પ્ર. ઉ. શાસ્ત્રી
શ્રીધર સાંધિવિગ્રહિક
શ્રીધર સાંધિવિગ્રહિક : આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પરની ‘કાવ્યપ્રકાશવિવેક’ નામની ટીકાના લેખક. તેમનું નામ શ્રીધર હતું, જ્યારે સાંધિવિગ્રહિક એ તેમનું ઉપનામ છે. પ્રાચીન ભારતમાં રાજાના અન્ય રાજાઓ સાથે સંધિ કે વિગ્રહનું કામ કરનારા પ્રધાનને ‘સાંધિવિગ્રહિક’ કહેતા હતા. તેઓ ટીકામાં ‘ઠક્કુર’ શબ્દ પોતાના નામની સાથે જોડે છે, તેથી જન્મે તેઓ ઠાકુર હશે…
વધુ વાંચો >શ્રીહર્ષ
શ્રીહર્ષ : સંસ્કૃત મહાકાવ્ય ‘નૈષધીય ચરિત’ના રચયિતા. મહાકવિ શ્રીહર્ષે પોતાના મહાકાવ્યમાં જે માહિતી આપી છે તે મુજબ તેમના પિતાનું નામ હીર પંડિત અને માતાનું નામ મામલ્લદેવી હતું. તેમના પિતા હીર પંડિત તરીકે કનોજના દરબારમાં બેસતા હતા. કનોજના રાઠોડ વંશના રાજા વિજયચંદ્ર અને તેના પુત્ર રાજા જયચંદ્રનો 1156થી 1193 સુધીનો રાજ્યઅમલ…
વધુ વાંચો >ષડ્દર્શન
ષડ્દર્શન : પ્રાચીન ભારતના ઋષિઓને પ્રાપ્ત થયેલા જ્ઞાનથી ઉત્પન્ન થયેલી અને વેદને પ્રમાણ માનનારી છ વિચારપરંપરાઓ. જડ તત્વનું બનેલું જગત, ચેતન તત્વના બનેલા આત્મા અને પરમાત્મા વિશે અનુભવજન્ય જ્ઞાનની જે ચોક્કસ દૃષ્ટિ વિકસી તેનું નામ દર્શન. એ દર્શન જુદા જુદા છ ઋષિઓએ સૂત્રોમાં રજૂ કર્યું છે, તેથી તે છ સૂત્ર-ગ્રંથો…
વધુ વાંચો >ષડ્ભાષાચંદ્રિકા
ષડ્ભાષાચંદ્રિકા (16મી સદી) : છ પ્રાકૃત ભાષાઓ વિશેનો વ્યાકરણગ્રંથ. લક્ષ્મીધર ‘ષડ્ભાષાચંદ્રિકા’ના લેખક છે. તેમનો સમય 16મી સદીનો હોવાનું અનુમાન છે. એ રીતે લક્ષ્મીધર ટીકાકાર મલ્લિનાથના સમકાલિક હતા. એનું કારણ એ છે કે રાજા ચિન્નબોમ્મે પ્રાકૃત વૈયાકરણો હેમચંદ્ર અને અપ્પય્ય દીક્ષિત સાથે લક્ષ્મીધરનો પણ ઉલ્લેખ કર્યો છે. લક્ષ્મીધરે પ્રસ્તુત ગ્રંથના ઉપોદ્ઘાતમાં…
વધુ વાંચો >સમુદ્રબંધ
સમુદ્રબંધ : આલંકારિક લેખક. આચાર્ય રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ પર તેમણે સંસ્કૃતમાં ટીકા એટલે સમજૂતી લખી છે. પોતાની ટીકામાં પોતાના આશ્રયદાતા રાજા રવિવર્મન્ ઉર્ફે સંગ્રામધીર નામના રાજાની પ્રશંસા કરતાં ઉદાહરણો સમુદ્રબંધે આપ્યાં છે. તેથી તે રાજાના સમયમાં તેઓ થઈ ગયા મનાય છે. આ રાજાનો સમય 13મી સદીના અંત અને 14મી સદીના આરંભમાં…
વધુ વાંચો >સરસ્વતીકંઠાભરણ-1
સરસ્વતીકંઠાભરણ-1 : સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ. આચાર્ય ભોજરાજાએ લખ્યું હોવાથી તેનું બીજું નામ ‘ભોજવ્યાકરણ’ એવું છે. આ ગ્રંથ પાણિનીય અષ્ટાધ્યાયીને આધારે રચવામાં આવ્યો છે તેથી તેની જેમ તેમાં આઠ અધ્યાયો અને 32 પાદો છે. તેમાં 6,370 સૂત્રો આચાર્ય ભોજે આપ્યાં છે. પાણિનીય ‘અષ્ટાધ્યાયી’માં 4,000થી ઓછાં સૂત્રો છે અને ભોજે 6,370…
વધુ વાંચો >સરસ્વતીકંઠાભરણ-૨
સરસ્વતીકંઠાભરણ-2 : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. આચાર્ય ભોજ તેના રચયિતા છે. આ ગ્રંથ પાંચ પરિચ્છેદોનો બનેલો છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યપ્રયોજન, કાવ્યવ્યાખ્યા, કાવ્યના પ્રકારો આરંભમાં રજૂ થયાં છે. એ પછી 16 પદના, 16 વાક્યના અને 16 અર્થના દોષોની ચર્ચા આપી છે. અંતે 24 શબ્દના અને 24 અર્થના ગુણો ચર્ચવામાં આવ્યા છે. બીજા…
વધુ વાંચો >સહૃદય (ધ્વનિકાર)
સહૃદય (ધ્વનિકાર) : સંસ્કૃત અલંકારગ્રંથ ‘ધ્વન્યાલોક’ની કારિકાઓનો તથાકથિત લેખક. જાણીતા આચાર્ય અભિનવગુપ્તે પોતાની ‘ધ્વન્યાલોક’ પર રચેલી ‘લોચન’ ટીકામાં કારિકા અને વૃત્તિગ્રંથ એવા ભિન્ન શબ્દો પ્રયોજી કારિકાકાર અને વૃત્તિકાર એમ પૃથગ્ ઉલ્લેખો કર્યા છે અને કારિકા અને વૃત્તિ વચ્ચેના વિરોધોને સ્પષ્ટ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો છે. તેથી વિદેશી વિદ્વાનો બ્યૂલર અને…
વધુ વાંચો >સંસ્કૃત ભાષા અને સાહિત્ય
સંસ્કૃત ભાષા અને સાહિત્ય ભારતની જ નહિ, સમગ્ર જગતની સૌથી પ્રાચીન ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. સંસ્કૃત ભાષા અનેક ભાષાઓની જનની છે અને દેવોની ભાષા લેખાય છે. વૈદિક સાહિત્યની સંસ્કૃત ભાષા પ્રાચીન છે અને પાણિનીય વ્યાકરણને અનુસરતી અને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની ભાષા તેનું નવીન રૂપ છે. સંસ્કૃત ભાષામાં દસ ગણોમાં…
વધુ વાંચો >સાગરનંદિન્
સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…
વધુ વાંચો >