eugenics’ પ્રયોજવામાં આવ્યો છે. વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ આ શબ્દ બે ગ્રીક શબ્દો ‘eu’ (good = સારું) અને ‘gen’ (birth = જન્મ) ઉપરથી ઊતરી આવ્યા છે. સહફ્રાન્સિસ ગાલ્ટને (1883) આ શબ્દ સૌપ્રથમ વાર પ્રયોજ્યો. મનુષ્યજાતની સુધારણા…
વધુ વાંચો >સુબાબુલ (લાસો બાવળ)
સુબાબુલ (લાસો બાવળ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ માઇમોસોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Leucaena glauca Benth. (ગુ. લાસો બાવળ, વિલાયતી બાવળ; તે. કાનીટી; ત. તગરાઈ; મલ. તકારાન્નીરામ; અં. વ્હાઇટ પોપીનેક, લેડ ટ્રી) છે. તે એક મોટો ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને 9.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે…
વધુ વાંચો >સુલતાન ચંપો
સુલતાન ચંપો : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ ગટ્ટીફેરીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Calophyllum inophyllum Linn. (સં. નાગચંપા; હિં., બં. સુલતાન ચંપા; મ. ઊંડી, સુરંગી; તે. પૌના; તા. પુન્નાઈ, પિન્નાય; ક. વુમા, હોન્ને; મલા. પુન્ના; અં. ઍલેક્ઝેન્ડ્રિયન લોરેલ) છે. તે મધ્યમ કદનું, સદાહરિત, ઉપ-સમુદ્રતટીય (sub-maritime) વૃક્ષ છે અને સુગંધિત પુષ્પો…
વધુ વાંચો >સુષુપ્તતા
સુષુપ્તતા : વૃદ્ધિ માટેનાં બધાં જ પર્યાવરણીય પરિબળો પૂરાં પાડવા છતાં જીવંત બીજના અંકુરણ અને કલિકાના વિકાસના અવરોધની પરિઘટના. બીજ-પરિપક્વન દરમિયાન શુષ્કતાના પ્રતિચારરૂપે ભ્રૂણ સુષુપ્ત અવસ્થામાં પ્રવેશે છે. પરિપક્વ બીજના ભ્રૂણની વૃદ્ધિના પુનરારંભને અંકુરણ કહે છે. તેનો આધાર વાનસ્પતિક વૃદ્ધિ માટે જરૂરી હોય તેવાં જ પર્યાવરણીય પરિબળો ઉપર રહેલો છે.…
વધુ વાંચો >સૂક્ષ્મતંતુ (microfilament)
સૂક્ષ્મતંતુ (microfilament) : કોષરસીય કંકાલ(cytoskeleton)નું સક્રિય અથવા ચલિત અતિસૂક્ષ્મતંતુમય ઘટક. કોષરસીય કંકાલ વિવિધ પ્રકારના સૂક્ષ્મતંતુઓ અને સૂક્ષ્મનલિકાઓ(micro-tubules)નું બનેલું હોય છે. તેના સક્રિય અને હલનચલનના કાર્ય માટે કેટલાક પાતળા સૂક્ષ્મતંતુઓ જવાબદાર હોય છે. સૂક્ષ્મરજ્જુકીય (microtrabecular) જાલક (lattice) : ઉચ્ચવોલ્ટતા (high voltage) વીજાણુસૂક્ષ્મદર્શન દ્વારા કોષોમાં સૂક્ષ્મતંતુઓની ઓળખ થઈ શકી છે અને સૂક્ષ્મરજ્જુકીય…
વધુ વાંચો >સૂક્ષ્મનલિકા (microtubule)
સૂક્ષ્મનલિકા (microtubule) : સુકોષકેન્દ્રી (eukaryotic) કોષોના કોષરસમાં સાર્વત્રિકપણે જોવા મળતી અતિસૂક્ષ્મ નલિકાકાર રચના. તે કોષરસમાં મુક્ત સ્થિતિમાં જોવા મળે છે અને તારાકેન્દ્ર (centriole), પક્ષ્મ (cilium) અને કશા(flagellum)ની રચનામાં ભાગ લે છે. આકૃતિ 1 : મરઘીના ગર્ભના સ્વાદુપિંડના કોષમાં સૂક્ષ્મનલિકાઓ અને તારાકેન્દ્રોનું દ્વિભાજન; જ્યાં c = તારાકેન્દ્ર, dc = દુહિતૃ તારાકેન્દ્ર,…
વધુ વાંચો >સૂક્ષ્મ પર્યાવરણ
સૂક્ષ્મ પર્યાવરણ : અત્યંત નાના વિસ્તારની આબોહવાકીય સ્થિતિ. સૂક્ષ્મ પર્યાવરણ વનસ્પતિસમૂહ(vegetation)ના છત્ર (canopy) હેઠળ આવેલું હોય છે અને તે પૃથ્વીની સપાટીએથી બહુ થોડા મીટર કે તેથી પણ ઓછા અંતર માટે ઉપર અને નીચે આવેલો વિસ્તાર રોકે છે. ભૂમિની સપાટીની ઉપર અને નીચે તાપમાન અને ભેજની પ્રબળતમ પ્રવણતા (gradient) અને ચક્રીય…
વધુ વાંચો >