બળદેવભાઈ પટેલ

થાઇમ

થાઇમ : દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Thymus valgaris Linn. (અં. કૉમન થાઇમ, ગાર્ડન થાઇમ) છે. તેનાં સૂકાં પર્ણો અને પુષ્પવાળો અગ્રભાગ ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. તે નીચો બહુવર્ષાયુ ક્ષુપ (undershrub) છે અને 20-30 સેમી. ઊંચો હોય છે. નીલગિરિમાં તે સફળતાપૂર્વક પ્રવેશ પામેલી વનસ્પતિ…

વધુ વાંચો >

થિમાન, કેનેથ વિલિયન

થિમાન, કેનેથ વિલિયન (જ. 5 ઑગસ્ટ 1904, ઍશફર્ડ, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 15 જાન્યુઆરી 1997, ક્વૉડ્રેન્ગલ, હાવરફૉર્ડ, પીએ.) : જન્મે અંગ્રેજ, છતાં અમેરિકન વનસ્પતિદેહધર્મવિજ્ઞાની. તેમણે લંડનની ઇમ્પીરિયલ કૉલેજમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1928માં જૈવરસાયણમાં ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી. લંડનની મહિલાઓની કિંગ્ઝ કૉલેજમાં બે વર્ષ અધ્યાપન કર્યા પછી તેઓ અમેરિકા ગયા. તેઓ…

વધુ વાંચો >

થોર

થોર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલાં કુળ યુફોરબીએસી અને કૅક્ટેસીની કેટલીક વનસ્પતિઓ. કાંટાળો ચોધારો થોર (Euphorbia nivulia Buch-Ham; સં. पत्रस्नुही; હિં. काटा थोहर; બં. સીજ) : તે ક્ષુપ અથવા 9થી 10 મી. ઊંચું વૃક્ષ છે અને લીલી, નળાકાર, સાંધામય તેમજ ઘણુંખરું શૂલ (spine) સહિતની ભ્રમિરૂપ (whorled) શાખાઓ ધરાવે છે. તેનાં…

વધુ વાંચો >

દબાણ (જૈવિક અસરો)

દબાણ (જૈવિક અસરો) : એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતું બળ. સૂર્યનું આંતરિક દબાણ 3 × 1017 ડાઈન્સ/સેમી.2 હોય છે. અંતરા-તારાકીય અવકાશ (interstellar space)માં દબાણ શૂન્ય જેટલું હોય છે. દરિયાની સપાટીએ ભૌમિક સજીવોને એક વાતાવરણદાબ (1.0335 કિગ્રા./ચોસેમી.) દબાણ લાગુ પડે છે. જેમ ઊંચાઈ વધે તેમ વાતાવરણનું દબાણ ઘટે છે. પૃથ્વીના દરિયાની…

વધુ વાંચો >

દારુહળદર

દારુહળદર : દ્વિદળી વર્ગમાં આવેલા બર્બેરિડેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Berberis aristata DC. અને B. asiatica Roxb. ex DC. (સં. દારુહરિદ્રા, હિં. દારુહલ્દી, મ. દારુહલદ, ક. મરદવર્ષણુ, તે. મલુંપુ, પાસુગુ; મલા. નાણામાર, તા. નુનામારં, ફા. દારચાબ, અં. બર્બેરી) છે. દારુહળદરની ‘ઍરિસ્ટાટા’ જાતિ ઉન્નત, અરોમિલ, કાંટાળી, 3-6 મી.ની ઊંચાઈ ધરાવતી…

વધુ વાંચો >

દારૂડી

દારૂડી : દ્વિદળી વર્ગમાં આવેલા પેપાવરેસી કુળની એક ઔષધીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Agremone mexicana Linn. (સં. પટુપર્ણી, સ્વર્ણક્ષીરી; મ. પિંવળા; ધોત્રા વિલાયતી ધોત્રા; હિં. સત્યનાશી, ભરેબંદ, પીસોલા; બં. શિયાલકાંટા; ક. દત્તુરીગીડ્ડા, મલા. પોન્નમતં; તા. કુટ્ટીપોત્તી; કુરુક્કુમ; અં. મૅક્સિકન પૉપી, પ્રિકલી પૉપી) છે તે ઉન્નત, કાંટાળી, એક વર્ષાયુ, ફેલાતી શાખાઓવાળી…

વધુ વાંચો >

દિકામારી

દિકામારી : દ્વિદળી વર્ગના રૂબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gardenia gummifera Linn. F. (સં. નાડી હિંગુ, હિંગુનાડિકા; હિં.બં.મ. ડિકામાલી; ગુ. દિકામારી, ક. કલહત્તિ, તા. ડિક્કેમલ્લી, તે ચિભહિંગ્વા, અ. કનખામ) છે. તે ક્ષુપ અથવા નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. તેની ઊંચાઈ લગભગ 1.5થી 1.8 મી. અને ઘેરાવો 30 સેમી.…

વધુ વાંચો >

દિવસનો રાજા

દિવસનો રાજા : દ્વિદળી વર્ગના સોલેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cestrum diurnum L. (હિં દિનકા રાજા, ચમેલી; ગુ. દિવસનો રાજા; અં. ડે જૅસ્મિન, ડે કવીન) છે. તે  ઝડપથી વૃદ્ધિ સાધતો સદાહરિત 1.0-1.5 મી.ની ઊંચાઈ ધરાવતો ઉન્નત ક્ષુપ છે. તેની શાખાઓ સફેદ હવાછિદ્રો (lenticets) ધરાવે છે. તરુણ ભાગો ગ્રંથિમય હોય…

વધુ વાંચો >

દિવીદિવી

દિવીદિવી : દ્વિદળી વર્ગમાં આવેલા સીઝાલ્પિનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia coriaria (Jacq.) willd (ત. તીવીદીવી, ઇકિમારામ; તે દીવીદીવી; મું. લિબીદિબી; અં. અમેરિકન સુમેક, દિવીદિવી પ્લાન્ટ) છે. તે દક્ષિણ અમેરિકા અને વેસ્ટ ઇંડિઝની સ્થાનિક  (indigenous) છે અને ભારતમાં સો કરતાં વધારે વર્ષો પૂર્વે તેનો પ્રવેશ થયો હતો. ભારતના વિવિધ…

વધુ વાંચો >

દૂધી

દૂધી : (તુંબડું) દ્વિદળી વર્ગના કુકરબીટેસી કુળની મોટી વેલારૂપ વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lagenaria siceraria(Mol.) Standl. syn.L. leucantha Rusby; L. Vulgaris ser. (સં. અલાબુ, ઇશ્વાકુ, દુગ્ધતુંબી; મ. દુધ્યા, ભોંપળા, હિં. કદૂ, લૌકી, તુંબી; બં. લાઉ, કધૂ; ક.હાલગુંબળ, શિસોરે; તા. શોરાક્કાઈ; અં. બૉટલ ગુઅર્ડ) છે. દૂધી ઘણી મોટી, રોમમય, આરોહી કે…

વધુ વાંચો >