પ્રીતિ શાહ
યુ. પી. આઇ. (યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનૅશનલ)
યુ. પી. આઇ. (યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનૅશનલ) : વિશ્વની સૌથી મોટી સ્વતંત્રપણે કાર્યરત સમાચાર સંસ્થા. 1907માં યુનાઇટેડ પ્રેસ એસોસિયેશનની એડ્વર્ડ સ્ક્રિપ્સે સ્થાપના કરી. 1930ના ગાળામાં યુનાઇટેડ પ્રેસ એસોસિયેશને વિશ્વભરમાં સમાચાર બ્યૂરો ખોલ્યા. 1958ની 16મી મેએ યુનાઇટેડ પ્રેસ (યુ.પી) અને ઇન્ટરનૅશનલ ન્યૂઝ સર્વિસ(આઈ.એન.એસ.)ને એકત્ર કરીને યુ.પી.આઈ. સમાચાર સંસ્થાનું સર્જન થયું. રૉઇટર, હવાસ,…
વધુ વાંચો >વસંત
વસંત : ગુજરાતનાં સાહિત્યિક સામયિકોમાં આગવી પ્રતિષ્ઠા ધરાવનારું આનંદશંકર ધ્રુવ સંપાદિત સામયિક. વિ. સં. 1958ના મહા મહિનાના પ્રથમ અંકમાં આનંદશંકર ધ્રુવ સામયિકનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં લખે છે કે ‘આપણો છેલ્લાં પચાસ વર્ષોનો ઇતિહાસ અવલોકીશું તો જણાશે કે એ દરમિયાન આપણા આચારવિચાર અને કર્તવ્યભાવનાના સ્વરૂપમાં અનેક ફેરફારો થઈ ગયા છે. કેટલાક…
વધુ વાંચો >શારદા
શારદા : ગુજરાતના સાહિત્યિક પત્રકારત્વમાં મહત્વનું સ્થાન ધરાવતું શ્રી ગોકુળદાસ રાયચુરાના તંત્રીપદે પ્રગટ થયેલું, સાહિત્ય, કળા, સંસ્કાર અને લોકસાહિત્યના પ્રસાર માટેનું સામયિક. 1924ના એપ્રિલ માસમાં ગોકુળદાસ રાયચુરાએ રાજકોટમાંથી પ્રગટ કરેલા ‘શારદા’ના પ્રથમ અંકે સૌરાષ્ટ્રમાં આગવી સાહિત્યિક આબોહવા અને સાંસ્કૃતિક ચેતના જગાડી હતી. એનો આર્ટ પેપર પર છપાયેલો પ્રથમ અંક રંગીન…
વધુ વાંચો >શાહ, જયાબહેન વજુભાઈ
શાહ, જયાબહેન વજુભાઈ (જ. 1 ઑક્ટોબર 1922, ભાવનગર; અ. 14 એપ્રિલ 2014, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક તથા હિન્દીપ્રચાર, ખાદીપ્રચાર, હરિજનસેવા, મહિલાવિકાસપ્રવૃત્તિ અને ગ્રામવિદ્યાપીઠમાં મહત્ત્વનું યોગદાન આપનાર ગુજરાતનાં ગાંધીવિચારનિષ્ઠ મહિલા કાર્યકર. પિતા ત્રિભુવનદાસ અને માતાનું નામ લક્ષ્મીબહેન હતું. રાજનીતિ અને અર્થશાસ્ત્ર સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ગુજરાતના જાણીતા રાજકીય આગેવાન અને…
વધુ વાંચો >શાહ વજુભાઈ મણિલાલ
શાહ વજુભાઈ મણિલાલ (જ. 6 ફેબ્રુઆરી 1910, વાવડી, જિ. રાજકોટ; અ. 9 જાન્યુઆરી 1983, અમદાવાદ) : સ્વચ્છ રાજકીય પ્રતિભા ધરાવતા ગાંધીવાદી રચનાત્મક નેતા. પ્રથમ પંક્તિના આગેવાન, યુવાનોના પ્રેરણામૂર્તિ, રાષ્ટ્રભાષાના પ્રચારક તેમજ ભૂદાન ચળવળના વાહક. માતાનું નામ સમજુબહેન. પિતા મણિલાલ ફૂલચંદ શાહ એજન્સીની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક હતા. લાઠીમાં અભ્યાસનો પ્રારંભ…
વધુ વાંચો >સયાજીવિજય
સયાજીવિજય : વડોદરાનું સૌપ્રથમ ગુજરાતી સાપ્તાહિક. 1890માં મુંબઈથી વડોદરા આવેલા શ્રી દામોદર સાંવળારામ પદેએ વડોદરામાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની સહાનુભૂતિ અને સહકારથી ‘સયાજીવિજય’ શરૂ કર્યું અને એક જ વર્ષમાં સંગીન પાયા પર મૂકી દીધું. આ સાપ્તાહિકમાં મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી – એમ ત્રણ વિભાગ આવતા. સમય જતાં એ અઠવાડિયામાં બે વખત…
વધુ વાંચો >