બંસીધર ભટ્ટ

અણુઓગદ્દારસુત્ત (અનુયોગદ્વારસૂત્ર)

અણુઓગદ્દારસુત્ત (અનુયોગદ્વારસૂત્ર) : શ્વેતાંબર જૈન આગમશાસ્ત્રનો તત્ત્વગ્રંથ. અણુઓગદ્દારસુત્ત(વિકલ્પે : – દ્દારાઈ, દ્દારા. સં. અનુયોગદ્વારસૂત્ર)ની ગણના નંદિસુત્ત પછી થાય છે. શ્વેતાંબર પરંપરામાં આ બે ગ્રંથોનું સ્થાન ‘મૂલસૂત્રો’ની પહેલાં અને ‘છેદસૂત્રો’ની પછી આપવામાં આવ્યું છે. ‘આવસ્સયનિજ્જુત્તિ’ના બીજા સંસ્કરણ (redaction, સંવૃદ્ધ સંસ્કરણ) દરમિયાન અલગ પડી ગયેલા આ ‘નંદી-અનુયોગદ્વાર’નું જોડકું, મૂળે તો આવશ્યક પરંપરાના…

વધુ વાંચો >

આવસ્સય–નિજ્જુત્તિ

આવસ્સય–નિજ્જુત્તિ (ઈ. પૂ. ત્રીજી સદી) (सं. आवश्यक निर्युक्ति) : શ્વેતાંબર જૈનોનું ધર્મશાસ્ત્ર. આવસ્સયસુત્ત (આવશ્યક સૂત્ર) ઉપર પ્રાકૃત ગાથાઓમાં રચાયેલી આ એક પ્રકારની ટીકા (નિર્યુક્તિ) છે. શ્વેતાંબરોનાં ‘મૂલસૂત્રો’માં ગણાતા આવશ્યક સૂત્રમાં રોજ સવાર-સાંજ કરવી પડતી છ આવશ્યક ધાર્મિક વિધિઓ દર્શાવી હોવાથી તે ‘ષડ્-આવશ્યક’ નામથી પણ ઓળખાય છે. તેઓ માને છે કે…

વધુ વાંચો >

જૈન આગમટીકાસાહિત્ય

જૈન આગમટીકાસાહિત્ય : જૈનોના ખાસ કરી શ્વેતાંબરોના આગમગ્રંથોને કેન્દ્રમાં રાખી તેમની ભાષા અને સિદ્ધાંતો સમજાવવા સારુ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ ભાષાઓમાં ગદ્ય કે પદ્ય રૂપે વિસ્તાર પામેલું ટીકારૂપ ગૌણ સાહિત્ય. ‘ટીકા’ને માટે ‘વ્યાખ્યા’ શબ્દ પણ પ્રયોજાય છે. દિગંબરોને માન્ય કેટલાક ગ્રંથો ઉપર પણ પ્રાકૃત/સંસ્કૃતમાં વ્યાખ્યાઓ (નિર્યુક્તિ/ટીકા વગેરે) રચાઈ છે; પરંતુ તેઓનો…

વધુ વાંચો >

નાયાધમ્મકહાઓ

નાયાધમ્મકહાઓ : શ્વેતાંબર જૈનોના આગમ ગ્રંથોમાં છઠ્ઠા અંગ તરીકે નાયાધમ્મકહાઓ (સં. જ્ઞાતાધર્મકથા) જાણીતી છે. તેમાં પ્રાકૃત ગદ્યમાં વાર્તાઓ વણી લીધી છે. તેના નાયા અને ધમ્મકહાઓ એવા બે સુયકખંધ(સં. શ્રુતસ્કંધ)માંથી નાયા નામે  વધારે વિસ્તારવાળા પહેલા શ્રુતસ્કંધમાં નીતિપરક વાર્તાઓનો અને ધમ્મકહાઓ નામે બીજા શ્રુતસ્કંધમાં કાલ્પનિક વાર્તાઓનો સમાવેશ કર્યો છે. નાયામાં અનુક્રમે ઉક્ખિત્ત,…

વધુ વાંચો >

નિક્ષેપ (વ્યાકરણશાસ્ત્ર)

નિક્ષેપ (વ્યાકરણશાસ્ત્ર) : જૈન શાસ્ત્રીય ગ્રંથોમાં શબ્દ કે અર્થનું વિશ્લેષણ કરવાની એક પ્રક્રિયા. વિદ્વાન જૈન મુનિઓએ શબ્દોની નિરુક્તિ કે અર્થવિશ્લેષણ કરવાની નિક્ષેપ (પ્રાકૃત – નિક્ખેવ) નામે એક અપૂર્વ પ્રક્રિયા નિર્યુક્તિઓમાં શરૂ કરી જેને ભાષ્યો અને ચૂર્ણિઓમાં ખૂબ વેગ મળ્યો. નિર્યુક્તિ વગેરે સાહિત્યમાં આવી પ્રક્રિયા માટે વપરાતો ‘નિક્ષેપ’ શબ્દ જૈન ધર્મકથાઓમાં…

વધુ વાંચો >

પણ્ણવણા

પણ્ણવણા : ચોથું ઉપાંગ ગણાતો જૈન-આગમ ગ્રંથ. શ્વેતાંબર જૈનોના આગમ-ગ્રંથોને અંગ અને ઉપાંગ જેવા બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં પ્રાકૃત ગદ્યમાં રચાયેલા ‘પણ્ણવણા’ને (સં. પ્રજ્ઞાપના : ‘ગોઠવણી’, ‘વિતરણ’) ચોથા ઉપાંગ તરીકે સ્થાન આપ્યું છે. જૈન પરંપરામાં આગમોના અંગ-ઉપાંગ જેવા વિભાગોની પ્રક્રિયા પાછળ પણ પ્રાચીન બ્રાહ્મણ-પરંપરાનું અનુકરણ થયું છે. ‘પ્રજ્ઞાપના’ને…

વધુ વાંચો >

વિવાગસુય

વિવાગસુય : વિવાગસુય (સં. વિપાકશ્રુત, વિપાકસૂત્ર) શ્વેતાંબર જૈનોના અંગ સાહિત્યમાં અગિયારમા સ્થાને આવે છે. જેમ છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથામાં (જુઓ, અધિકરણ : નાયાધમ્મકહાઓ.) તેમ વિપાકશ્રુતમાં પણ પાછળથી બે શ્રુતસ્કંધોમાં વિભાગ કરી તેના બીજા શ્રુતસ્કંધનો બિનજરૂરી વિસ્તાર કર્યો છે. જૈન પરંપરામાં ચાલી આવતી દુ:ખમાં પરિણમતી મૂળ દસ કાલ્પનિક કથાઓ પહેલા શ્રુતસ્કંધમાં સમાવી…

વધુ વાંચો >