બટુક દલીચા

નારદસંહિતા

નારદસંહિતા : નારદોક્ત ભારતીય જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ. આ સંહિતાગ્રંથ જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત, સંહિતા અને હોરા – એ ત્રણેય સ્કંધોને સમાવી લે છે. ‘નારદસંહિતા’ માત્ર સંહિતા નથી, પણ ત્રિસ્કંધ જ્યોતિષસંહિતા છે. મૂળ ગ્રંથ ‘નારદપુરાણ’માં પુરાણના વિષયો સાથે જ્યોતિષશાસ્ત્રનું નિરૂપણ પણ કેટલાક અધ્યાયોમાં જોવા મળે છે. તેમાં ખાસ કરીને અ. 54, અ. 55, અ.…

વધુ વાંચો >

નીલકંઠ

નીલકંઠ (ઈ. સ. 1431) : પ્રસિદ્ધ ભારતીય જ્યોતિષી. પત્ની ચંદ્રિકા. વિદર્ભપ્રદેશના ગોદાથડના ધર્મપુરીના મૂળ રહેવાસી. તેમનું ગોત્ર ગાર્ગ્ય હતું. તેમના પિતા અનંત કાશીનિવાસી થયા ત્યારથી આ કુટુંબ કાશીનિવાસી થયું. આ વંશની પાંચ પેઢી સુધી બધા જ મુખ્ય પુરુષો વંશપરંપરાગત જ્યોતિષશાસ્ત્રવિશારદ થયા હતા. તેમના પૂર્વજ ચિંતામણિ પ્રતિભાશાળી વિદ્વાન હતા. તેમના પુત્ર…

વધુ વાંચો >

પનોતી

પનોતી : જ્યોતિષશાસ્ત્ર મુજબ ખરાબ ગ્રહદશા. પનોતીનો મૂળ સિદ્ધાંત શનિ-ચંદ્રના રાશિપ્રવેશ અને પરિભ્રમણ ઉપર રહેલો છે. જાતકની જન્મરાશિથી શનિ જ્યારે 12મી રાશિમાં આવે ત્યારે તે રાશિના જાતકના જીવનમાં મોટી ‘પનોતી’ બેઠી એમ કહેવાય છે. આ મોટી પનોતીનો સામાન્ય સમય સાડાસાત વર્ષનો ગણવામાં આવે છે. તેના ત્રણ તબક્કા પાડવામાં આવે છે.…

વધુ વાંચો >

પંચસિદ્ધાંતિકા (ઈ. સ. 508થી 548)

પંચસિદ્ધાંતિકા (ઈ. સ. 508થી 548) : વરાહમિહિરરચિત જ્યોતિષશાસ્ત્રનો ‘કરણ’ ગ્રંથ. તેમણે આ ગ્રંથનો ઉલ્લેખ ક્યાંય ‘પંચસિદ્ધાંતિકા’ના નામથી કર્યો નથી. જોકે એમાં ‘પ્રાચીનસિદ્ધાંત – પંચક’ના નિયમો તેમજ સૌરાદિ પાંચ સિદ્ધાંતોની ચર્ચા કરી છે. પૂર્વાચાર્યોએ જે જે બાબતો કહી નથી, તે તે બાબતો તેમણે ઉમેરી છે. ગણિતસ્કંધ એવા નામે પણ ઓળખવામાં આવતો…

વધુ વાંચો >

પ્રશ્નજ્યોતિષ

પ્રશ્નજ્યોતિષ : પ્રશ્નના સમય પરથી ફળાદેશ કરવાની ભારતીય જ્યોતિષશાસ્ત્રની પદ્ધતિ. ભારતીય પરંપરાગત ‘હોરા’ પદ્ધતિ પ્રમાણે એનું ગણિત મૂકવામાં આવે છે. સામાન્ય રીતે જાતકના જન્મ, સમય અને તારીખ કે તિથિ, નક્ષત્રના આધારે ફળાદેશ માટે જન્માક્ષર તૈયાર કરવામાં આવે છે. અહીં પ્રશ્નના સમયના આધારે કુંડળી માંડવામાં આવે છે. પ્રશ્નજ્યોતિષ એ પ્રત્યક્ષ-પદ્ધતિ છે.…

વધુ વાંચો >

બલ્લાલસેન

બલ્લાલસેન (અગિયારમી સદીનો ઉત્તરાર્ધ) : મહાન ભારતીય જ્યોતિર્વિદ્. બંગાળના રાજા વિજયસેનના પુત્ર. રાજ્યારોહણ 1158માં. તેમના ગુરુનું નામ અનિરુદ્ધ ભટ્ટ હતું. રાજવી તરીકે ફરજ બજાવતાં બજાવતાં એમણે ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં માત્ર લેખક જ નહિ, પણ સંશોધક તરીકે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી. તેમના સમકાલીન પંડિતોની હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું. ભારતીય વૈદિક જ્યોતિષથી માંડીને…

વધુ વાંચો >

બૃહત્સંહિતા

બૃહત્સંહિતા (ઈ. સ. 505) : વરાહમિહિરે વૃદ્ધ વયે રચેલો ફલિત જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ. એનો અનુવાદ અરબી ભાષામાં બરૂનીએ કર્યો છે. આ ગ્રંથ મૂળ પ્રત ઉપરથી ડૉ. કર્નેએ સૌપ્રથમ છાપ્યો. અંગ્રેજી ભાષાન્તર રૉયલ એશિયાટિક સોસાયટીએ તેના પાંચમા પુસ્તક તરીકે પ્રગટ કર્યું. બિબ્લિઑથેકા ઇંડિકા(કલકત્તા)એ મૂળ ‘બૃહત્સંહિતા’ પ્રગટ કરી. તેની સાથે મૂળ અને ભાષાન્તર…

વધુ વાંચો >

બૃહદ્ જાતક

બૃહદ્ જાતક : જ્યોતિષશાસ્ત્રનો એક જાણીતો ગ્રંથ. રચયિતા વરાહમિહિર. જન્મસ્થળ ઉજ્જૈન. પિતા આદિત્ય. ગુરુ પણ એ જ. સૂર્યવંશી બ્રાહ્મણકુળ. ઇષ્ટદેવ સૂર્ય. છઠ્ઠી સદીના પૂર્વભાગમાં જન્મેલા આ જ્યોતિષાચાર્યે સૂર્યસિદ્ધાંતના અનેક ગ્રંથોની રચના કરી છે. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રની ત્રણ શાખાઓ સિદ્ધાંત, સંહિતા અને હોરામાં નિપુણતા પ્રાપ્ત કરી અજોડ જ્યોતિર્વિદનું સ્થાન પ્રાપ્ત કર્યું…

વધુ વાંચો >

બૌધાયન

બૌધાયન (ઈ. પૂ. 600થી ઈ. પૂ. 300) : કૃષ્ણ યજુર્વેદ શાખાના પ્રવર્તક આચાર્ય. તેઓ દક્ષિણ ભારતમાં કૃષ્ણા નદીના અંતર્વર્તી ક્ષેત્રમાં રહેતા હતા. આ શાખાના ઘણા બ્રાહ્મણો આજે પણ આ વિસ્તારમાં રહે છે. પ્રસિદ્ધ વેદભાષ્યકાર સાયણાચાર્ય આ શાખાના હતા. તેમણે રચેલાં શ્રોતસૂત્ર, ધર્મસૂત્ર અને ગૃહ્યસૂત્ર વિખ્યાત છે. ‘શ્રૌતસૂત્ર’માં કૃષ્ણ યજુર્વેદને લગતાં…

વધુ વાંચો >

બ્રહ્મગુપ્ત

બ્રહ્મગુપ્ત (ઈ. સ. 598–665) : ભારતીય જ્યોતિષ અને ગણિતના વિદ્વાન લેખક. મૂળ વતન રાજસ્થાનમાં શ્રીમાળ–ભિન્નમાળ. પિતાનું નામ જિષ્ણુ. એ સમયમાં ગુજરાત છેક શ્રીમાળ–ભિન્નમાળ સુધી વિસ્તરેલ હોઈ લગભગ ગુજરાતી કહી શકાય તેવા આ જ્યોતિર્વિદે ભરયુવાનીમાં ત્રીસમે વર્ષે 24 અધ્યાયોનો બનેલો જ્યોતિષ અને ગણિતને ચર્ચતો ‘બ્રહ્મસ્ફુટ-સિદ્ધાંત’ નામનો અપૂર્વ ગ્રંથ રચ્યો છે. શાકલ્યોક્ત…

વધુ વાંચો >