બળદેવપ્રસાદ પનારા

પાનાત્યય

પાનાત્યય : આયુર્વેદ અનુસાર નિયમરહિત અતિ મદ્ય(શરાબ)પાનથી થયેલ ખાસ રોગસ્થિતિ. કોઈ પણ મદ્ય (શરાબ, દારૂ, મદિરા) જો તેના નિયમો પાળીને, ઔષધ રૂપે, વય મુજબ યોગ્ય માત્રામાં, જરૂર હોય ને લેવાય તો તે ‘ઔષધ’ બની શકે છે; પરંતુ જો તે ખાલી પેટે, નિયમરહિત, વધુ માત્રામાં અને વ્યસન રૂપે વારંવાર કે રોજ…

વધુ વાંચો >

પાંડુરોગ અને કમળો (anaemia & jaundice)

પાંડુરોગ અને કમળો (anaemia & jaundice) : રક્તક્ષયથી થતો રોગ. ‘પાંડુ’ શબ્દનો અર્થ છે સફેદાઈવાળો પીળો, ફિક્કો રંગ. શરીરમાં ફિક્કાશ કે થોડી પીળાશ લાવતો રોગ. આ રોગ શરીરમાં લોહીની અછત કે રક્તક્ષયથી ઉત્પન્ન થાય છે. પ્રકારો : આયુર્વેદને મતે પાંડુરોગ પાંચ પ્રકારનો થાય છે : (1) વાતદોષજન્ય, (2) પિત્તદોષજન્ય, (3)…

વધુ વાંચો >

પ્રતાપલંકેશ્વર રસ

પ્રતાપલંકેશ્વર રસ : પ્રસૂતા સ્ત્રીનાં દર્દોનું એક ઉત્તમ રસ-ઔષધ. સંયોજન તથા વિધિ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ 10–10 ગ્રામ, મરી 30 ગ્રામ, અભ્રકભસ્મ 10 ગ્રામ, લોહભસ્મ 40 ગ્રામ, શંખભસ્મ 80 ગ્રામ અને જંગલી અડાયાં છાણાંની વસ્ત્રગાળ રાખ (ભસ્મ) 160 ગ્રામ લઈ, તેનું ચૂર્ણ કરી, પથ્થરની ખરલમાં બધું વિધિપૂર્વક…

વધુ વાંચો >

પ્રતિતૂની (પ્રતૂની)

પ્રતિતૂની (પ્રતૂની) : પ્રતિતૂની કે પ્રતૂની — એને આયુર્વેદવિજ્ઞાને વાતપ્રકોપજન્ય એક રોગ ગણેલ છે. ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના નિદાનસ્થાન 11માં ‘વિદ્રધિ-વૃદ્ધિ-ગુલ્મ નિદાન’ નામના અધ્યાયમાં આ રોગોનું વર્ણન ઉપલબ્ધ છે. પક્વાશય(ગ્રહણી સિવાય નાનાં તથા મોટાં આંતરડાં)માંથી ગુદા અને મૂત્રેન્દ્રિય તરફ (ઉપરથી નીચેની દિશામાં) જતા અને અટકી અટકીને વારંવાર જોરદાર તીવ્ર વેદના કરતા, વાયુદોષજન્ય…

વધુ વાંચો >

પ્રદરાંતક રસ

પ્રદરાંતક રસ : મહિલાઓને થતા પ્રદરરોગ માટેનું આયુર્વેદિક ઔષધ. ઔષધિ પાઠ અને વિધિ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, રૌપ્ય ભસ્મ, બંગ ભસ્મ, કોડી ભસ્મ, શંખ ભસ્મ, પ્રવાલ ભસ્મ, શંખજીરાની ભસ્મ અને રાળ – આટલાં 9 દ્રવ્યો સરખા વજને લઈ તે બધાંના સમાન વજને લોહભસ્મ લઈ, બધું મોટી ખરલમાં એકત્ર કરીને…

વધુ વાંચો >

પ્રસારણી

પ્રસારણી : જેના ઉપયોગથી શરીરનાં જકડાઈ ગયેલાં અંગો છૂટાં થાય તે આયુર્વેદિક ઔષધ. પ્રસારણીને ‘अपेहिवाता’ અર્થાત્ વાતદોષદૂરકર્તા પણ કહે છે. ઔષધિનાં અન્ય નામો : સંસ્કૃત, હિન્દી, ગુજરાતી – બધી ભાષામાં તે ‘પ્રસારણી’ નામે અને મરાઠીમાં પ્રસારણ નામે, લૅટિનમાં Paederia faetida તથા બંગાળીમાં ‘ગંધમાદુલિયા’ નામે ઓળખાય છે. તે મંજિષ્ઠાદિ વર્ગ –…

વધુ વાંચો >

બલા (ખપાટ, ખરેટી, બળબીજ)

બલા (ખપાટ, ખરેટી, બળબીજ) : દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sida cordifolia Linn. (સં. बला; ગુ. બલા, લાડુડી, મામા સુખડી, ખપાટ, બળ, કાંસકી; હિં. खिरैटी, वरियारा; મ. ચીકણી, લઘુચીકણા; બં. રવેતબેરેલા; અં. country-mallow) અને S. rhombifolia Linn. (મહાબલા) છે. આ વનસ્પતિ ભારતમાં ઉષ્ણ અને અર્ધોષ્ણ પ્રદેશોમાં…

વધુ વાંચો >

બહુફળી

બહુફળી : દ્વિદળી વર્ગમાં આવેલા ટિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Corchorus antichorus Raensche. (બેઠી બહુફળી, ભૂફલી, હરણસુરી, નાની બહુફળી) અને C. aestuans L. syn. C. acutangulus Lam. (મોટી બહુફળી, છૂંછ, છધારી છૂંછ, જીતેલી) છે. બેઠી બહુફળી ભૂપ્રસારી હોય છે અને તેની શાખાઓ વળદાર હોય છે. તેનાં પર્ણો નાનાં,…

વધુ વાંચો >

બહેડાં

બહેડાં : દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica Roxb. (સં. बिभीतक; હિં. बहेरा; બં, ભૈરાહ, મ. બેહેડા; અં. Belliric myrobalan) છે. તે 40 મી. સુધીની ઊંચાઈ ધરાવતું સુંદર વૃક્ષ છે અને તેનો ઘેરાવો 1.8 મી.થી 3.0 મીટર જેટલો હોય છે. તે ભારતનાં પર્ણપાતી જંગલોમાં…

વધુ વાંચો >

બંગસેન (બારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ કે તેરમી શતાબ્દીનો પૂર્વાર્ધ)

બંગસેન (બારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ કે તેરમી શતાબ્દીનો પૂર્વાર્ધ) : આયુર્વેદિક ગ્રંથકાર. ‘બંગસેન’(વંગસેન)ના પિતાનું નામ ગદાધર હતું અને તેઓ બંગાળના કાન્તિકાવાસ ગામના રહીશ હતા. તેમણે ગ્રંથકાર વૃંદના ‘સિદ્ધયોગ’ અને ચક્રદત્તના ‘ચક્રસંગ્રહ’ને મળતો આવે તેવો ‘ચિકિત્સાસારસંગ્રહ’ નામે આયુર્વેદનો ચિકિત્સાવિષયક ગ્રંથ લખ્યો છે, જે પ્રાય: લેખકના ‘બંગસેન’ નામે જ વધુ વિખ્યાત છે. આ…

વધુ વાંચો >