બંસીધર શુક્લ

મામાવાળા, કંચનલાલ

મામાવાળા, કંચનલાલ (જ. 1902; અ. 23 એપ્રિલ 1970) : ગુજરાતી સંગીતકાર અને સંગીતવિવેચક. પિતાનું નામ હીરાલાલ. પુષ્ટિમાર્ગી સંસ્કારોએ તેમનામાં નાનપણથી કલાસૂઝ આરોપી. દસ વર્ષની વયથી જ પદ્ધતિસર સંગીતપ્રશિક્ષણ લેવા માંડ્યું. આ રીતે હાર્મોનિયમ ઉપર પ્રભુત્વ જમાવ્યું. પંડિત ઓમકારનાથ ઠાકુર તથા પંડિત ડી. વી. પલુસ્કર જેવા મહાન સંગીતકારોની સંગત કરી. અન્ય…

વધુ વાંચો >

મા શારદામણિદેવી

મા શારદામણિદેવી (જ. 1853, બાંકુડા, જયરામવાડી, પં. બંગાળ; અ. 20 જુલાઈ 1920, કોલકાતા) : આધુનિક ભારતનાં અગ્રણી મહિલા-સંતોમાંનાં એક. રામકૃષ્ણ પરમહંસનાં સહધર્મચારિણી. પિતાનું નામ રામચંદ્ર મુખોપાધ્યાય. માતાનું નામ શ્યામસુંદરીદેવી. દંપતી ધનની બાબતે દરિદ્ર હતાં, પણ સંસ્કાર તથા ધર્મભાવનામાં અતિસમૃદ્ધ હતાં. કહે છે કે દંપતીને સ્વપ્નમાં એક સુંદર બાલિકાએ દેખા દઈને…

વધુ વાંચો >

મૅમથ

મૅમથ : એ નામની હાથીના કુળની લુપ્ત પ્રજાતિ(Mammuthus)નાં પ્રાણી. મૅમથની ગણના સસ્તન વર્ગની પ્રોબોસિડિયા શ્રેણીના એલિફન્ટિડી કુળમાં થાય છે. આ પ્રાણીનો બરફમાં દટાઈને ઠરી ગયેલો પ્રથમ નમૂનો 1400ના અરસામાં મળ્યો. તે પહેલાં ઉત્તર સાઇબીરિયા અને મૉંગોલિયાના લોકો તેમના વિશાળ દંતૂશળથી પરિચિત હતા. તેમની કલ્પના પ્રમાણે તે ઉંદરની જાતના પ્રાચીન વિરાટ…

વધુ વાંચો >

મૅરેથૉન દોડ

મૅરેથૉન દોડ : માર્ગ પર યોજાતી લાંબા અંતરની દોડ-સ્પર્ધા. સામાન્ય રીતે તેમાં 42.195 કિમી. એટલે કે 26 માઈલ 385 વારનું અંતર દોડવાનું હોય છે. 1896થી યોજાતી રહેલી ઑલિમ્પિક રમતોમાં તે એક મહત્વની સ્પર્ધા બની રહી છે. જોકે દોડ માટેનું 42.195 કિમી.(26 માઈલ 385 વાર)નું અંતર સુનિશ્ચિત બન્યું 1908માં. એ વર્ષે…

વધુ વાંચો >

મોરારિબાપુ

મોરારિબાપુ (જ. 25 સપ્ટેમ્બર 1946, તલગાજરડા, તા. મહુવા, જિ. ભાવનગર) : રામકથાના સુપ્રસિદ્ધ કથાકાર ને પ્રચારક. પિતા પ્રભુદાસ હરિયાણી, માતા સાવિત્રીબહેન. નિમ્બાર્કાચાર્યની વૈષ્ણવ પરંપરાના એ અનુયાયી. દાદા-દાદીની નિશ્રામાં એમનો ઉછેર અને ઘડતર. દાદીમા દ્વારા પૌરાણિક કથાઓ તેમજ લોકવાર્તાઓનું શ્રવણપાન. દાદા અને ગુરુ ત્રિભોવનદાસ પાસે તુલસી-રામાયણનું અધ્યયન. મોરારિબાપુનું આ અધ્યયન જ્યાં…

વધુ વાંચો >

રમકડું

રમકડું : સામાન્યત: બાળકો દ્વારા રમવા માટે ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુ કે સાધન. વિશ્વના દરેક સમાજમાં બાળક રમકડે રમે છે. ધાવણી, ઘૂઘરો, દડો, ઢીંગલી, રથ કે ગાડી, કોયડા જેવાં રમકડાં પ્રાચીન કાળથી બાળકોનાં જીવનમાં મહત્વનો ભાગ ભજવતાં રહ્યાં છે. રમકડું બાળકનું મનોરંજન કરે છે. તે બાળકને જ્ઞાન પણ આપે છે અને…

વધુ વાંચો >

રાજકુમાર (1)

રાજકુમાર (1) (જ. 8 ઑક્ટોબર 1927, સિયાલકોટ, અત્યારે પાકિસ્તાનમાં; અ. 2 જુલાઈ 1996, મુંબઈ) : હિંદી ચલચિત્રોના અભિનેતા. જન્મ કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં. પિતા જાગેશ્વરનાથ ધનરાજ પંડિત સેનામાં અધિકારી હતા. રાજકુમારનું જન્મનું નામ કુલભૂષણ હતું. ક્વેટા અને રાવલપિંડીમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં કર્યો. મુંબઈમાં માહિમ ઉપનગરમાં પોલીસ અધિકારી…

વધુ વાંચો >

રાજધર્મ

રાજધર્મ : રાજા અથવા શાસકનો ધર્મ. તેમાં શાસકના પદ ઉપર બેઠેલાનું પ્રજાની રક્ષાનું તથા પ્રજાની સુખશાંતિ જાળવવાનું કર્તવ્ય મુખ્યત્વે સમાવિષ્ટ થાય છે. પ્રાચીન કાળથી ધર્મશાસ્ત્રોમાં રાજધર્મ વિશે ચર્ચા થતી આવી છે. પ્રાચીન ભારતીય ચિંતનમાં ‘ધર્મ’ શબ્દ સર્વગ્રાહી અર્થ ધરાવે છે અને તેનો સહુપ્રથમ પ્રયોગ વૈદિક સાહિત્યમાં જોવા મળે છે. અંગ્રેજી…

વધુ વાંચો >

રાય, રેણુકા

રાય, રેણુકા (જ. 4 જાન્યુઆરી 1904; અ. એપ્રિલ 1997) : બંગાળી સમાજસેવિકા. ચારુલતા અને સતીશચંદ્ર મુખરજીનાં પ્રથમ પુત્રી. પિતા ઇંડિયન સિવિલ સર્વિસમાં હોવાથી બંગાળાનાં જિલ્લામથકોએ જિલ્લા મૅજિસ્ટ્રેટ રૂપે વારંવાર બદલી પામતા. રેણુકાને આથી દેશનું પ્રત્યક્ષ દર્શન કરવાનો લાભ મળ્યો. સાથેસાથે તેમને ગોરા અધિકારીઓ દ્વારા પિતાને થતો અન્યાય અને તેમનું કરાતું…

વધુ વાંચો >

રાષ્ટ્રગીત

રાષ્ટ્રગીત : રાષ્ટ્ર પ્રત્યે પ્રજાનો પ્રેમ તથા ભક્તિનો ભાવ વ્યક્ત કરતું રાષ્ટ્રનું સત્તાવાર ગીત. મોટે ભાગે તે સમૂહમાં ગવાય છે. સાથે વાદ્યવૃંદનું સંગીત પણ હોઈ શકે છે. રાષ્ટ્રગીતનો હેતુ રાષ્ટ્રજનોમાં રાષ્ટ્ર પ્રત્યે, જરૂર પડ્યે બલિદાનની ભાવના પ્રેરવાનો છે. રાષ્ટ્રીય પર્વ, વિશેષ પ્રસંગ, આંતરરાષ્ટ્રીય સંમેલન, રમતોત્સવ અને પરદેશી અતિથિના સ્વાગત જેવા…

વધુ વાંચો >