પ્રાણીશાસ્ત્ર
પક્ષીસંગીત
પક્ષીસંગીત : પક્ષીઓના કલરવસ્વરે પ્રતીત થતું સંગીત. બારેય માસ અને ખાસ કરીને સંવનન-કાળ દરમિયાન પંખીના કંઠમાંથી નીકળતી સ્વરરચનાથી માનવી આકર્ષાય છે. વૃક્ષોની વિવિધરંગી હરિયાળી આપણા મનને હરી લે છે, તેમ વૃક્ષોની ઘટામાંથી ખીલી ઊઠતો પંખીઓનો મધુર સ્વર કે ક્યારેક આકાશમાં ઉડ્ડયન કરતા પંખીનો કલરવ, ઘર-આંગણામાં છવાઈ જતો પંખીનો ટહુકાર, પર્યાવરણને…
વધુ વાંચો >પરવાળાં
પરવાળાં : કોષ્ઠાંત્રી સમુદાયના પુષ્પજીવ (anthozoa) વર્ગના લઘુ-જીવો દ્વારા નિર્માણ થતી ચૂના-પથ્થર(lime stone)ની રચના. નિર્માણક લઘુજીવો પણ પરવાળાં તરીકે ઓળખાય છે. રચના શાખા-પ્રબંધિત વનસ્પતિ, મોટા ઘુંમટ, અનિયમિત આકારનાં ભૂકવચ (crust), ખડક, પંખા કે નળાકાર-આકૃતિઓ જેવી વિવિધ પ્રકારની હોય છે. પરવાળાં-પ્રાણીઓ કથ્થાઈ, લાલ, પીળાં, હરિત જેવા રંગનાં હોવાથી આકર્ષક દેખાય છે.…
વધુ વાંચો >પરસેવો
પરસેવો : સસ્તન પ્રાણીઓની શરીરત્વચા પર પ્રસરેલ સ્વેદ-ગ્રંથિ(sweat-glands)માંથી સ્રવતું પ્રવાહી. આ પ્રવાહી મુખ્યત્વે પાણી, સોડિયમ ક્લોરાઇડ, પોટૅશિયમ, લવણ, લૅક્ટિક ઍસિડ અને યુરિયાનું બનેલું હોય છે. આમ તો રાત્રિ અને દિવસ દરમિયાન ગમે ત્યારે પરસેવો છૂટતો હોય છે. ભલે વાતાવરણ ગરમ હોય કે ઠંડું; પરંતુ સામાન્યપણે શિયાળામાં પરસેવાના ત્યાગનું પ્રમાણ નહિવત્…
વધુ વાંચો >પરિસ્થિતિકીય પિરામિડો
પરિસ્થિતિકીય પિરામિડો : જુઓ નિવસનતંત્ર
વધુ વાંચો >પરોપજીવી પ્રાણીઓ
પરોપજીવી પ્રાણીઓ : જીવવા માટે અન્ય સજીવો પર અવલંબિત એવાં પ્રાણીઓનો સમૂહ. આમાંનાં કેટલાંક પ્રાણીઓ આખી જિંદગી દરમિયાન એક યા એક કરતાં વધારે સજીવોના શરીરમાં વાસ કરી પરજીવી જીવન પસાર કરતાં હોય છે (દા. ત., મલેરિયા જંતુ). કેટલાંક પ્રાણીઓ અંશત: અથવા તો અન્ય સજીવોના શરીર પર ચોંટીને (દા. ત., ઇતરડી)…
વધુ વાંચો >પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)
પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ) ખોરાકનાં પ્રાશન, સંગ્રહ, પાચન અને શોષણ સાથે સંકળાયેલું પ્રાણીઓનું તંત્ર. જટિલ સ્વરૂપના ખોરાકને તેના વિઘટન દ્વારા સાદા સ્વરૂપમાં ફેરવવાની પ્રક્રિયાને પાચન (digestion) કહે છે. આ પ્રક્રિયામાં પાણીની હાજરીમાં ઉત્સેચકો ખોરાકી પદાર્થોનું રૂપાંતરણ તેના વિવિધ એકમોમાં કરે છે. જીવરસનું બંધારણ આ એકમોને આભારી છે. આવા કેટલાક અણુઓમાં સૌરશક્તિ…
વધુ વાંચો >પાનલૌવા (Painted Snipe)
પાનલૌવા (Painted Snipe) : ભારતમાં ચોમાસામાં પ્રમાણમાં ઓછું જોવા મળતું પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Rastratula benghalensis. તેનું કદ તેતરથી નાનું, 25 સેમી.નું હોય છે. આ પંખીમાં નર ઝાંખો, તેનું માથું અને છાતી લીલાશ પડતાં રાખોડી હોય છે, ઉપરનો ભાગ લીલો હોય છે. તે માદા કરતાં કદમાં નાનો હોય…
વધુ વાંચો >પાપલેટ (pomfret)
પાપલેટ (pomfret) : મત્સ્યાહારીઓને પ્રિય અત્યંત સ્વાદિષ્ટ ગણાતી માછલી. પાપલેટના શરીરમાં આવેલાં હાડકાં સહેલાઈથી દૂર કરી શકાય તેમ હોવાથી મત્સ્યાહારીઓમાં તેનો ઉપાડ મોટા પ્રમાણમાં થાય છે. પાપલેટ એક અસ્થિ-મીન (Bony fish) છે અને તેની ગણના Osteichthyes વર્ગની, શ્રેણી Perciformesના Stromatidae કુળમાં થાય છે. ભારતના દરિયામાં પાપલેટની ત્રણ જાત ઉપલબ્ધ છે…
વધુ વાંચો >પાયરોફાઇટા
પાયરોફાઇટા : દ્વિકશાધારી લીલ(ડાઇનોફ્લેજલેટ્સ)નો એક મોટો અને અત્યંત વિષમ વિભાગ. પ્રાણીશાસ્ત્રીઓ તેને પ્રજીવસમુદાયના ફાઇટોમૅસ્ટીગોફોરા વર્ગના ડાઇનોફ્લેજેલીટા ગોત્રમાં મૂકે છે. કેટલાક વર્ગીકરણ-શાસ્ત્રજ્ઞો તેને સ્વતંત્ર સૃદૃષ્ટિ-મધ્યકોષકેન્દ્રી(Mesokaryota)માં મૂકે છે. આ વિભાગમાં આવેલી લગભગ 1,2૦૦ જાતિઓને 18 ગોત્ર અને 54 કુળમાં વર્ગીકૃત કરવામાં આવી છે. મોટાભાગનાં સ્વરૂપો સૂક્ષ્મ હોય છે; પરંતુ બહુ ઓછાં સ્વરૂપોનો…
વધુ વાંચો >પારગમ્યતા (permeability)
પારગમ્યતા (permeability) : બહુકોષીય સજીવોમાં કોઈ એક કોષના રસપડમાંથી પાસેના કોષમાં થતું પદાર્થોનું પ્રસરણ. પારગમ્યતાને લીધે પર્યાવરણ અને સજીવોના કોષો વચ્ચે પણ પદાર્થોની આપલે થતી હોય છે. સામાન્યપણે પ્રવાહીમાં રહેલા રાસાયણિક ઘટકો સંકેંદ્રિત દ્રાવણોમાંથી ઓછા સંકેંદ્રણવાળા દ્રાવણ તરફ વહેતા હોય છે. દાખલા તરીકે, ખાંડનું પ્રમાણ વધુ હોય તેવા દ્રાવણને ખાંડનું…
વધુ વાંચો >