પ્ર. ઉ. શાસ્ત્રી

લોચન

લોચન : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રના પ્રમુખ ગ્રંથ ‘ધ્વન્યાલોક’ પર અભિનવગુપ્ત નામના આલંકારિક આચાર્યે રચેલી ટીકા. તેનું ‘લોચન’ એ સંક્ષિપ્ત નામ છે. પૂર્ણ નામ તો ‘ધ્વન્યાલોકલોચન’ કે ‘સહૃદયાલોકલોચન’ અથવા ‘કાવ્યાલોકલોચન’ છે. આ ‘લોચનટીકા’ લેખકે પહેલાં લખેલી અને તે પછી ‘નાટ્યશાસ્ત્ર’ પર ‘અભિનવભારતી’ નામની ટીકા લખેલી; કારણ કે ‘અભિનવભારતી’માં ‘લોચનટીકા’ના ઉલ્લેખો જોવા…

વધુ વાંચો >

લોલ્લટ

લોલ્લટ : નવમી સદીમાં થઈ ગયેલા કાશ્મીરી આલંકારિક અને ટીકાકાર. ભરત મુનિના ‘નાટ્યશાસ્ત્ર’ પર સંસ્કૃતમાં ટીકાના રચયિતા તરીકે લોલ્લટ જાણીતા છે. કમનસીબે તેમની એ ટીકા ઉપલબ્ધ નથી. ફક્ત અનુગામી ટીકાકારોએ તેમના મતોનું ખંડન કરવા આપેલાં તેમની ટીકાનાં ઉદ્ધરણો જ આપણને મળે છે. મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘સંકેત’ નામની ટીકા લખનારા માણિક્યચંદ્રે…

વધુ વાંચો >

વક્રોક્તિ

વક્રોક્તિ : પ્રાચીન ભારતીય સાહિત્યશાસ્ત્રનો એક સિદ્ધાન્ત. કાવ્યમાં  પ્રધાન તત્વ કયું છે એ વિશે કુંતક કે કુંતલ નામના આચાર્ય(950)નો મત એવો છે કે કાવ્યનો આત્મા વક્રોક્તિ છે. કુંતકના મતે અલંકાર, રસ, ગુણ, રીતિ, ધ્વનિ – એ બધાં તત્વોનો સમાહાર વક્રોક્તિમાં થઈ જાય છે. કુંતકના શબ્દોમાં વક્રોક્તિ એટલે કવિકર્મના કૌશલની શોભાભરી…

વધુ વાંચો >

વક્રોક્તિજીવિત

વક્રોક્તિજીવિત (ઈ. સ. 925 આસપાસ) : ભારતીય કાવ્યશાસ્ત્રનો આચાર્ય કુંતકે રચેલો વક્રોક્તિ વિશેનો અપૂર્ણ ગ્રંથ. આ ગ્રંથ ચાર ઉન્મેષોમાં વહેંચાયેલો છે. ચોથા ઉન્મેષમાં વચ્ચે વચ્ચે અને અંતે કેટલાક ફકરા પ્રાપ્ત થતા નથી. આ ગ્રંથમાં 165 કારિકાઓ પર સમજૂતી આપવામાં આવી છે. એમાં 500થી વધુ ઉદાહરણો આપવામાં આવ્યાં છે. પ્રથમ ઉન્મેષમાં…

વધુ વાંચો >

વસ્તુ (નાટ્ય અને અન્ય સાહિત્યપ્રકારોમાં)

વસ્તુ (નાટ્ય અને અન્ય સાહિત્યપ્રકારોમાં) : નાટ્ય કે રૂપકમાં રજૂ થતું સપ્રયોજન ઇતિવૃત્ત કે કથાનક. આવું વસ્તુ મહાકાવ્ય વગેરે અન્ય સાહિત્યપ્રકારોમાં પણ હોય છે. ભરતના નાટ્યશાસ્ત્રથી નાટ્યવસ્તુના અનેક પ્રકારો ગણાવવામાં આવ્યા છે. એટલું જ નહિ, ભરત મુનિએ વસ્તુને નાટ્યનું એક ભેદક તત્વ માનીને રૂપકમાં નાયક અને રસ એ બે અન્ય…

વધુ વાંચો >

વાક્યપદીય

વાક્યપદીય : પાણિનીય વ્યાકરણશાસ્ત્રના તત્વજ્ઞાનને વર્ણવતો પ્રસિદ્ધ ગ્રંથ. તેના લેખક ભર્તૃહરિ હતા. તેમને સંક્ષેપમાં હરિ પણ કહે છે. તેઓ બૌદ્ધ હતા તેમ કેટલાક વિદ્વાનો માને છે. સાતમી સદીમાં આ ગ્રંથ રચાયેલો છે એવું સ્વીકારવામાં આવ્યું છે; પરંતુ કેટલાક વિદ્વાનો તેમાં સંમત નથી. પાણિનિના ‘અષ્ટાધ્યાયી’ જેવા ગ્રંથો પ્રક્રિયાગ્રંથો ગણાય છે કે…

વધુ વાંચો >

વાચસ્પતિ મિશ્ર

વાચસ્પતિ મિશ્ર : ભારતીય દાર્શનિક લેખક. તેઓ મૈથિલ બ્રાહ્મણ અને ઉત્તર પ્રદેશના વતની હતા. તેમના જીવન વિશે એક અનુશ્રુતિ એવી છે કે પોતાને શાંકરભાષ્ય વગેરે પર ટીકાગ્રંથો લખવા હતા એટલે ગૃહસ્થ ધર્મ બજાવવાના બદલે ઘરનાં કામ પત્નીને સોંપી તેઓ સતત ગ્રંથલેખન કરતા રહ્યા. છેલ્લો શાંકરભાષ્ય પરનો ટીકાગ્રંથ પૂરો કર્યો ત્યારે…

વધુ વાંચો >

વાત્સ્યાયન

વાત્સ્યાયન : પ્રાચીન ભારતીય કામશાસ્ત્રના લેખક. તેમને ‘વાત્સ્યાયન મુનિ’ અથવા ‘મહર્ષિ વાત્સ્યાયન’ એવા નામે ઓળખવામાં આવે છે. એમનું મૂળ નામ મલ્લનાગ હતું. જ્યારે વાત્સ્યાયન – એ એમનું ગોત્રનામ અથવા કુળનામ છે. આ ગોત્રના મૂળ ઋષિ વત્સ હતા અને તેમના વંશજોને ‘વાત્સ્યાયન’ એવા નામથી ઓળખવામાં આવે છે. ઈ. સ.ની સાતમી સદીમાં…

વધુ વાંચો >

વાદ-પ્રતિવાદ

વાદ-પ્રતિવાદ : ભારતીય આસ્તિક અને નાસ્તિક તમામ દર્શનોમાં અને શાસ્ત્રગ્રંથોમાં સ્વમતના પ્રતિપાદન માટે અને પ્રતિપક્ષીના મતનું જુદી જુદી યુક્તિઓ એટલે કે દલીલો દ્વારા ખંડન કરવામાં તે તે દર્શન કે સંપ્રદાયના આચાર્યોએ વાક્ચાતુર્ય કે વક્તૃત્વકલાનો બહોળો ઉપયોગ કરેલો છે. વિવિધ ધર્મો અને તેમના સંપ્રદાયોને સ્થાપવા અને ટકાવવામાં તર્કશુદ્ધ અને અલંકારમંડિત વક્તૃત્વનો…

વધુ વાંચો >

વામન

વામન : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રી. અલંકારશાસ્ત્રમાં રીતિવાદના સ્થાપક આ આચાર્ય વામન હતા. કલ્હણની કાશ્મીરનો ઇતિહાસ વર્ણવતી ‘રાજતરંગિણી’ નામની કાવ્યરચનામાં 4/497માં કાશ્મીરના રાજા જયાપીડના અમાત્ય વામન હોવાનો નિર્દેશ મળે છે. તેથી તેઓ કાશ્મીરી હોવાનું મનાય છે. એ સિવાય તેમના જીવન, કુટુંબ વગેરે વિશે કશી માહિતી મળતી નથી. વામનના જીવનકાળ વિશે પણ…

વધુ વાંચો >