પ્ર. દી. અંગ્રેજી

ગ્રિગૉરિયન કૅલેન્ડર

ગ્રિગૉરિયન કૅલેન્ડર : દુનિયાના લગભગ બધા દેશોએ વ્યવહારમાં અપનાવેલું પોપ ગ્રેગરી તેરમાએ પ્રચલિત કરેલું તિથિપત્ર. તિથિપત્ર એટલે ‘કૅલેન્ડર’. તે રોમન શબ્દ ‘કૅલેન્ડઝ’ પરથી બનેલો છે. તેનો અર્થ માસનો પ્રથમ દિવસ થાય છે. શરૂઆતમાં પ્રાચીન રોમમાં 10 માસનું અને 365 દિવસનું કૅલેન્ડર અમલમાં હતું. તે પછી જુલિયસ સીઝરની સૂચનાથી ખગોળશાસ્ત્રી સૉસિજિનસ…

વધુ વાંચો >

ગ્રીષ્મ (summer)

ગ્રીષ્મ (summer) : વસંતની અનુગામી ઋતુ. ભારતમાં વૈશાખ અને જ્યેષ્ઠ માસના સમયગાળાને અને યુરોપ-અમેરિકામાં જૂનથી ઑગસ્ટ મહિના સુધીના સમયગાળાને ગ્રીષ્મ ઋતુ કહે છે. ખગોળશાસ્ત્ર અનુસાર દક્ષિણાયન આરંભદિન(21 જૂન)થી શરદ સંપાતદિન (23 સપ્ટેમ્બર) સુધીના વર્ષચતુર્થાંશને ગ્રીષ્મ ઋતુ કહે છે. ગ્રીષ્મ ઋતુમાં સૂર્યનાં કિરણો સીધાં પડતાં હોવાને કારણે પૃથ્વીપટ ઉપરનું તાપમાન ઊંચું…

વધુ વાંચો >

ઘટિકાકોણ (hour angle)

ઘટિકાકોણ (hour angle) : અવલોકનસ્થળના ખગોલીય યામ્યોત્તરવૃત્ત (meridian) અને ખગોલીય પદાર્થના ઘટિકાવૃત્ત (hour circle) વચ્ચેનો કોણ. યામ્યોત્તરવૃત્તથી પશ્ચિમ દિશા તરફ 0°થી 360°ના અથવા 0 કલાકથી 24 કલાકના (1 કલાક = 15°) માપ વડે તે દર્શાવાય છે. તેને સ્થાનિક ઘટિકાકોણ પણ કહેવામાં આવે છે. સ્થાનિક શબ્દનો પ્રયોગ એમ સૂચવે છે કે…

વધુ વાંચો >

ચાંદ્ર આંદોલન (libration)

ચાંદ્ર આંદોલન (libration) : ચંદ્રની કક્ષીય ગતિઓમાં પૃથ્વી ઉપરથી દેખાતી આભાસી અને વાસ્તવિક અનિયમિતતાઓને કારણે ઉદભવતી ઘટના. ચંદ્રનો પૃથ્વીની તરફ રહેતો ભાગ હંમેશાં અવિચળ રહે છે અને એકીસમયે ચંદ્રસપાટીનો 50 % ભાગ જ જોઈ શકાય છે. તેમ છતાં ઉપર કહેલી અનિયમિતતાઓને કારણે, સમયાંતરે લીધેલાં ચંદ્ર-અવલોકનોને એકત્રિત કરતાં ચંદ્રસપાટીનો લગભગ 57…

વધુ વાંચો >

ચાંદ્ર-સૌર તિથિપત્ર (luni-solar calendar)

ચાંદ્ર-સૌર તિથિપત્ર (luni-solar calendar) : 12 ચાંદ્ર માસના બનેલા ચાંદ્ર વર્ષ અને ખગોલીય ક્રાંતિવૃત્તનું એક પરિભ્રમણ કરતાં સૂર્યને લાગતા સમયગાળા — સૌરવર્ષ (tropical year) અંગેનું તિથિપત્ર. ચાંદ્ર-સૌર વર્ષમાં બંને પ્રકારનાં વર્ષોનો સમન્વય સાધવામાં તેમજ તાલમેળ જાળવવામાં આવે છે. સામાન્ય વ્યવહારોપયોગી કાળગણના માટે એક અમાસથી બીજી અમાસ કે એક પૂનમથી બીજી…

વધુ વાંચો >

ચીની તિથિપત્ર

ચીની તિથિપત્ર : વર્ષ, માસ અને દિવસની ગોઠવણ કરતી ચીની પદ્ધતિ. લગભગ બધાં જ તિથિપત્ર કે પંચાંગ એક કે એકથી વધુ અવકાશી પિંડની ક્રમબદ્ધ કે ચક્રીય ગતિ ઉપર આધારિત હોય છે. જેમ કે ગ્રેગરી પંચાંગ જે વ્યાવહારિક તેમજ વહીવટી કામ માટે આખી દુનિયામાં વપરાય છે તેના જેવા આંતરરાષ્ટ્રીય પંચાંગનો આધાર…

વધુ વાંચો >

જુલિયન કાલાવધિ

જુલિયન કાલાવધિ : રોમન ગણરાજ્યના જુલિયન અને ગ્રેગરિયન તિથિપત્ર અનુસારના ત્રણે વર્ષમાનના લઘુતમ સમાન ગુણક (least common multiple) મુજબ 7980 વર્ષની અવધિ. રોમન ગણરાજ્યના તિથિપત્રમાં સામાન્ય વર્ષ 355 સૌરદિનનું ગણાતું અને દર ત્રીજા વર્ષે એક અધિક માસ 23 ફેબ્રુઆરી પછી ઉમેરવાનો રિવાજ હતો. એટલે તેની સરેરાશ વર્ષમાન 365 સૌર દિનની…

વધુ વાંચો >

જુલિયન તિથિપત્ર (calendar)

જુલિયન તિથિપત્ર (calendar) : રોમન ગણરાજ્ય-તિથિપત્રનું સુધારેલું અને ગ્રેગરિયન તિથિપત્રનું પુરોગામી સ્વરૂપ. રોમન તિથિપત્રમાં 2થી 4 વર્ષને સમયગાળે એક અધિક માસ ઉમેરવાની પ્રથા હતી; પરંતુ અધિક માસ કયે વર્ષે ઉમેરવો તે નિર્ણય કરવા માટેના સુનિશ્ચિત નિયમને અભાવે, જેમને હસ્તક આ કામગીરી સોંપવામાં આવી હતી તેવા સ્થાનિક ધર્મગુરુઓ પોતાને મન ફાવે…

વધુ વાંચો >

જુલિયન દિનાંક

જુલિયન દિનાંક (Julian day number, JD) : ઈ. પૂ. 4713ના 1 જાન્યુઆરીની બપોરે 12 UTથી પ્રચલિત થયેલ સૌર દિનની અસ્ખલિત શ્રેણીમાં ઇષ્ટ સમયને દર્શાવતો દિનાંક. ગ્રેગરિયન તિથિપત્રની શરૂઆત થઈ તે વર્ષે, 1582માં જૉસેફ જે. સ્કૅલિજરે આ દિનાંકપદ્ધતિ સૂચવી હતી. રોમન પ્રમુખસત્તાધીશ જુલિયસ સીઝરના માનમાં રોમન સેનેટે જુલિયન તિથિપત્રને એ નામ…

વધુ વાંચો >

જોડકાનો વિરોધાભાસ

જોડકાનો વિરોધાભાસ (twin’s paradox) : ઘડિયાળના વિરોધાભાસ (clock paradox) તરીકે ઓળખાતો સિદ્ધાંત. વિશિષ્ટ સાપેક્ષતાવાદ અનુસાર ગતિશીલ પ્રણાલીમાં કાલશનૈ:ગતિ(dilation of time)ની આગાહી કરવામાં આવે છે, તેમાંથી આ રસપ્રદ પરિસ્થિતિ પરિણમે છે. ધારો કે જય અને વિજય નામના 2 જોડિયા ભાઈઓ પૈકીનો જય અંતરિક્ષયાનમાં બેસીને પ્રકાશના વેગ (મૂલ્ય c)ના 99 % વેગથી…

વધુ વાંચો >