પ્ર. ઉ. શાસ્ત્રી
નામ (સંજ્ઞા)
નામ (સંજ્ઞા) : સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે પદના ચાર પ્રકારોમાંનો એક. ઋક્પ્રાતિશાખ્ય અને યાસ્કના મતે જે પદ સત્વ એટલે વસ્તુ કે દ્રવ્યનો અર્થ મુખ્યત્વે બતાવતું હોય તેને નામ કહેવાય. પાણિનિને મતે વિભક્તિના પ્રત્યયો જેને અંતે હોય તે सुबन्त પદો નામ કહેવાય. ભોજ પોતાના ‘શૃંગારપ્રકાશ’માં સત્વભૂત અર્થના અભિધાયકને નામ કહે છે અને…
વધુ વાંચો >નારાયણ (ઋષિ)
નારાયણ (ઋષિ) : વૈદિક ઋષિ. વેદ અને પુરાણ મુજબ તે અદભુત સામર્થ્યવાળા ગણાયા છે. સકળ જગતના આધાર પરમાત્મા તરીકે તેમને માનવામાં આવ્યા છે. ઋગ્વેદના પ્રસિદ્ધ પુરુષસૂક્ત(10/90)ના દ્રષ્ટા ઋષિ નારાયણ છે. શતપથ બ્રાહ્મણ અને શાંખાયન શ્રૌતસૂત્રમાં નારાયણ વિષ્ણુનો પર્યાય શબ્દ લેખાયો છે, જ્યારે તૈત્તિરીય આરણ્યક અને મહાભારત નારાયણને વિષ્ણુ કે કૃષ્ણ…
વધુ વાંચો >નારાયણતીર્થ (નારાયણયતિ)
નારાયણતીર્થ (નારાયણયતિ) (1800 આસપાસ) : શંકરાચાર્યની પરંપરામાં થયેલા સંન્યાસી લેખક. તેઓ પરમહંસ પરિવ્રાજકાચાર્ય રામગોવિંદતીર્થ અને વાસુદેવતીર્થ એ બંને સંન્યાસી ગુરુઓના શિષ્ય હતા. શંકરાચાર્યની પરંપરામાં હોવાથી શાંકરવેદાન્તી અથવા કેવલાદ્વૈતવાદી હતા. નારાયણતીર્થનો સમય 1800ની આસપાસનો હતો. શંકરાચાર્યે રચેલી ‘દશશ્લોકી’ ઉપર મધુસૂદન સરસ્વતીએ શાંકર વેદાન્તના મુખ્ય સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરતો ‘સિદ્ધાન્તતત્વબિંદુ’, નામનો ગ્રંથ લખ્યો…
વધુ વાંચો >નાસદીય સૂક્ત
નાસદીય સૂક્ત : જગતસાહિત્યના પ્રાચીનતમ સંસ્કૃત ગ્રંથ ઋગ્વેદના 10મા મંડળના 129મા સૂક્તને ‘નાસદીય સૂક્ત’ એવા નામથી ઓળખવામાં આવે છે, કારણ કે તેનો આરંભ ‘નાસદ્’ એ શબ્દથી થાય છે. આ સૂક્ત ત્રિષ્ટુપ્ છંદમાં રચાયેલી સાત ઋચાઓ કે મંત્રોનું બનેલું છે. તેમાં પરમાત્મા કે પ્રજાપતિ દેવ છે. તેના પ્રથમ મંત્રમાં સૃષ્ટિસર્જન પહેલાં…
વધુ વાંચો >નાસ્તિક
નાસ્તિક : ભારતીય પરંપરા પ્રમાણે વેદમાં અને વેદધર્મમાં આસ્થા કે શ્રદ્ધા ન ધરાવનાર મનુષ્ય. ભારતમાં પ્રાચીન કાળથી વેદમાં અશ્રદ્ધા રાખનારા નાસ્તિકોની પરંપરા ચાલી આવે છે. વેદના મંત્રો અર્થ વગરના છે એવો મત વ્યક્ત કરનારા કૌત્સ ઋષિનો મત છેક વેદાંગ નિરુક્તમાં રજૂ કરી આચાર્ય યાસ્કે તેનું ખંડન કર્યું છે. પ્રાચીન ભારતના…
વધુ વાંચો >નિપાત
નિપાત : સંસ્કૃત વ્યાકરણ અનુસાર પદના ચાર પ્રકારોમાંનો એક. યાસ્કે આપેલી તેની વ્યુત્પત્તિ મુજબ વિવિધ અર્થોમાં આવી પડે છે, તેથી તે પદોને નિપાત કહે છે. સત્વવાચી નામ કે ક્રિયાવાચી ધાતુ (આખ્યાત) ન હોય તેવાં પદો નિપાત કહેવાય છે. એમાં જે ક્રિયાપદની પૂર્વે આવે તે ઉપસર્ગ કહેવાય. નામ વગેરેની પૂર્વે આવે…
વધુ વાંચો >નીતિમંજરી
નીતિમંજરી : નીતિ એટલે જીવન જીવવાની રીત, એટલે જેમાં નીતિ રૂપી મંજરી મહોરી ઊઠી છે તેવો ગ્રંથ. વિજયનગરના મહારાજ્યમાં થઈ ગયેલા સાયણાચાર્ય ઋગ્વેદ વગેરેના અર્થો સમજાવતાં ભાષ્યોના લેખક તરીકે જાણીતા છે. તેમણે રચેલા ઋગ્વેદના ભાષ્યમાંથી જુદી જુદી વાર્તાઓ કે પ્રસંગો ઉપરથી વેશ્યા અથવા ગણિકાથી દૂર રહેવા ઉપદેશ આપતું 200 જેટલાં…
વધુ વાંચો >નૃસિંહ
નૃસિંહ : હિન્દુ ધર્મ અનુસાર હિરણ્યકશિપુ નામના દાનવને ખતમ કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધેલો ચોથો અવતાર. વિષ્ણુએ આ અવતાર વૈવસ્વત મન્વન્તરના ચોથા ચતુર્યુગના કૃતયુગમાં વૈશાખ સુદ ચૌદશને દિવસે લીધેલો. તમામ લોકોને પોતાને ભગવાન માનવા ફરજ પાડી, લોકોને તથા પોતાના પુત્ર ભગવદભક્ત પ્રહ્લાદને પીડનાર હિરણ્યકશિપુ દાનવ ભગવાનનો વિરોધી હતો. ભગવાનની ભક્તિ…
વધુ વાંચો >નોધા ગૌતમ
નોધા ગૌતમ : ઋગ્વેદના મંત્રદ્રષ્ટા કવિઓમાંના એક ઋષિ. ઋગ્વેદનાં કુલ દસ મંડળમાંથી ફક્ત પહેલા મંડળમાં તેમણે મનથી જોયેલાં સૂક્તો રહેલાં છે. નોધા નામના ઋષિ ઋગ્વેદના આઠમા મંડળના 88મા સૂક્તના અને નવમા મંડળના 93મા સૂક્તના મંત્રદ્રષ્ટા છે, પરંતુ તે ઋષિ આ નોધા ગૌતમ ઋષિથી તદ્દન અલગ છે. નોધા ગૌતમ ઋષિએ ઋગ્વેદના…
વધુ વાંચો >ન્યાયકોશ (1874)
ન્યાયકોશ (1874) : દાર્શનિક પરિભાષાઓની સમજૂતી આપતો, મહામહોપાધ્યાય ભીમાચાર્ય ઝળકીકરનો સંસ્કૃત કોશ. અહીં વસ્તુત: ફક્ત ન્યાયદર્શનનાં જ નહિ, પરંતુ વિવિધ દર્શનોના – એ દર્શનોમાં આવતા પારિભાષિક શબ્દો લેવામાં આવ્યા છે. એ શબ્દોની શાસ્ત્રીય વ્યાખ્યા, તેના પ્રકારો વગેરેની સમજ આપતો આ ગ્રંથ વિશ્વકોશની ઢબનો છે. લેખકે 1874માં સર્વપ્રથમ આ ન્યાયકોશની પ્રથમ…
વધુ વાંચો >