બંસીધર શુક્લ

શર્મા, રાકેશ

શર્મા, રાકેશ (જ. 1954, પતિયાળા) : ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રી. વાયુસેનામાં સ્ક્વૉડ્રન લીડરના પદેથી વિવિધ સૈનિક-વિમાનોના પરીક્ષણ-ચાલક રૂપે તેઓ સેવા આપતા રહેલા. ભારતના અંતરિક્ષ વિકાસ કાર્યક્રમ હેઠળ 30 વર્ષની વયના રાકેશની પ્રથમ અંતરિક્ષયાત્રા માટે વરણી થઈ. પણ ત્યારે ભારત પોતાનું અંતરિક્ષયાન છોડવાની સ્થિતિમાં નહોતું, તેથી રશિયાના સહકારના પ્રસ્તાવનો ભારતે સ્વીકાર કર્યો.…

વધુ વાંચો >

શારીરિક શિક્ષણ

શારીરિક શિક્ષણ : શરીરનાં વિવિધ તંત્રો તથા પાંચ કર્મેન્દ્રિયોને પૂરી ક્ષમતાથી કામ કરે તે રીતે તૈયાર કરવા જે શિક્ષણ અપાય છે તે. શારીરિક શિક્ષણનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. પ્રાચીન શિક્ષણશાસ્ત્રીઓએ એ સ્વીકાર્યું કે ‘શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્’ – ધર્મ એટલે જીવન જીવવાની શ્રેષ્ઠ પદ્ધતિ, તે માટેનું પ્રથમ સાધન શરીર છે. સ્વસ્થ…

વધુ વાંચો >

શીતળા માતા

શીતળા માતા : હિંદુ ધર્મમાં વિવિધ રૂપે વ્યાપકપણે પૂજાતી એક દેવી. તે શીતળાના રોગની અધિષ્ઠાત્રી મનાય છે. તેની પૂજા કરનારી સ્ત્રીને વૈધવ્ય આવતું નથી એવી અનુશ્રુતિ છે. ગુજરાતમાં શ્રાવણ વદ સાતમના દિવસે આ દેવીનું વ્રત કરવાનું વિધાન છે. એ દિવસને શીતળા સાતમ કહે છે. વ્રતની વિશેષતા એ છે કે એ…

વધુ વાંચો >

સંદેશ

સંદેશ : અમદાવાદ સહિત ગુજરાતનાં મુખ્ય નગરોમાંથી પ્રગટ થતું ગુજરાતનું જૂનું દૈનિક. અમદાવાદમાં પ્રથમ દૈનિક વર્તમાનપત્ર નંદલાલ ચુનીલાલ બોડીવાળાએ 1921માં શરૂ કર્યું. એ વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રીય મહાસભાનું વાર્ષિક અધિવેશન મળ્યું, તે નિમિત્તે તેમણે ‘સ્વરાજ્ય’ નામે દૈનિક પત્રનો આરંભ કર્યો. ખર્ચને પહોંચી નહિ વળતાં તેમણે થોડા જ સમયમાં તેને સાપ્તાહિક બનાવ્યું.…

વધુ વાંચો >

સાંઈ, સુરેન્દ્ર

સાંઈ, સુરેન્દ્ર (જ. 23 જાન્યુઆરી 1809, બોરગામ, સાંબલપુર મંડલ, ઓરિસા; અ. 28 ફેબ્રુઆરી 1884, આંદામાન) : સ્વાતંત્ર્ય-સંગ્રામના આરંભકાળે જેનો બલિ લેવાયો તે સ્વાતંત્ર્યવીર. તેના જન્મ અને બાળપણના સમયે હજુ અંગ્રેજોની સત્તા મજબૂત બની નહોતી; તેમ છતાં પરદેશી શાસનની અનિષ્ટતા પારખી સુરેન્દ્ર નાની વયથી જ અંગ્રેજોનો વિરોધી બન્યો. ત્યારે વનરાજિ ગાઢ…

વધુ વાંચો >

સુલેખન :

સુલેખન : વિવિધ હેતુ માટેના લખાણના અક્ષરોને સુંદર આકર્ષક મરોડમાં તથા સુશોભનો સાથે અલંકૃત રૂપે પ્રસ્તુત કરવાની કળા. માણસ પશુદશામાં હતો ત્યારે પોતાના જૂથના બીજા માણસો સાથે સંચાર કે પ્રત્યાયન વિવિધ સરળ ઉદ્ગારો દ્વારા કરતો. તેનું વાચાતંત્ર વિકસતાં લાંબે ગાળે તેમાંથી ભાષાનો અને તે પછી ઘણા સમયે લિપિનો વિકાસ થયો.…

વધુ વાંચો >

હઝરા માતંગિની

હઝરા, માતંગિની (જ. 1870, હોગલા, જિ. મિદનાપોર, પશ્ચિમ બંગાળ; અ. 29 સપ્ટેમ્બર 1942, તામલુક, જિ. મિદનાપોર) : દેશભક્ત, મહિલા સ્વાતંત્ર્ય-સૈનિક. માતંગિની ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મી હતી. તે અશિક્ષિત હતી. નાની ઉંમરે, તેનાં લગ્ન, પાસેના ગામના આશરે 60 વર્ષના વિધુર ત્રિલોચન હઝરા સાથે થયાં હતાં. તે માત્ર 18 વર્ષની વયે વિધવા…

વધુ વાંચો >

હાર્ડિકર નારાયણ સુબ્બારાવ

હાર્ડિકર, નારાયણ સુબ્બારાવ (જ. 7 મે 1889, હુબલી, જિલ્લો ધારવાડ; અ. 1975) : દેશભક્ત, સ્વાતંત્ર્યસૈનિક. સેવાદળના સ્થાપક અને વડા. તેમનો જન્મ ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે માધ્યમિક શિક્ષણ પુણેમાં લીધું. તે દરમિયાન ‘કેસરી’માં પ્રગટ થતા ટિળકના લેખો વાંચીને તેમનાથી પ્રભાવિત થયા અને દેશભક્ત થયા. શાળાના અભ્યાસ દરમિયાન તેઓ સ્વાતંત્ર્યચળવળમાં…

વધુ વાંચો >