બંસીધર શુક્લ

રાષ્ટ્રધ્વજ

રાષ્ટ્રધ્વજ : દેશના સ્વાભિમાનના પ્રતીકરૂપ ધજા, જેની ગરિમા જાળવતાં રાષ્ટ્રજનો પ્રાણ આપવા પણ તૈયાર થઈ જતા હોય છે. આ ધ્વજ કે ધજામાં રેશમી, ઊની, સુતરાઉ એમ વિવિધ કાપડ વપરાય છે. માપ દોઢ x એકના વ્યાપક માપ કરતાં કોઈ વાર ભિન્ન હોય છે. કપડા ઉપર રંગબેરંગી પટા અને ઘણી વાર વિશેષ…

વધુ વાંચો >

રેડિયો હૅમ

રેડિયો હૅમ : નાગરિકો શોખ રૂપે પોતાનું રેડિયોકેન્દ્ર સ્થાપી બીજા શોખીનો જોડે બિનતારી સંદેશાવ્યવહાર સ્થાપે તેવી વ્યવસ્થા. તેને અવ્યવસાયી કે શોખ રેડિયો કહે છે, પણ વ્યવહારમાં તેને હૅમ રેડિયો કહે છે. નાગરિક રેડિયો પણ કહે છે. અવ્યવસાયી રેડિયોનું હૅમ રેડિયો નામ કેવી રીતે પડ્યું તે વિશે કોઈ કંઈ જાણતું નથી.…

વધુ વાંચો >

રૉઇટર, પૉલ જૂલિયસ

રૉઇટર, પૉલ જૂલિયસ (જ. 21 જુલાઈ 1816, કૅસલ, જર્મની; અ. 25 ફેબ્રુઆરી 1899, નીસ, ફ્રાન્સ) : સૌથી પહેલી સમાચાર એજન્સીના સ્થાપક. આ સમાચાર-સેવા હજુ પણ તેમના નામથી ઓળખાય છે. તેઓ યહૂદી માતા-પિતાનું સંતાન હતા. મૂળ નામ ઇઝરાયલ બિયર જોસેફટ હતું, પણ 1844માં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ‘રૉઇટર’નું નવું નામ અપનાવ્યું.…

વધુ વાંચો >

લુધિયાનવી, સાહિર

લુધિયાનવી, સાહિર (જ. 1921, લુધિયાણા, પંજાબ; અ. 25 ઑક્ટોબર 1980, મુંબઈ) : હિન્દી તથા ઉર્દૂ ભાષાના પ્રગતિશીલ કવિ તથા ચલચિત્રોના ગીતકાર. મૂળ નામ અબ્દુલ હાયી. શિક્ષણ લુધિયાણામાં લીધું. નાની વયથી કવિતામાં રુચિ જાગતાં પોતે પણ કવિતા કરતા થયા. યુવાન વયે, 1945માં તેમનો પહેલો કાવ્યસંગ્રહ ‘તલ્ખિયાં’ પ્રગટ થયો. ‘ગાતા જાયે, બનજારા’…

વધુ વાંચો >

લેખનસામગ્રી

લેખનસામગ્રી લેખન તથા આનુષંગિક કાર્યો માટે વપરાતી વસ્તુઓ તથા સાધનો. આશરે એક લાખ વર્ષ પૂર્વે માણસ સંપર્ક માટે વાચાનો ઉપયોગ કરતો થયો તે સાથે તેનું લાંબા અંતરનું વિચરણ પણ શરૂ થયું. વાચા આટલી વહેલી મળી. પણ, તેને દૃદૃશ્ય રૂપે અંકિત કરવાનો વિચાર ઘણો મોડો ઉદભવ્યો. લેખનના નમૂના જૂનામાં જૂના સુમેરુ…

વધુ વાંચો >

લોટવાળા, રણછોડદાસ ભવાનભાઈ

લોટવાળા, રણછોડદાસ ભવાનભાઈ (20મી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન) : ગુજરાતી ભાષાના આદિ પત્રકારોમાંના નોંધપાત્ર પત્રકાર. નિવાસ મુંબઈમાં. કેળવણી પણ ત્યાં જ. અંગ્રેજી શિક્ષણના પ્રભાવે સુધારાવાદી વિચારો પ્રત્યે આકર્ષાયા. સામે પક્ષે દેશની સ્વતંત્રતાના વિષયમાં પણ ઉગ્ર વિચારો ધરાવતા થયા. સુધારાવાદી વિચારોના પ્રસાર તથા રૂઢિવાદી ટીકાને ઉત્તર આપવાના હેતુથી તેમણે ‘આર્યપ્રકાશ’ નામે વર્તમાનપત્રનો…

વધુ વાંચો >

વાસ્તુશાસ્ત્ર (ભારતીય)

વાસ્તુશાસ્ત્ર (ભારતીય) : ભવનનિર્માણકલાનું પ્રતિપાદક સ્થાપત્યશાસ્ત્ર. ‘વાસ્તુ’ શબ્દના મૂળમાં ‘वस्’ ધાતુ છે; જેનો અર્થ થાય છે ‘કોઈ એક સ્થાને નિવાસ કરવો.’ ‘વાસ્તુ’નો અર્થ થાય છે ‘જેમાં મનુષ્ય અથવા દેવતા નિવાસ કરે છે તે ભવન’. ભારતીય સૌંદર્યશાસ્ત્રમાં વાસ્તુકલાની આશ્રિત કલાઓના રૂપમાં મૂર્તિકલા અને ચિત્રકલાના ઉલ્લેખો પણ મળે છે. વાસ્તવમાં વાસ્તુકલા અને…

વધુ વાંચો >

વિવિધભારતી

વિવિધભારતી : આકાશવાણીની લોકપ્રિય વિશેષ પ્રસારણ-સેવા. સ્વતંત્રતા પછી દેશના લગભગ સમગ્ર વિસ્તારને રેડિયો-પ્રસારણ-સેવાનો લાભ મળતો થયો. તેમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પ્રસારણો તેમજ  વિશેષ તથા સામાન્ય જનસમુદાયો માટેનાં પ્રસારણો વચ્ચે સંતુલનની સમસ્યા ઊભી થઈ. આના એક ઉકેલ રૂપે 1957ની ગાંધીજયંતીથી ‘વિવિધભારતી’ નામે વિશેષ પ્રસારણ-સેવાનો આરંભ કરાયો. આરંભ થોડા સમય માટે પ્રાયોગિક…

વધુ વાંચો >

વિશ્વકપ (વર્લ્ડકપ)

વિશ્વકપ (વર્લ્ડકપ) : એ નામે પ્રયોજાતી કેટલીક રમતોની સ્પર્ધાઓ. વિશ્વવ્યાપી ધોરણે સામાન્ય રીતે પ્રતિ ચાર વર્ષે વિવિધ નગરમાં તે પ્રયોજાય છે. એમાં ભાગ લેનારા દેશો મુખ્યત્વે યુરોપ તથા તેમણે સ્થાપેલી અમેરિકી વસાહતોના છે. ઑસ્ટ્રેલિયા આખો ખંડ પ્રારંભથી બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હોવાથી તથા ત્યાંની અને ન્યૂઝીલૅન્ડની વસ્તી મૂળ બ્રિટનની હોવાથી તે…

વધુ વાંચો >

વ્હાઇટ, માઇનૉર

વ્હાઇટ, માઇનૉર (જ. 9 જુલાઈ 1908, મિનિયાપૉલિસ, યુનાઇટેડ સ્ટેટ્સ; અ. 24 જૂન 1976, કેમ્બ્રિજ, યુનાઇટેડ સ્ટેટ્સ) : અમેરિકી છબિકાર અને પત્રકાર. છબિકલા દ્વારા અભિવ્યક્તિનો વ્યાપ વધારવાના તેમના પ્રયત્નોએ તેમને વીસમી સદીના મધ્ય ભાગના સૌથી પ્રભાવી સર્જનશીલ છબિકાર બનાવ્યા. વ્હાઇટે નાની વયથી ચિત્રો પાડવાનો આરંભ કર્યો પણ તે પછી વનસ્પતિશાસ્ત્ર અને…

વધુ વાંચો >