પ્રાણીશાસ્ત્ર

ઘંટીટાંકણો (Hoopoe)

ઘંટીટાંકણો (Hoopoe) : સમસ્ત ભારતમાં વ્યાપક યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Upupa epops. તેનો સમાવેશ Coraciiformes વર્ગ અને upupidae કુળમાં થાય છે. તેનું કદ 30 સેમી. જેટલું હોય છે. ગુજરાતીમાં તેને હુડહુડ પણ કહે છે. તેનું અંગ્રેજી નામ ‘હુપો’ છે. તે બોલે ત્યારે ‘હુડ હુડ’ એવો અવાજ આવે…

વધુ વાંચો >

ઘુડખર

ઘુડખર : જુઓ ગધેડું.

વધુ વાંચો >

ઘુવડ (owl)

ઘુવડ (owl) : Strigiformes શ્રેણીનું નિશાચર શિકારી પક્ષી. દુનિયાભરમાં તે અપશકુનિયાળ ગણાય છે; પરંતુ વાસ્તવિક રીતે તે એક માનવોપયોગી પક્ષી છે; કારણ કે તે માનવસ્વાસ્થ્યને જોખમી ઉંદર, ઘૂસ અને કીટકનું ભક્ષણ કરી માનવને હાનિ થતી અટકાવે છે. નાનાં ઘુવડ, કીટક અને ઉંદર જેવાં અને મોટાં ઘુવડ સસલાં, ઘૂસ અને સાપ…

વધુ વાંચો >

ઘેટાં

ઘેટાં પ્રાચીન કાળથી માનવજાતિ દ્વારા હેળવવામાં આવેલું, વાગોળનારું એક પાલતુ પ્રાણી. તે ઊન, માંસ, દૂધ, ચામડું વગેરેની માનવ-જરૂરિયાતો પૂરી કરે છે. અલગ અલગ ઉત્પાદનક્ષમતા અને લાક્ષણિકતાઓ ધરાવતી ઘેટાંની ઓલાદો જનીનિક વિવિધતાનો ખજાનો છે. ભારતમાં તેની કુલ વસ્તી 4.876 કરોડ જેટલી છે; દુનિયાની ઘેટાંની કુલ વસ્તીના તે 4.20 ટકા જેટલી છે.…

વધુ વાંચો >

ઘો (Varanus)

ઘો (Varanus) : વર્ગ સરીસૃપ, શ્રેણી સ્ક્વૅમાટા, કુળ વૅરાનિડીની પ્રજાતિનું મોટા કદનું ચપળ પ્રાણી. તે પોતાના અત્યંત તીણા નહોરની મદદથી પથ્થર પર મજબૂત પકડ જમાવે છે, તેથી અગાઉના સમયમાં તેની કમરે દોરડું બાંધી કિલ્લા પર ચડવા તેનો ઉપયોગ કરવામાં આવતો એવી માન્યતા છે. શિવાજીના સેનાની તાનાજી માલુસરેએ સિંહગઢ સર કરવા…

વધુ વાંચો >

ઘોડો

ઘોડો : માનવને અત્યંત વફાદાર એવું એક પાલતુ સસ્તન પ્રાણી. હજારો વર્ષોથી ઘોડો વાહન તરીકે, ખેતીમાં, શિકારમાં અને યુદ્ધમાં માનવીની સેવા બજાવે છે. ઉદયપુરના નાગરિકોએ તો એક વિશાળ ચોકને ‘ચેતક’ નામ આપીને રાણા પ્રતાપના ચેતકને ચિરસ્મરણીય બનાવ્યો છે. ‘રેકલેસે’ નામથી ઓળખાતા એક કોરિયાના ઘોડાએ 1950–53ના યુદ્ધમાં બતાવેલ શૌર્ય બદલ તેને…

વધુ વાંચો >

ઘોરાલ (the great Indian bustard)

ઘોરાલ (the great Indian bustard) : વંશ Gruiformesના Otididae કુળનું લગભગ લુપ્ત થવા આવેલી જાતનું એક ભારતીય પક્ષી. શાસ્ત્રીય નામ Choriotis nigriceps. ઘોરાલ કે ઘોરાડ સૂકાં વેરાન, છૂટાંછવાયાં ઊગેલાં ઝાડવાંવાળાં ઘાસનાં વિશાળ સપાટ મેદાન, ખાડાટેકરાવાળા વિસ્તારો અને તેની આસપાસ આવેલાં ખેતરોમાં મળી આવે છે. વીસમી સદીની શરૂઆતમાં તે ભારતના વિશિષ્ટ…

વધુ વાંચો >

ઘોળ (jew fish)

ઘોળ (jew fish) : મત્સ્યોદ્યોગની ર્દષ્ટિએ અગત્યની શ્રેણી Perciformes અને કુળ Scianidaeની દરિયાઈ માછલી. શાસ્ત્રીય નામ Nibea diacanthus. Scianidae કુળની માછલીઓ જ્યૂ-મીનના નામે ઓળખાય છે. આ માછલીઓની પહેલી અને બીજી પૃષ્ઠમીન પક્ષો વચ્ચે એક ઊંડી ખાંચ હોય છે. ભારતના દરિયાકિનારે અથવા સહેજ દૂર છીછરા પાણીમાં ઘોળ મળી આવે છે. કદમાં…

વધુ વાંચો >

ચકલી

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >

ચક્રવાક

ચક્રવાક (Ruddy shelduck) : ઍનાટિડે કુળના બતકની એક જાત. ચકવા તરીકે પણ તે ઓળખાય છે. તે ભગવી સુરખાબથી પણ ઓળખાય છે. શાસ્ત્રીય નામ Tadorna ferruginea. આ સ્થળાંતરી પક્ષી દક્ષિણ રશિયા, મધ્ય એશિયા અને ચીન જેવા પ્રદેશમાંથી શિયાળામાં ભારતમાં આવે છે. ભારતના બધા પ્રદેશોમાં જોવા મળતું આ પક્ષી ઑક્ટોબરથી એપ્રિલ સુધી…

વધુ વાંચો >